ફરાળી પીઝા રેસિપિ

0
430
Farali Pizza

ફરાલ ફૂડ એ મૂળભૂત રીતે ખોરાક છે જે ઉપવાસના દિવસોમાં લેેેેવા મા આવે છેે. આજે ટ્રાય કરો જુદુુ હટકે જેનો સ્વાદા તમારી જીભ પર ચોટી જશે અને તમારી ભાવતી આઈટમ પિઝ્ઝાને ફરાળી સ્વરુપમાં ગમે તેટલું ખાસો તો પણ હવેે વજન વધવાની ચિંતા નહીં રહે. તો ચાલો આજે જાણીએ ફરાળી પિઝાની રેસિપિ ઘરે  કેવિ રિતે બનાવિ શકાય.

સામગ્રી :

 • 500 ગ્રામ બટાક લેવા
 • 50 ગ્રામ મોરિયાનો લોટ લેવો
 • 250 ગ્રામ દૂધી
 • 50 ગ્રામ કોપરાનું છીણ લેવું
 • 1 ટીસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો લેવો
 • 1 ઝૂડી લીલી કોથમીર
 • 1 લીંબુ લેવું
 • 25 ગ્રામ માખણ લેવું
 • તજ લવિંગ ખાંડ મરચું સ્વાદ અનુસાર
 • મીઠું સ્વાદ અનુસાર
 • તેલ જરૂર પ્રમાણે

Farali Pizza

બનાવવાની રીત

મોરિયાના લોટની કડક કણક બાંધો. હવે તેને હાથથી થપથપાવી રોટલો તૈયાર કરો. હવે બેકિંગ ડિશમાં તેલ લગાડી આ રોટલો શેકી લો. હવે રોટલા ઠંડા પડી જાય એટલે તેને ઉપયોગમાં લઈ શકો છો. હવે સિંગદાણા, કોથમીર, આદું, મરચાંમાં જરૂર પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ચટણી બનાવો લો . હવે દૂધીને છોલી છીણી લો, અને બટાકા ને બાફી છોલી લો. હવે એક વાસણમાં તેલ મુકી તેમાં તજ અને લવિંગથી વઘાર કરો અને દૂધી બટાકાના મીશ્રણને સાંતળી લો. હવેે આ ફરાળી પીઝાનું પુરણ તૈયાર છે. રોટલાને બેક કરો અને તેના પર ચટણી પાથરી દો. હવે તેના પર પુરણ પાથરો. રોટલાને બેક કરી તેને પીઝાની જેમ તૈયાર કરો. હવે દહીં કે ફુદીનાની ચટણી સાથે સર્વ કરો અને ફરાળી પીઝાની મઝા માનો