ફરાળી ખાંડવી એક્દમ સરળ રીતે શીખી લો

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ખાંડવી જે દરેક ગુજરાતી ની સૌથી મનપસંદ રેસિપી છે. ફરાળી ખાંડવીની  જે તમે શ્રાવણ, નવરાત્રી જેવા પવિત્ર મહિના દરમિયાન ઉપવાસના દિવસોમાં ખાઈ શકો છો. હવે નવરાત્રિ આવી રહી છે અને ઘણા લોકો ઉપવાસ  નું પાલન કરે છે જ્યાં તેમને ફક્ત વિશિષ્ટ પ્રકારની ખાદ્ય વસ્તુઓ જ ખાવાની છૂટ છે. ખાદ્ય ચીજો સાથે વ્યક્તિ જે વસ્તુ બનાવી શકે છે તે મર્યાદિત છે અને તેથી અમે તેમને વસ્તુઓને વધુ આકર્ષિત કરવા, આકર્ષક બનાવવા માટે આજે તમારી માટે ફરાળી ખાંડવી લઇને આવ્યા છીયે.

સામગ્રી

 • શિંગોડાનો લોટ – ૧ વાટકી
 • ખાટી છાશ – ૩ વાટકી
 • લીલાં મરચાંની પેસ્ટ – ૨ ચમચી
 • કોપરાનું છીણ – ૨ ચમચા
 • મીઠું – સ્વાદ મુજબ
 • જીરું – અડધી ચમચી
 • મરચું – અડધી ચમચી
 • તેલ – વઘાર માટે

gujarati khandvi

બનાવવા માટે ની રીત:

સૌથી પહેલા એક તપેલીમાં શિંગોડાના લોટમાં છાશ રેડી, થોડું મીઠું ભેળવી તેમાં ગાંઠા ન બાઝે એ રીતે પલાળી દો. હવે આને મધ્યમ આંચે સતત હલાવીને ખાંડવી પાથરી શકાય એવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તમે હલાવતાં રહો. જ્યારે મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેને તેલ લગાવેલી થાળીમાં પાતળું પડ બને એ રીતે પાથરો દો. ઠંડુ પડે એટલે ચપ્પુથી લાંબા કાપા કરી તેના રોલ વાળી દો. ઉપર કોપરાનું છીણ ભભરાવી પ્લેટમાં ગોઠવો દો. હવે એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું બદામી રંગનું થાય એટલે મરચું નાખી આ વઘારને ખાંડવી પર રેડો તો હવે તૈયાર છે ફરાળી ખાંડવી .


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

%d bloggers like this: