Tuesday, September 27, 2022
Homeસ્વાસ્થ્ય40 વર્ષની ઉંમરે દરેક મહિલાઓએ આ 7 ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ

40 વર્ષની ઉંમરે દરેક મહિલાઓએ આ 7 ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ

સ્ત્રીઓ ઘરના બધા સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, પરંતુ તે હંમેશા પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા, જ્યારે મહિલાઓએ પણ તેમના સ્વાસ્થ્યનું એટલું જ ધ્યાન રાખવું જોઈએ જેટલું તે બીજા લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.

ઉંમર વધવાની સાથે દરેક વ્યક્તિના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો જોવા મળે છે, તેથી આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સારું સ્વાસ્થ્ય ઘણા પરિબળો પર નિર્ભર કરે છે, જેમાં જીનેટિક્સ અને આપણી જીવનશૈલીનો પણ સમાવેશ થાય છે.

સમય પસાર થતાની સાથે સાથે આપણા શરીરમાં નાના-નાના ફેરફારો થતા હોય છે. વધતી ઉંમરની સાથે મહિલાઓને પણ જીવનશૈલી સંબંધી ઘણી બીમારીઓ અને સમસ્યાઓ થવા લાગે છે. 40 વર્ષની ઉંમર સુધી આવતા આવતા સ્ત્રીઓમાં પેરીમેનોપોઝના લક્ષણો દેખાવા લાગે છે.

આનાથી શરીરમાં કેટલાક હોર્મોનલ ફેરફારો થાય છે અને ઊંઘની સમસ્યાઓ અને વજન વધવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ તે સમય હોય છે જ્યારે તમારે રોગોથી બચવા માટે કેટલાક શરૂઆતમાં જ ચેક-અપ કરાવી લેવા જોઈએ.

4

આ ચેક-અપ્સથી તમારું સ્વાસ્થ્ય કેવું છે અને તમારે સ્વસ્થ રહેવા માટે તમારી જીવનશૈલીમાં શું શું ફેરફાર કરવાની જરૂર છે તેની ખબર પડશે. તો ચાલો જાણીએ કયા મહત્વપૂર્ણ ચેક-અપ છે જેને મહિલાઓએ 40 વર્ષની ઉંમરે જ કરાવી લેવા જોઈએ.

ડાયાબિટીસ સ્ક્રીનીંગ : મોટાભાગે બેસીને કામ કરવાથી અને હાઈ બ્લડ પ્રેશરના કારણે સ્ત્રીઓને પણ ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પુરુષો જેટલું જ હોય ​​છે. આ પરીક્ષણ કેટલી વાર કરાવવું જોઈએ તે તમારા જોખમી પરિબળો પર આધાર રાખે છે. પરંતુ જો તમારું વજન સામાન્ય કરતા વધારે હોય અથવા આ રોગનો પારિવારિક ઇતિહાસ હોય તો તમારે થોડા મહિનાના અંતરાળમાં તેની તપાસ કરાવવી જોઈએ.

બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશરથી તમને હૃદયરોગનો હુમલો, કિડની ફેલ અથવા સ્ટ્રોક જેવા ગંભીર રોગો નું જોખમ વધી જાય છે. 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના વધુ હોવાથી તેમણે થોડા થોડા સમય પછી તેમનું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ.

કોલેસ્ટ્રોલ ટેસ્ટ : તમારી જીવનશૈલી, કોઈપણ પારિવારિક રોગ અને અમુક હેલ્થ કન્ડિશન ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય ટાઇપ 2 ડાયાબિટીસ પણ ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી દર વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ અવશ્ય કરાવવી જોઈએ.

પૈપ સ્મીયર ટેસ્ટ : વિશ્વભરમાં સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર સર્વાઇકલ કેન્સર છે અને પૈપ સ્મીયર ટેસ્ટમાં સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં સર્વિક્સમાંથી કેટલાક કોષો લેવામાં આવે છે અને માઇક્રોસ્કોપથી તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તમારે પણ દર ત્રણ વર્ષે પૈપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ.

બ્રેસ્ટ ચેકઅપ : સ્ત્રીઓમાં બીજું સૌથી વધારે જોવા મળતું કેન્સર સ્તન કેન્સર છે. આ માટે તમારે દરરોજ તમારા સ્તનનું જાતે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. આ સાથે વર્ષમાં એક વખત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ અને મૈમોગ્રામ કરાવવું જોઈએ, જેથી કેન્સર હોય તો તેની સારવાર કરીને તેને જડમૂળથી નાબૂદ કરી શકાય.

આંખની તપાસ : મહિલાઓએ દર વર્ષે તેમની આંખોની તપાસ અવશ્ય કરાવવી જોઈએ, ખાસ કરીને જો તેમને હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ હોય અથવા તેમના પરિવારમાં કોઈને આંખની બીમારીનો ઈતિહાસ હોય તો જરૂર તપાસ કરાવવી જોઈએ.

ત્વચાની તપાસ : ત્વચા આપણા શરીરનો સૌથી મોટો ભાગ છે અને આ જ કારણથી તમે તમારી ત્વચાને જોઈને તમારું સ્વાસ્થ્ય કેવું છે તે જાણી શકો છો. ત્વચાના ધબ્બા – ફોલ્લીઓ અથવા પિમ્પલ્સ તમારા શરીરમાં ગડબડ છે તે સંકેત આપે છે. જો તમને ત્વચામાં કોઈ ખતરનાક ફેરફારો દેખાય છે તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરવો.

40 વર્ષની ઉંમર આવતા આવતા મહિલાઓએ તેમની જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ, જેથી તેઓ રોગો અને બીજી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી દૂર રહી શકે. હેલ્દી ખોરાક લો અને લગભગ 30 મિનિટ કસરત કરો, જેથી ફિટનેસ જાળવી શકાય. તમારા ફ્રી સમયમાં તણાવ ઘટાડવા માટે નવો શોખ અપનાવો.

તમારા સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે આ સૌથી સારો સમય છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ઉપયોગી થશે અને આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -