gravy banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈપણ શાકનો સ્વાદ તેની ગ્રેવીને કારણે વધી જાય છે. શાક માટે ગ્રેવી ઘણી રીતે બનાવવમાં આવે છે. આવી ઘણી વાનગીઓ હોય છે જેનો ગ્રેવી વગર સ્વાદ નથી આવતો, જેમ કે છોલે, પનીર સબઝી અને આલુ દમ વગેરે વગેરે.

આજે અમે તમને એવી 3 ગ્રેવી રેસિપી વિશે જણાવીશું જેને તમે અલગ-અલગ શાકની રેસિપીમાં ટ્રાય કરી શકો છો. જો કે આ સમયે તમારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે શાકમાં પાતળી કે જાડી ગ્રેવી રાખવી.

આને ધ્યાનમાં રાખીને જો તમે શાકની ગ્રેવી બનાવશો તો તમારા પરિવારના સભ્યો આંગળીઓ ચાટતા જ શાકનો આનંદ માણશે. તો ચાલો જાણીએ 3 ગ્રેવીની રેસિપી જેને તમે પણ ઘરે બનાવી શકો છો.

1. ડુંગળી અને લસણ વગરની ગ્રેવી : ગ્રેવીમાં જો કેટલીક સામગ્રી ના હોય તો ગ્રેવી અધૂરી લાગે છે જેમ કે મસાલા, ડુંગળી, લસણ અને ટામેટાં વગેરે, પરંતુ ભારતમાં ઘણા ઘરોમાં ડુંગળી અને લસણને ખાવામાં ઉપયોગ નથી થતો. ડુંગળી અને લસણ વગર પણ તમે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકો છો.

ડુંગળી અને લસણ વગરની ગ્રેવી બનાવવા માટે ખસખસ, આદુ, લીલા મરચાં, મગફળી, નારિયેળના ટુકડા, ટામેટાં અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. જ્યારે પણ તમે ડુંગળી અને લસણ વગરનું શાક બનાવો ત્યારે આ પેસ્ટને મિક્સ કરીને ગ્રેવી બનાવો. આ ગ્રેવી ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે.

2. ટામેટા ગ્રેવી : ટામેટાની ગ્રેવીને આપણા ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. માત્ર એક ટમેટાને મિક્સ કરીને તમે ગ્રેવીને સ્વાદિષ્ટ બનાવી શકો છો. જ્યારે તમે કોઈપણ શાક માટે ટામેટાની ગ્રેવી બનાવતા હોય ત્યારે તેમાં થોડી ખાંડ, દહીં અને કસૂરી મેથીનો ઉપયોગ ચોક્કસ કરો.

ગ્રેવી બનાવવા માટે મસાલામાં લાલ મરચું પાવડર, હળદળ, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો મિક્સ કરો. ટામેટાની ગ્રેવી બનાવતી વખતે ગ્રેવીને થોડી જાડી રાખવા માટે છેલ્લે બ્રેડ પાવડરને મિક્સ કરો. પછી આ ગ્રેવીનો ઉપયોગ શાકમાં કરો.

3. કાજુ અને ખસખસની ગ્રેવી : કાજુ અને ખસખસની ગ્રેવી મટર મશરૂમ અને મટર પનીર જેવા શાકમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. જો કે આ ગ્રેવીને બનાવવા માટે તેને થોડી બરછટ રાખવાથી તેનો ખાવાનો વધી જાય છે. ગ્રેવી બનાવવા માટે કાજુ, ખસખસ, મોટી ઈલાયચી, આદુ, લસણ, લીલી ઈલાયચી અને ટામેટાને એકસાથે પીસી લો.

હવે શાકને જીરું, આખા લાલ મરચા અને હિંગ સાથે સાંતળો. હવે ગ્રેવીને થોડીવાર ધીમી આંચ પર શેકી લો અને જો તમે ઇચ્છો કે ગ્રેવીમાં શાક મસાલેદાર હોય તો અંતે થોડું દહીં મિક્સ કરો. શાકને ગ્રેવીમાં જેટલો લાંબો સમય રાંધવામાં આવશે તેટલી જ તે વધારે સ્વાદિષ્ટ બનશે.

ગ્રેવીમાં હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી શાકનો સ્વાદ વધી જાય છે. જો તમને આ માહિતી સરસ લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા