ઉપવાસ દરમિયાન બનાવો ફરાળી માલપુઆ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તમે ઉપવાસ તો કરતા હસો અને ઉપવાસ દરમિયાન શું ખાવુ તેના ગણા પ્રોબ્લેમ થતા હોય છે. તો આપણા પવિત્ર તહેવારના ઉપવાસ દરમિયાન ખાવું સાથે સાથે શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ દેખાવા માટે ખૂબ જ લોકપ્રિય ફરાળી માલપુઆ રેસીપી લઈને આવ્યા છીયે તો એક્વાર જોઇલો આ રેસીપી અને ઘરે બનવવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી :

 • સાબુદાણા નો લોટ,
 • શિંગોડાનો લોટ,
 • મોરૈયાનો લોટ
 • રાજગરાનો લોટ
 • (દરેક લોટ ૪ ચમચી)
 • ૩ ચમચી શેકેલો દૂધનો મોળો માવો
 • ૨ ચમચી એલચી પાવડર
 • ૨ ચમચી કાજુ પાવડર

બનાવવાની રીત :

સૌ પ્રથમ  સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, અને રાજગરા નો લોટ મિક્ષ કરી તેમા દૂધ ઉમેરીને જાડું ખીરું તૈયાર કરવું.  ત્યાર બાદ  સ્ટફિંગ તૈયાર કરવા માટે શેકેલો દૂધ નો મોળો માવો, એલચી પાવડર, અને કાજુ પાવડર મિક્ષ કરો લો. હવે કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું .

થોડીવાર પછી ઉથલાવવું, હવે ઉથ્લાયા પછી તેના પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી તૈયાર કરેલો માંલપુડો મૂકી દેવો. ત્યાર બાદ સહેજ પછી દબાવવું . હવે તેને ઉતારી બાદમ-પીસ્તાની કતરણ નાખી સર્વ કરો તો  તૈયાર છે ફરાળી માલપુઆ.

4

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: