gajar nu athanu recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણી થાળીમાં કોઈપણ પ્રકારનું અથાણું આવી જાય તો ખાવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. દરેક ઘરમાં લોકો અલગ અલગ વાસ્તુના અથાણાં બનાવે છે. તો આજે આપણે શિયાળુ સ્પેશિયલ ગાજર મૂળા અને લીલા મરચાનું અથાણાની રેસિપી જોઈશું.

આ અથાણું રોટલી પરાઠા સાથે ખાવામાં એટલું સ્વાદિષ્ટ લાગે છે કે તમને શાકની પણ જરૂર જ નહીં લાગે. સૌથી સારી વાત એ છે કે આ અથાણું જલ્દી બગડતું નથી, એકવાર બનાવી લો અને એક મહિના સુધી ખાઈ શકાય છે. ચાલો જાણીએ અથાણું બનાવવાની રીત

સામગ્રી

  • મૂળા 2
  • ગાજર 2
  • લીલા મરચા 12 થી 15
  • આદુ 3 થી 4 ઇંચનો ટુકડો
  • મીઠું 1 ચમચી
  • સરસોનું તેલ 2 ચમચી
  • હિંગ 1/4 ચમચી
  • અજમો 1 ચમચી
  • હળદર પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • વાટેલું જીરું 1 ચમચી
  • બરછટ પીસેલા રાઈના દાણા 2 ચમચી
  • વિનેગર 1 ચમચી

ગાજર મૂળા અને લીલા મરચાનું અથાણું બનાવવાની રીત

સૌ પ્રથમ મૂળા, ગાજર, આદુ અને લીલા મરચાને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે ઝીણા સમારેલા શાકભાજીને એક બાઉલમાં નાંખો અને તેમાં સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરો. પછી તેને 1 દિવસ માટે ઢાંકીને રાખો જેથી મૂળા ગાજરમાંથી પાણી નીકળી જાય.

1 દિવસ પછી, શાકભાજીને ચાળણીમાં અથવા કપડામાં મૂકો અને તેમાંથી પાણી ગાળી લો. પછી શાકભાજીને એક પ્લેટમાં નાખીને ફેલાવી દો અને પંખાની હવામાં 1 કલાક સુધી સૂકવવા માટે રાખો. હવે ગેસ પર એક પેનમાં સરસોનું તેલ અને હિંગ ઉમેરીને બરાબર ગરમ કરો. આ પછી ગેસ બંધ કરો અને પેનને ગેસ પરથી ઉતારી લો અને તેલને સારી રીતે ઠંડુ થવા દો.

હવે પંખાની નીચે હવામાં મુકેલા શાકભાજીને એક બાઉલમાં કાઢી લો, પછી તેની ઉપર અજમો, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બરછટ વાટેલું જીરું, રાઈ, વિનેગર, સ્વાદ મુજબ એક ચમચી મીઠું અને ઠંડુ કરેલું સરસોનું તેલ અને હિંગ નાખીને બધી જ સામગ્રી મિક્સ કરી લો. .

તો તમારું ગાજર મૂળાનું અથાણું તૈયાર છે. હવે અથાણાંને ચિનાઈ કે કાચની બરણીમાં ભરીને 5 થી 6 દિવસ સુધી તડકો બતાવો. તડકામાં સુકાયા બાદ અથાણું ખાવા માટે તૈયાર છે. હવે અથાણાંને દાળ ભાતની શાક રોટલી સાથે અથાણું સર્વ કરો.

ધ્યાન રાખો કે અથાણામાં પાણીનો ઉપયોગ ન કરો, અથાણાને હંમેશા પાણી અને ભેજથી દૂર રાખો. આ અથાણામાં વિનેગર જરૂર ઉમેરો કારણ કે વિનેગર ઉમેરવાથી અથાણું ઝડપથી બગડતું નથી. અથાણું બહાર કાઢવા માટે સૂકી અને સ્વચ્છ ચમચીનો ઉપયોગ કરો.

અથાણાને વારંવાર સ્પર્શ કરશો નહીં. એક જ વારમાં જેટલું ખાવાનું હોય તેટલું અથાણું કાઢી લો અને બરણીને બંધ કરી દો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય અને આવી જ ગુજરાતી ભાષામાં અવનવી રેસિપી જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા