dry fruits benefits for female in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે તમારી દરરોજની સવારની શરૂઆત કેવી રીતે કરો છો તેની તમારા આખા દિવસ પર સકારાત્મક અથવા નકારાત્મક અસર પડે છે. સવારનું હેલ્દી દિનચર્યા અપનાવવાથી તમે તમારી કામ કરવાની શક્તિમાં વધારો કરી શકો છો, તણાવ ઘટાડી શકો છો. દિવસભર ખુશ રહી શકો છો.

ઘણી સ્ત્રીઓ તેમની સવારની શરૂઆત જવાબદારીઓ સાથે કરે છે. જો તમારે બાળકો હોય તો તમારે તેમની સંભાળ લેવાની હોય છે. આ સિવાય મહિલાઓને સવારમાં ઘણાં કામ હોય છે જેમ કે સવારે નાસ્તો બનાવવો, ઘરની સાફ સફાઈ કરવી વગેરે.

અમે તમને એવી સલાહ નથી આપતા કે તમે તમારી જવાબદારીઓથી દૂર રહો. પરંતુ સત્ય એ છે કે, જો તમે હેલ્દી ખોરાકથી સવારની શરૂઆત કરશો તો તમે દરરોજ સવારે બધું કામ સારી રીતે કરી શકશો અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ પણ રહેશો.

એટલા માટે આજે અમે તમને કેટલાક ડ્રાયફ્રુટ અને બીજ વિશે જણાવીશું, જેને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. તો આવો જાણીએ કેવી રીતે સેવન કરવું અને દરેક વસ્તુના ફાયદા શું છે.

સામગ્રી : અંજીર 2, અખરોટ 1, બદામ 5-6, કાળી કિસમિસ 2, મિક્સ સીડ્સ 1 ચમચી.

રાત્રે સુતા પહેલા ડ્રાયફ્રુટ અને સીડ્સને (બીજ) આખી રાત માટે પલાળી રાખો. તેમને આખી રાત પાણીમાં પલાળીને રાખવાથી તેમની પોષણક્ષમતા વધે છે અને ઝડપથી પચી જાય છે. દરરોજ સવારે ખાલી પેટે ખાઈ લો. એ વાતનું ધ્યાન રાખો કે પાણી બિલકુલ ના હોવું જોઈએ.

ફાયદા : આ રીતે દરરોજ ખાવાથી એનર્જી લેવલ વધે છે. આયર્નનું સ્તર વધે છે અને હોર્મોન્સને સંતુલિત કરે છે. હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને વજન પણ નિયંત્રણમાં રાખે છે.

બદામ અને અખરોટના ફાયદા : બદામ અને અખરોટમાં વિટામિન-ઇ અને ઓમેગા-3 જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે અને એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે, વૃદ્ધત્વ ઝડપથી આવતા અટકાવે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

કાળા કિસમિસના ફાયદા : કાળી કિસમિસ આયર્નથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને કુદરતી રીતે ખાવામાં મીઠી હોય છે. તે એનિમિયાની સારવારમાં ખુબ મદદ કરે છે.

મિક્સ સીડ્સના ફાયદા : મિક્સ બીજ એ વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-કે, વિટામીન-બી 6, વિટામીન-ઇ, થિયામીન, નિયાસિન હોય છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સહનશક્તિમાં સુધારો કરે છે.

ટીપ : તેમને ઓરડાના તાપમાને જ પાણીમાં પલાળી રાખો અને માત્ર ચાના કપ અથવા મગ અથવા કાચના વાસણનો જ ઉપયોગ કરો. તમે પણ તમારા આહારમાં આ વસ્તુઓને સમાવેશ કરીને તમારી જાતને લાંબા સમય સુધી ફિટ અને સ્વસ્થ રાખો. ફિટ રહેવા સબંધિત આવી માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા