fruits for healthy teeth and gums
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દાંતના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ખોરાકને સારી રીતે ચાવી શકીશું તો જ ખોરાકનું સારી રીતે પાચન થશે. ખોરાક ચાવવાનું કામ દાંતનું છે. જ્યારે આપણા દાંત ખોરાકને સારી રીતે ચાવી શકતા નથી, ત્યારે તે આપણા પાચનને ખરાબ રીતે અસર કરે છે. આ જ કારણ છે કે દાંતનું સ્વાસ્થ્ય સારું હોવું ખુબ જરૂરી છે.

જો તમારા દાંત મજબૂત નહીં હોય તો તે પણ સમય પહેલા નબળા પડી જાય છે. દાંતના સ્વાસ્થ્ય માટે મૌખિક સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ. આ સિવાય કેટલાક ફળ દાંતને મજબૂત અને ચમકદાર બનાવવા માટે સારા માનવામાં આવે છે. કેલ્શિયમથી ભરપૂર ખોરાક, આપણા હાડકાંની સાથે દાંત માટે પણ સારો માનવામાં આવે છે. આવો જાણીએ આ વિશે.

કેળા : કેળા આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તે આપણા દાંત માટે ખૂબ સારું માનવામાં આવે છે. કેળા દાંત પર જામેલા પ્લાકને સાફ કરવામાં અને તેને મજબૂત રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ કેળાનું સેવન કરો છો તો તેનાથી દાંત મજબૂત થાય છે. કેળા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદરૂપ છે. તેથી, તે દાંત પર જમા થયેલી ગંદકીને દૂર કરે છે.

સંતરા : સંતરામાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે. સંતરા દાંત માટે સારું માનવામાં આવે છે. માત્ર ખાવાથી જ નહીં, સંતરાની છાલના પાવડરથી પણ દાંત સાફ કરી શકાય છે.

તરબૂચ : ઉનાળામાં તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તે મેગ્નેશિયમ, ઝિંક, પોટેશિયમ, આયર્ન અને આયોડિનથી ભરપૂર હોય છે. તે દાંતને મજબૂત કરવાનું કામ કરે છે.

સ્ટ્રોબેરી : સ્ટ્રોબેરીમાં મૉલિક એસિડ હોય છે. તે દાંત પર જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ફાઈબર દાંતના બેક્ટેરિયાને દૂર કરે છે અને દાંતની ચમક પાછી લાવે છે.

સફરજન : સફરજનના ફાયદા આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. સફરજનના પોષક તત્વોને કારણે, તેને દરરોજ ખાવાની સલાહ આપવામાં આવે છે. સફરજનનો રસ દાંતના પીળાશને દૂર કરે છે. આનાથી દાંત મજબૂત બને છે. તે દાંત માટે કુદરતી સ્ક્રબરનું કામ કરે છે.

આ પણ વાંચો : દાંતનું આયુષ્ય ઓછામાં ઓછું 80 વર્ષ થઇ જશે, કોલગેટ બંધ કરીને આ 5 ઝાડના ઔષધિનું દાતણ કરવાનું શરુ કરો

અસ્વીકરણ : આ લેખમાં જણાવેલ તમામ ફળો દાંત અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો આમાંથી કોઈપણ ફળનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો.

દાંત ને મજબૂત બનાવવા માટે તમે નીચે આપેલી લિંક પાર પણ ક્લિક કરીને માહિતી મેળવી શકો છો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા