અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે આદુ કેન્ડી બનાવીશું. આ કેન્ડી સ્વાદિષ્ટ સ્વાદ છે. તે ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે. ચાલો આદુ કેન્ડી બનાવવાનું શરૂ કરીએ.

  • આદુની કેન્ડી સામગ્રી:
  • 1/2 કપ પાણી,
  • 200 ગ્રામ આદુ,
  • 300 ગ્રામ (1.5 કપ ) ખાંડ

આદુની કેન્ડી બનાવવાની રીત :

અહીંયા 200 ગ્રામ આદુ છે અને ધોઈને સૂકવી ને પછી લીધેલું છે. આદુ એવું લેવાનું છે કે જેમાં રેશા બહુ ઓછા હોય અને બહુ ગાંઠો ના હોય. આદુ કેન્ડી બનાવવા માટે આદુની છાલને કાઢી ને આદુની સ્લાઈસ કરો. સ્લાઈસ બહુ પાતળી પણ નથી કરવાની કે બહુ જાડી પણ નથી કરવાની. આ છાલને તમે ચામાં સ્વાદ ઉમેરવા માટે ઉપયોગ માં લઇ શકો છો.

હવે એક કૂકરમાં અડધો કપ પાણી ઉમેરો અને આ આદુની સ્લાઈસ ને ઉમેરીને ઉકાળવા માટે મૂકી દો. હવે એક સીટી આવે ત્યાં સુધી રાહ જુઓ. એક સીટી આવ્યા પછી ગેસ ની ધીમો કરો અને 10 મિનિટ સુધી પકવવા દો. 10 મિનિટ પછી ગેસ બંદ કરો અને કુકર નું પ્રેસર બંદ થાય ત્યાં સુધી રાહ જુઓ.

હવે આદુ ને કોઈ સ્ટ્રેનરમાં કાઢી લો જેથી, વધારાના પાણી નીચેના વાટકીમાં નીકળી જશે (આ પાણી ને આગળ વાપરવાનું છે ). આ સ્લાઈસ ને ચાસણીમાં બનાવવા છે તો, એક તપેલી લો. 300 ગ્રામ (1.5 કપ ) ખાંડ ઉમેરો. હવે જે પાણી અલગ કરેલું હતું તે ખાંડ માં ઉમેરો. હવે એક 1 કપ પાણી એડ કરો.

ખાંડ પાણી ઓગળી ના જ્યાં સુધી હલાવતા રહો. હવે ચાસણીમાં જે ફીણ દેખાય છે તે ફીણને કાઢીને દૂર કરો. પછી આદુની બાફેલી સ્લાઈસ ને આ ચાસણી માં એડ કરો. ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ચાસણી એકદમ જાડી ના થઇ જાય. ચાસણી તૈયાર થઇ ગયા પછી, ગેસ બંધ કરો.

હવે 1/2 ટીસ્પૂન ઈલાયચી પાવડર ઉમેરો. આ કેન્ડીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આને સારી રીતે મિક્સ કરો. હવે તપેલી ને ઉતારીને, તેને જાળીવાળા સ્ટેન્ડ પર રાખો. આદુની સ્લાઈસને ચાસણીમાં રહેવા દો અને 10 થી 12 કલાક અથવા આખી રાત રહેવા દો.

હવે આખી રાત ખાંડની ચાસણીમાં રાખ્યા પછી, તમને જોવા મળશે કે આદુ કેન્ડીએ ખાંડની ચાસણીને સંપૂર્ણપણે શોષી લીધી હશે પણ તમને ચાસણી ચોટેલી જોવા મળશે તો ફરીથી ચાસણી ઓગળે ત્યાં સુધી એકવાર ગરમ કરો. હવે થોડું ઠંડુ થવા દો.

સહેજ ઠંડુ થઈ ગયા પછી. આદુની સ્લાઈસ (કેન્ડી) ચાસણીમાંથી બહાર કાઢો. એક પછી એક કેન્ડી બહાર કાઢીને જાળીવાળા સ્ટેન્ડ ઉપર અથવા તમે મોટી ચારણી પાર ગોઠવો. હવે બધી કેન્ડીને સૂકવવા પંખા નીચે રાખો. કેન્ડી 1 થી 1.5 કલાકમાં સુકાઈ જશે. હવે જે બાકીની ચાસણી છે.

તમે તેમાં લીંબુનો રસ ઉમેરી ને જીંજર લેમન શરબત બનાવી શકો છો. સુકાઈ ગયા પછી,આદુ કેન્ડી તૈયાર છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે ખોરાકના પાચનમાં પણ મદદ કરે છે. તમે તેને કોઈપણ એર ટાઇટ કન્ટેનરમાં રાખી શકો છો. 6 મહિનાથી વધુ સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આ રેસીપી તમારા ઘરે જરૂર થી બનાવજો. ધન્યવાદ, તમારો કિંમતી સમય આપીને વાંચવા માટે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા