ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી ઢોકળી નું શાક

0
700

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા જેવું તીખું સ્પાઈસી અને સોફ્ટ ઢોકળી સાથે તૈયાર કરીશું. કાઠિયાવાડી ઢોકળી નું શાક. આ શાક તમે રોટલી કે રોટલા સાથે ખાસો તો બહુ જ મજા આવશે. તો જોઈલો અસલ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી શાક કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી: 

 • ૧ કપ ચણાનો લોટ  
 • ૧ કપ છાશ
 • અડધો કપ પાણી
 • મીઠું મરચું
 • અડધી ચમચી હરદળ
 • અડધી ચમચી ધાણાજીરૂ
 • તેલ
 • લીલાં મરચાંના ટુકડા
 • લસણ
 • આદુનો ટુકડો
 • હીંગ
 • લસણ ની ચટણી
 • રાઇ 
 • અજમો
 • ૧ ચમચી રાઇ
 • ૧ ચમચી જીરૂ
 • ૨ સૂકા લાલ મરચાં
 • મીઠાં લીમડાના પાન
 • કોથમીર

ઢોકળી નું શાક બનાવવાની રીત:

સો પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ સાથે મીઠું, મરચું, હરદળ,અને ધાણાજીરૂ ને એડ કરો. હવે થોડું થોડું પાણી એડ કરી ને  લોટ ને મિક્સ કરતા જાઓ. બધુ સારી રીતે મીક્ષ થઈ જાય પછી છાશ એડ કરો. છાશ ને બરાબર મિક્ષ કરી લો.

એક પેન માં થોડું તેલ એડ કરી તેમાં લીલાં મરચાંના ટુકડા, લસણ, હીંગ, અદુદો ટુકડો એડ કરીને બધું સારી રીતે હલાવો. તમે લસણ ને સ્કીપ કરી શકો છો પણ લસણ નો ઉપયોગ કરો તો સારું. આદુ અને લસણ તેલ સાથે સારી રીતે સંતળાઈ જાય એટલે ગેસ ને ધીમો કરી જે ઢોકળી નું બેટર તૈયાર કર્યુ છે તે એડ કરો.

૪-૫ મિનિટ માટે હલાવતાં જાઓ, બેટર માંથી છાશ અને પાણી બધું એબજોબ થઈ જશે. હવે તેમાં ૧ ચમચી તેલ એડ કરો અને હલાવો. તમે જોઈ શકસો કે ઢોકળી પેન માં થોડી પણ ચોટસે નહી અને બેટર લોટના સ્વરૂપ માં આવી ગયું હસે. તો હવે આપણી ઢોકળી નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ગેસ ને બંધ કરી દો.

પ્લેટ ને તેલ થી બરાબર ગ્રીશ કરીલો. અને ઢોકળી ને પ્લેટ માં લઇલો. હવે ઢોકળી ને પ્લેટ માં સ્પ્રેડ કરી લો. તમારે ઢોકળી ની થીકનેસ જેટલી જાડી કે પાતળી જોઈતી હોય તે પ્રમાણે કરી શકો. હવે ઉપર થોડું તેલ લગાવી લો જેથી ઢોકળી ડ્રાય નહી થાય. હવે ૫ મિનિટ માટે તેને ઠંડું થવા દો. 

૫ મિનિટ પછી ઢોકળી નાં પિસ કરીલો.  અહીં ઢોકળી નાં પીસ એકદમ સોફ્ટ જોવા મળશે. હવે જેટલી ઢોકળી છે તેમાંથી અડધી ઢોકળી નું શાક બનાવાનું છે. 

ઢોકળી નું શાક બનાવા માટે

૩ ચમચી તેલ પેન માં લઈ તેમાં લસણ ની ચટણી એડ કરો. અહીં તેલ ઠોડું વધારે હલકું ગરમ કરવાનું છે. ( લસણ ની ચટણી કેવી રીતે બનાવવી તે તમે અમારી વેબસાઇટ પર જોઇ શકો છો). લસણ ની ચટણી ને બરાબર મિક્સ કરી લો. હવે ગેસ ને ધીમો કરી તેમા રાઇ, અજમો, સુકા મરચા, મીઠાં લીમડાના પાન અનેહિંગ એડ કરી વગાર કરી લો. અહીં તેલ વધારે ગરમ હસે તો તમારો વગાર બળી જસે તો તેનું ઘ્યાન રાખવું કે તેલ વધારે ગરમ નાં હોય. હવે તેમા હરદળ, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો.

બધા મસાલાને બરાબર મિક્ષ કરી લો. હવે થોડું પાણી એડ કરો. પાણી એડ કર્યા પછી તેમાં ૧ કપ ખાટી છાશ ઉમેરો. પાણી એડ કર્યાં પછી છાશ તમે એડ કરશો તો વધુ સારું. જ્યારે છાશ ઉમેરો ત્યારે થોડી થોડી ઉમેરી તેને હલાવતાં જાઓ. હવે બધુ મિક્સ થઈ ગયાં પછી ૩-૪ મિનિટે માટે ધીમા ગેસ પર રવાદો. ૩-૪ મિનિટ પછી બબલસ જોવા મળશે. હવે જે ઢોકળી બનાવી છે એ ઢોકળી ઉમેરતાં જાઓ. ઢોકળી એડ કર્યા પછી ઢાંકણ વડે ઢાંકી ૫ મિનિટ માટે થવા દો. ૫ મિનિટ પછી તમે જોઈ શકશો કે તેલ છૂટું પડી ગયું હસે. તેલ છૂટું પડે એટલે ગેસ ને બંધ કરી દો. તમારી જેટલી ઢોકળી પાતળી જોઈતી હોય એટલી તમે રાખી શકો છો.

તો આપડું શાક તૈયાર છે. હવે થોડી કોથમીર એડ કરી દો. તો તમારી ઢોકળી શર્વ કરવા તૈયાર છે. તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા