Sunday, October 2, 2022
Homeસ્વાસ્થ્યદૂધ પીવાનો યોગ્ય સમય જાણી લેશો તો અનિંદ્રાની સમસ્યા, વજન, અપચો અને...

દૂધ પીવાનો યોગ્ય સમય જાણી લેશો તો અનિંદ્રાની સમસ્યા, વજન, અપચો અને પેટની બધી સમસ્યાઓ દૂર થઇ જશે

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદકારક છે અને બાળપણમાં મારી જેમ તમે પણ દૂધ ન પીવા માટે મમ્મીના ગુસ્સાનો સામનો કર્યો જ હશે. મારી મમ્મી મને દૂધ પીધા વિના શાળાએ જવા દેતી નથી. ત્યાં સુધી કે કોલેજ પણ દૂધ પીધા વગર જવાની પરમિશન નહોતી.

બાળકોનો પ્રથમ ખોરાક દૂધ છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે તેને ખુબ જ સારું માનવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાં મજબૂત કરવાનું કામ છે. દૂધ આપણને શક્તિ આપે છે કારણ કે તેમાં વિટામીન A, K અને B12, થાઈમીન અને નિકોટિનિક એસિડ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ હોય છે.

તેથી જે બાળકો દૂધ પીતા નથી તેમની માતાઓ તેમને દૂધ પીવા માટે ઠપકો આપે છે અને તેના ફાયદા પણ સમજાવે છે, પરંતુ દૂધને લઈને દરેકના મનમાં એક દુવિધા રહેલી હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે સવારે દૂધ પીવું જોઈએ, તો કેટલાક તેને રાત્રે પીવું સારું માને છે.

અને કેટલાક લોકોનું એવું કહેવું છે કે દૂધ સાંજે પીવું સારું હોય છે. જો કે, એવું માનવામાં આવે છે કે જો દૂધનું સેવન દિવસ દરમિયાન કરવામાં આવે છે તો તે દિવસભર આપણે ઊર્જાથી ભરપૂર રહીએ છીએ અને જો રાત્રે પીવામાં આવે તો તે મનને શાંત કરવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

4

પરંતુ જો તેનું સેવન સાંજે કરવામાં આવે તો દિવસભરનો થાક દૂર થાય છે અને બાળકોની આંખો પણ સારી રહે છે અને બીજી તરફ, આયુર્વેદ સવારે દૂધ પીવાને પ્રાથમિકતા આપે છે.

એક્સપર્ટ નો અભિપ્રાય : જો તમે પણ દૂધ પીવાના સાચા સમય વિશે હજુ પણ મૂંઝવણમાં છો, તો ચાલો જાણીએ આ દુવિધા વિશે. એક્સપર્ટ નું કહેવું છે કે, આપણે સવારે દૂધ પીવું જોઈએ. કારણ કે દૂધ પચવામાં ભારે હોય છે, તેથી સવારે દૂધ પીવાથી તે સરળતાથી પચી જાય છે.

પરંતુ એક્સપર્ટનું એ પણ કહેવું છે કે “જો તમને અસ્થમા કે આર્થરાઈટિસની સમસ્યા હોય તો રાત્રે દૂધ ના પીવું જોઈએ કારણ કે તેનાથી વધારે કફ બને છે અને સંધાઓમાં સુજન થઇ શકે છે. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય એટલે કે અનિદ્રાની સમસ્યા હોય, તો તમારે તેને રાત્રે પીવું જોઈએ.

દૂધ પીવું સારું માનવામાં આવે છે. આનાથી દિવસભરનો શરીરનો થાક દૂર થાય છે અને દૂધમાં ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડની હાજરી ઊંઘના હોર્મોનનું સ્તર વધારવામાં મદદ કરે છે, જેનાથી તમને સારી ઊંઘ આવે છે. આ સિવાય જો તમારું પેટ સવારે બરાબર સાફ ન થતું હોય તો પણ તમારે રાત્રે દૂધ પીવું જોઈએ.

હળદળવાળું ગરમ દૂધ અથવા ગરમ દૂધ સાથે એક ચમચી ઇસબગોલ લેવાથી બીજા દિવસે જ પેટ બરાબર સાફ થઈ જાય છે. હવે જો તમારું વજન વધારે છે અને ઓછું કરવું છે તો ગાયનું દૂધ પીવો. જો વજન વધારવું છે તો ભેંસનું દૂધ પીવો.

હવે ઉપર જણાવ્યા પ્રમાણે દૂધ ક્યારે અને કેવી રીતે લેવું હવે એ તમારે નક્કી કરવાનું છે કે તમારે દૂધ રાત્રે લેવું જોઈએ કે સવારે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -
x