ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે. જેમાં દર્દીઓએ તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો લોકોનું સુગર લેવલ હાઈ થઈ જાય છે, તો તેઓને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનિયંત્રિત બ્લડ સુગર દર્દીઓમાં હૃદયરોગ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે.
એક સર્વે અનુસાર, દેશમાં ડાયાબિટીઝના 75 ટકા દર્દીઓમાં સુગરનું પ્રમાણ અનિયંત્રિત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ એવા કેટલાક ઘરેલું ઉપાય જેનો ઉપયોગ અચાનક વધી જતા બ્લડ સુગરને નિયંત્રણ કરવામાં કરી શકાય છે.
જાંબુના પણ અને જાંબુના ઠળિયા ડાયાબિટીસ ને કંટ્રોલ કરી શકે છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. જે સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. તેને એન્ટિ ડાયબિટીક ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જાંબુના સુકાઈ ગયેલા ઠળિયાને પીસી લો. આ પેસ્ટનું દિવસમાં 2 વખત સેવન કરો. ડોકટરો કહે છે કે, તેને સવારે ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.
ગ્રીન ટી સુગર લેવલને અંકુશમાં રાખવામાં મદદ કરે છે, તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. ગ્રીન ટી પોલિફેનોલનો ઉત્તમ સ્રોત કહેવામાં આવે છે. જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ કરે છે. ગ્રીન ટી ને સવારે અને સાંજે પી શકો છે.
ડાયાબિટીસ દર્દીઓ માટે તજનું સેવન અસરકારક ગણવામાં આવે છે. તજનો ઉપયોગ ઇન્સ્યુલિન સેન્સેટિવિટી વધારવામાં પણ અસરકારક સાબિત થાય છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદગાર છે. તજ પાવડર અને લીંબુથી બનેલું પીણું લો. આ સિવાય આ પાઉડરમાંથી બનેલી ચા અથવા ઉકાળો પીવાથી પણ ફાયદો થાય છે.
મેથીના દાણા લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવામાં મદદગાર છે. જે લોકો નિયમિતપણે તેનું સેવન કરે છે, તેમના બ્લડ સુગનું સ્તર નિયંત્રિત રહે છે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને તેને સવારે ખાલી પેટ ગાળીને પીવો.
તંદુરસ્ત રહેવા, વજન ને મેઇન્ટેન અને ડાયાબિટીઝનું જોખમ ઘટાડવામાં વ્યાયામ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો મને છે કે, ડાયાબિટીસના દર્દીઓ માટે એરોબિક્સ કસરત ફાયદાકારક છે. ચાલવાથી પણ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.