divyanka tripathi fitness secrets
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દિવ્યાંકા ત્રિપાઠી એવી ટીવી અભિનેત્રીઓમાંની એક છે, જેણે એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતા અને ફેશન સેન્સથી દરેકની પસંદ બની ગઈ છે. ફેશનેબલ સ્ટાઈલ ઉપરાંત અભિનેત્રી દિવ્યાંકા તેની ફિટનેસ માટે પણ વધુ ફેમસ છે.

38 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી એટલી ફિટ અને સુંદર દેખાય છે કે લગભગ દરેક મહિલા તેને ફોલો કરવાનું પસંદ કરે છે. દિવ્યાંકા તે અભિનેત્રીઓમાંની એક છે જે તેની ફિટનેસને લઈને ખૂબ ગંભીર છે અને ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર તેના ફિટનેસ વીડિયો અને ફોટા શેર કરીને ચાહકોને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.

આજે અમે તમને અમારી આજની મોટિવેશન સિરીઝ હેઠળ દિવ્યાંકાની ફિટનેસ સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ. તમે પણ આને અનુસરીને 38 વર્ષની ઉંમરે 25 જેવી ફિટનેસ મેળવી શકો છો.

સ્ટ્રેચિંગ

કોઈપણ વર્કઆઉટ કર્યા પછી, કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી ખૂબ જોઈએ. આનાથી કોઈપણ પ્રકારની ઈજા થવાની શક્યતા ઘટી શકે છે. ઉપરાંત, તે શરીરમાં કોઈપણ પ્રકારના સ્નાયુ તણાવને ઘટાડવામાં મદદરૂપ હોય છે. આટલું જ નહીં, દરરોજની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હૃદયને સ્વસ્થ રાખી શકે છે અને ફ્લેક્સિબિલિટી પણ વધારી શકે છે.

‘યે હૈ મોહબ્બતેં’ ની અભિનેત્રી આ વીડિયોમાં સ્ટ્રેચિંગ પર ફોકસ કરી રહી છે. અભિનેત્રીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “તે સ્ટ્રેચિંગ કરતી વખતે ખુબ ખુશ અનુભવે છે.”

યોગ

છેલ્લા કેટલાક વર્ષોમાં યોગનું મહત્વ દેશ દુનિયામાં ઘણું વધી ગયું છે. દિવ્યાંકા પોતાને ફિટ રાખવા માટે અનેક પ્રકારના યોગા પણ કરે છે, આ વીડિયો જોઈને તમને ખબર પડે છે.

વિડીયોના કેપ્શનમાં તે જણાવે છે કે, “ઘણા લોકો મને પૂછે છે કે ખુશી શું છે. હું તમને કહી દઉં કે, ઉત્સાહ સાથે જીવન જીવું છે, જ્યાં શીખવું વધુ મહત્વનું છે. હું દરરોજ અવરોધોને તોડીને વિજયની ખુશી સાથે ઉજવણી કરું છું. હું મારી જાતને એવી વસ્તુઓ કરવા માટે પ્રેરિત કરું છું જે મેં ક્યારેય વિચાર્યું ન હતું. સુખ તે વાત પાર નિર્ભર કરે છે તમે શું કરવા માંગો છો.’

વીડિયોમાં તે ચક્રાસન અને ફુલ સ્પ્લિટ જેવા પોઝ આપતી અને યોગ બ્લોક્સની મદદથી કેટલાક યોગ પોઝ કરતી જોઈ શકાય છે. યોગ બ્લોક્સ ફોર્મને સુધારવામાં અને શરીરને વધુ લવચીક બનાવવામાં મદદ કરે છે. યોગ બ્લોક્સ જેવા પ્રોપ્સ યોગ્ય મુદ્રામાં આવવામાં મદદ કરે છે. આ ઈજાના જોખમને ઘટાડીને યોગને સરળ બનાવે છે.

પિલાટેસ

અભિનેત્રીઓ સહિત આપણામાંની ઘણી સ્ત્રીઓ માટે ફિટનેસ જીવનનો એક માર્ગ છે. અન્ય દરેક વસ્તુની જેમ, જો વિવિધતાને સમાવિષ્ટ કરવામાં ન આવે તો ફિટનેસ તમને થાકની લાગણી છોડી શકે છે. એવું લાગે છે કે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા પણ આ જ મંત્રમાં માને છે. આ દિવ્યાંકાની જૂની તસવીર છે જેમાં તે Pilates કરતી જોવા મળી રહી છે.

આ શારીરિક પ્રવૃત્તિ સ્નાયુઓને મજબૂત કરવા માટે કરવામાં આવે છે. ઉપરાંત, તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને સાંધા અને પીઠના દુખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત, તે તમારા હૃદય માટે સારું છે.

તમે પણ આ એક્સરસાઇઝ અને યોગ કરીને દિવ્યાંકાની જેમ 25 વર્ષના ફિટ રહી શકો છો. જો તમને પણ સેલેબ્સની ફિટનેસ સાથે જોડાયેલી કોઈ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ વાર્તાઓ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

Image and Article Credit: Instagram.com (@divyankatripathidahiya)

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા