fridge tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જો કે તમારામાંથી મોટા ભાગના લોકો ફ્રિજને નિયમિતપણે સાફ કરતા હશે, પણ ફ્રિજને જ એકલું સાફ કરવું એ તેને લાંબા સમય સુધી સારું દેખાવાનો ઉપાય નથી. પણ તેના બદલે તમારી ઘણી આદતો તમારા ફ્રિજને નુકસાન પહોંચાડી શકે છે અને તેના અલગ ભાગોને પણ ખરાબ શકે છે.

ફ્રિજ તમારા ઘરનું એક એવું ઉપકરણ છે જેની યોગ્ય સફાઈ અને સુરક્ષા કરવાથી વર્ષો સુધી નવું રહી શકે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેટલીક ભૂલો છે જે અજાણતા તમારા ફ્રિજને બગાડી શકે છે. ચાલો તે ભૂલો વિશે જાણીએ જે તમારા ફ્રિજને જલ્દીથી ખરાબ કરી શકે છે અને તેને ઠીક કરવામાં પણ સમસ્યા ઊભી કરી શકે છે.

ફ્રિજમાં જરૂર કરતા વધારે ભરવું : જ્યારે તમારા રેફ્રિજરેટર અથવા ફ્રિજની વાત આવે, ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં કોઈપણ સામગ્રીને સ્ટોર કરવાની સાચી રીત. ઘણીવાર એવું જોવામાં આવે છે કે ફ્રિજમાં કોઈ પણ સામગ્રીને યોગ્ય રીતે સ્ટોર ના કરવામાં આવે તો તેમાં રહેલી કોઈપણ વસ્તુ ઝડપથી બગડી જાય છે.

આ સિવાય ફ્રિજ પણ ખૂબ જ ઝડપથી બગડી જાય છે. જ્યારે પણ તમે ફ્રિજમાં તેની ક્ષમતા કરતા વધારે ભરો, ત્યારે તે સામાનને ઠંડુ કરવા માટે તેટલી જ વધારે ઠંડકની જરૂર પડે છે. પરંતુ ફ્રીજમાં જરૂરી કરતાં ખોરાક ના તો બરાબર ઠંડો થાય છે અને ના તો ફ્રીજનું જીવન લાંબા સમય સુધી ચાલે છે.

ફ્રિજમાં એટલી જ વસ્તુઓ રાખો જેથી તેના દરેક ભાગ સુધી સરળતાથી ઠંડક પહોંચી શકે. ફ્રિજના બધા જ શેલ્ફને ભરો પણ તેને વધારે પડતો સ્ટોક કરવાનું ટાળો. તમે તમારા ફ્રિજના પાછળના ભાગ સુધી આરામથી પહોંચી શકો તે પ્રમાણે ભરો.

ફ્રિજ બરાબર સાફ ના કરવું : ઘણી વખત આપણે ફ્રિજમાં એવી ઘણી વસ્તુઓ રાખીએ છીએ જે ઝડપથી બગડી જાય છે. ફ્રિજની યોગ્ય રીતે સફાઈ ના કરવાને કારણે ક્યારેક તેમાં ફૂગ પણ લાગી જાય છે. આ ફૂગ ફ્રિજના ઘણા ભાગો સુધી ફેલાઈ જાય છે અને ફ્રિજમાં રાખવામાં આવેલી વસ્તુઓની સાથે, તે ફ્રિજના ઘણા ભાગોને બગાડવાનું ચાલુ કરે છે જેમ કે ફ્રિજના દરવાજા અને બીજા ઘણા ભાગો.

આ સિવાય ફ્રીજના બાહ્ય ભાગોમાં તેની પાછળની બાજુ ધૂળની એક મોટી પરત એકઠી થાય છે, જે તેના ઘણા ભાગોને ખરાબ કરે છે. તેથી તમારા ફ્રિજના લાંબા આયુષ્ય માટે તેને દરોજ સાફ કરવું જરૂરી છે.

વધેલી સામગ્રીને અયોગ્ય રીતે મુકવી : ઘણી વાર તમે વધેલા ખોરાક કન્ટેનરમાં ભરીને તેને ફ્રિજની અંદર મુકો છો, પરંતુ શું તમે જાણો છો કે વધેલો ખોરાક યોગ્ય રીતે સ્ટોર ના કરવો એ પણ ફ્રિજ બગડવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આનથી બચવાનો એક રસ્તો એ છે કે તમે જે ખોરાક સ્ટોર કરો છો તેના તાપમાન પર ધ્યાન આપો.

