ફ્રીઝ વિશે 99% ગૃહિણીઓ આ સત્ય હકીકત જાણતી નથી – આ જાણી લેજો નહિ તો પસ્તાવું પડશે | Fridge Vishe Mahiti

1
933
Fridge Vishe Mahiti

આજે તમને ફ્રિજ વિશે થોડીક માહિતી આપીશું જે કદાચ તમને ખબર નહિ હોય. ફ્રીઝ વિશે 99% ગૃહિણીઓ આ સત્ય હકીકત જાણતી નથી. તો આ માહિતી ને જરૂર વાંચી અને ગમે તો લાઈક કરજો.

 

આજે ઈલેક્ટ્રીક યંત્ર એકદમ સસ્તા થયા છે જેથી દરેક ઘરમાં તેનો વપરાશ વધ્યો છે પરંતુ આજે દરેક લોકોને ખાસ ગૃહિણીઓને જણાવવા માગું છું કે ફ્રીઝ આપણા શરીરને નુકસાનકારક છે. વધુ પડતો ફ્રીઝ નો ઉપયોગ, ઠંડી ફ્રીજ ની વસ્તુ ખાવાથી આપણા શરીરમાં અનેક રોગો થાય છે અને વપરાશમાં વિવેકમાં ન રાખવામાં આવે તો ફ્રીજ એક રોગકારક બની શકે છે એ પણ એક હકીકત છે.

મિત્રો પહેલા તો ઘેર ઘેર માટીના ગોળા અને માટલામાં પાણી ઠંડું થતું. આ પાણી આયુર્વેદે શ્રેષ્ટ ગણાવ્યું છેે. હવેે તો. આપણે  એનાં સ્થાને આપણે  ફ્રીઝ ને સ્થાન આપ્યું છે.  ફ્રીઝમાં ઠંડું પાણી કરવામાં આવે છે.  આ પાણી શિતગુણ હોવાથી વાયુ અને કફ બંનેના રોગોને વધારે છે બીજુ કે ફ્રિઝમાં જમાવેલું દહીં પણ શરીરમાં કફના રોગો તથા આમજન્ય રોગોને નોતરે છે.

મિત્રો કબજિયાત સોજો આમવાત તાવ. શરદી, શ્વાસ ના રોગો, સસણી,  કાકડા કાનમાં, પરું,  બહેરાશ ધોળો કોડ, ખરજવું, ધાધર, ખંજવાળ, ડાયાબિટીસ અમ્લપિત્ત એટલે કે એસીડિટી,  બ્લડ પ્રેશર એટલે કે બીપી,  આંખના રોગો બધા જ પ્રકારના ચામડીના રોગો, ઉધરસ, શરદી, સાઈનસ,માથું ભારે રહેવું, અડધું માથું દુખવું આધાસીસી,  કમળો,  કૃમિ અતિનિદ્રા વૃદ્ધિ એટલે કે વજન વધવું આળસ વગેરે રોગોમાં કોઈપણ એક રોગ તથા બીજા અનેક રોગો થતા જોવા મળે છે.જે મટાડવા પણ મુશ્કેલ બની જતા હોય છે. એમાંનું એક કારણ ફ્રીજ પણ છે કેમ કે ઠંડી વસ્તુઓ ખાવાથી કફ ઉત્પન્ન થાય છે તથા ઠંડી વસ્તુ હોજરીનો અગ્નિ મંદ પડે છે પરિણામે ખાવાનું બરાબર પચતું નથી એટલે કે એનો કાચો આમ બને તથા અપચો થાય અને એસીડીટી થાય

 

આને કારણે આગળ જણાવ્યા પ્રમાણે અનેક રોગો શરીરમાં થાય છે અને શરીર આપણા અનેક રોગોનું ઘર બની જાય છે અમુક લોકો તો એવા છે કે જે જિંદગીભર આપણા શરીરમાંથી કોઈપણ રીતે જતા જ નથી. તો મિત્રો આ પ્રકારના રોગોને ન આવવા દેવા હોય તો ફ્રીજનું ઠંડુ પાણી તથા ફ્રીજમાં રાખેલી કોઈપણ વસ્તુ નો ત્યાગ કરવો જોઈએ અથવા બહુ જ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ન હોય તેવો ખોરાક અને તાજો ખોરાક શરીર માટે ખૂબ જ ગુણકારી છે પરંતુ ફ્રીજમાં ખોરાક રહે સારો પણ ગુણમાં એકદમ  જીરો છે .

ખાસ યાદ રાખવું  કે ફ્રીજનું ઠંડુ પાણી ઓછું અથવા બિલકુલ ન વાપરવું, બરફ, આઈસ ક્રીમનો ઉપયોગ ન કરવો અથવા વિવેક મા કરવો નહીં તો બિલકુલ ઠંડુ ન ખાવું. વધુ પડતું દહીં ખાવાથી કફ તથા પિત્તને રોગો થાય છે પરંતુ ઠંડું દહીં ખાવાથી કફના રોગો વધી જાય છે અને અતિ દહીં ખાવાથી પેટના રોગો વધી જાય છે એ પણ એક સત્ય હકીકત છે કે દહીંમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં મળી રહે છે. દહીં જાડામાં બહુ જ ગુણકારી છે પરંતુ મિત્રો દહીંનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનું છે વિવેકની બાર ઉપયોગ કરવાનું નથી.

આજે તો મોટાભાગની ગૃહિણીઓ ભૂલ કરે છે કાંઈ પણ લાવ્યા હોય તો તરત જ ફ્રીજમાં મુકી દે છે. જેમકેે રોટલી, રોટલા, મીઠાઈ, શાક, છાશ હોય અથવા બીજી કોઈ વસ્તુ ઘરે બનાવી હોય અથાણા હોય કોઈપણ વસ્તુ હોય, વધે એટલે ફ્રીજમાં અને પછી તે સવારે ગરમ કરીને ખાવાનો રિવાજ છે.  આ સદંતર ઝેર સમાન બને છે આ પ્રકારે પડેલું ગરમ કરીને કદાપિ ખાવું ન જોઈએ. તાજો ખોરાક ખાવો જોઈએ જેટલી જરૂરિયાત હોય તેટલો ખોરાક લોકોને ખવડાવી દેવું જોઈએ કારણકે આ પ્રકારે પડેલો ખોરાક જો ફ્રીઝ મા રાખીશું અને ગરમ કરીને ખાઇ શું તો આપણાં શરીર માં આગળ જણાવ્યા પ્રમાણે અનેક રોગો થાય છે. એક અગત્યની વાત એ છેકે વાસી ખોરાક ખાવાથી અથવા તો ફ્રીઝ મા રાખેલી વસ્તુ વારંવાર ગરમ કરીને ખાવાથી કેન્સર જેવા ભયંકર રોગો પણ થઈ શકે છે

 

જો આ પ્રકારના રોગો ન થવા દેવા હોય તો આ પ્રકારે ઠંડી કરેલી વસ્તુ ને વારંવાર ગરમ કરીને કદાપિ ખાવી ન જોઈએ.  ફ્રીજ નો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ કારણ કે મિત્રો ફ્રીજ ઉપયોગી પણ છે,  જેમકે દૂધ છે તો દૂધને બહાર રાખવાથી તે બગડી જવાનું છે પણ ફ્રીજમાં મૂકવાથી દૂધ બગડતું નથી. અને આજકાલ તો સિટીમાં કોઈને ટાઈમ પણ નથી.  પરંતુ મિત્રો પરંતુ ફ્રીજની શોધ તે ખૂબ જ સારી વાત છે પરંતુ વિવેક માં ઉપયોગ કરવાનો કીધો છે વિવેક બહાર ઉપયોગ કરવાનો નથી. કોઈ પણ તળેલી વસ્તુઓ એક જ તેલમાં વારંવાર તળીને ક્યારે પણ ખાવી ન જોઈએ. વારંવાર એક તેલમાં કોઈપણ વસ્તુ તમે ખાશો તો પણ આપણા શરીરમાં અનેક ભયાનક રોગો થાય છે. કેન્સર જેવા રોગો પણ થઈ શકે છે . માત્ર હંમેશા તેલ બદલતાં રહેવું જોઈએ. જો દરેક ગૃહિણીઓ આટલી  બધી વસ્તુઓ નું ધ્યાન રાખશે અને સમજસે તો શરીરમાં આપણા રોગો ઓછા થશે અને મોટા ભાગના રોગો તો થશે જ નહીં.

અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

Comments are closed.