ફ્રીઝમાં રાખતા પહેલા તમારે હંમેશા વધેલાને ઓછામાં ઓછા ઓરડાના તાપમાને [પહોંચાડી દેવો જોઈએ. આનું કારણ એ છે કે જો ખોરાક હજુ ગરમ હોય તો તેના અંદરના તાપમાનમાં વધારો કરશે. આ પછી તમારા ફ્રિજના તાપમાનને પાછું લાવવા માટે વધારે મહેનત કરવી પડશે અને આ ફ્રિજને નુકસાન પહોંચાડી શકે છે.

ફ્રિજનો દરવાજો બરાબર બંધ ના કરવો : ફ્રિજનો દરવાજો કોઈ કબાટના દરવાજા જેવો નથી. તેમાં એક રબરનો ટુકડો હોય છે જે ઠંડી હવા અંદર રાખવા માટે બંધ કરવાથી ફ્રિજની બોડીને બંધ કરે છે. મોટેભાગે તે ચુંબકીય હોય છે તેથી જ્યારે તમે તેને ફરીથી ખોલવા માટે જાઓ છો ત્યારે તમારે થોડી તાકાત કરવી પડે છે.

સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે તમારા ફ્રિજને અથવા દરવાજાને ઓવરસ્ટોક કરો. તમને તે દેખાય છે કે બંધ છે, પરંતુ કેટલીકવાર દરવાજો યોગ્ય રીતે બંધ ના થવાને કારણે પણ ફ્રિજ બગડવાની શક્યતા ઝડપથી વધી જાય છે. તમારા દરવાજાને બંધ કર્યા પછી તેને થોડું ખેંચીને ચેક કરો કે તે સંપૂર્ણપણે બંધ થયો છે કે નહિ.

ફ્રિજમાં ખૂબ જ વધારે ગરમ ખોરાક સ્ટોર કરવો : જ્યારે તમે ફ્રીજની અંદર વધારે ગરમ ખોરાક રાખો, ત્યારે તે ફ્રિજ ખરાબ થવાનું સૌથી મોટું કારણ બની શકે છે. મોટાભાગના ફ્રિજ ગરમ બચેલામાંથી થોડી ગરમી લઈ શકે છે, પણ જો તે 40 ડિગ્રી ફારેહાઈટથી ઉપર તાપમાનમાં વધારો થાય છે, તો બેક્ટેરિયા ઝડપથી વધવાનું શરૂ કરી શકે છે, જે તમારા ખોરાકને ખાવા માટે અસુરક્ષિત બનાવી દે છે. આ સિવાય ફ્રીજ ગરમ ખોરાકને ઝડપથી ઠંડુ કરવા માટે તેની કુલિંગ ક્ષમતાનો ઉપયોગ કરીને ઠંડુ કરે છે જેનાથી ફ્રિજ ઝડપથી બગડી શકે છે.

ફ્રિજને દિવાલની ખૂબ નજીક રાખવું : ફ્રિજને નુકસાન ના થાય તે માટે તમારા ફ્રિજની આસપાસ હવાની યોગ્ય અવરજવર જરૂરી છે. ખરાબ હવા પ્રવાહ તમારા ફ્રિજની ગરમીને દૂર કરવાની ક્ષમતાને ઘટાડે છે, પરિણામે તે સારી રીતે ઠંડુ થવા માટે સંઘર્ષ કરે છે.

તેનાથી ફ્રિજની સિસ્ટમ પર વધારે દબાણ પડે છે અને તેના તમામ ભાગો ઝડપથી ખરાબ થઇ શકે છે. તમારે નુકસાન ના થાય તે માટે તમારા ફ્રિજની બાજુઓની ઉપર અને નીચે કેટલાક ઇંચની જગ્યા છોડવી જોઈએ.

ફ્રિજને લાંબા સમય સુધી સારું રાખવા માટે તમારે ઉપર જણાવેલ ભૂલો ટાળવી જોઈએ અને ઘરે ઉપયોગમાં લેવાતા આ ઇલેક્ટ્રિક ઉપકરણની ખાસ કાળજી લેવી જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શું તમે જાણો છો કે તમારી આ 6 ભૂલો ફ્રીજને જલ્દી ખરાબ કરી શકે છે”

Comments are closed.