dant na dukhava no upay
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જયારે તમને દાંતનો દુખાવો થાય છે ત્યારે સહન કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આ એટલા માટે પણ છે કારણ કે દાંતના દુખાવાની સાથે આંખમાં દુખાવો, કાનનો અને માથાનો દુખાવો પણ શરુ થઇ જાય છે. ઘણા લોકો માટે આ ખૂબ જ પીડા આપનાર દુખાવો હોય છે.

જો કે દાંતના દુખાવામાં દર વખતે પેઈન કિલર ખાવી તે પણ તે સારું નથી. પેઈન કિલર આપણા શરીર માટે સારી નથી અને જો તમારી સમસ્યા ઘણી વધી ગઈ છે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ ક્યારેક થોડો દુખાવો થાય છે અથવા જો દાંત ઠંડા અને ગરમ લાગે છે તો તમે ઘરેલું ઉપચાર પણ કરી શકો છો.

1. જામફળના પાન : જામફળના પાન પણ દાંતના દુખાવામાં રાહત આપવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. જામફળના પાનમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ દાંતના દુખાવાને દૂર કરી શકે છે. આ માટે તમે જામફળના પાનને ઉકાળીને તેના પાણીથી માઉથ વોશ બનાવીને ઉપયોગ કરી શકો છો.

2. બરફ નો શેક : જો તમે ક્યારેય કોઈ દાંતની ટ્રીટમેન્ટ કરાવી હશે તો તમે જાણતા હશો કે ડોકટર હંમેશા દુખાવા અને સોજાને દૂર કરવા માટે આઈસ પેકથી શેકાઈ કરવાનું કહે છે. તમે કૂલિંગ પેડ, આઈસ પેક અથવા ટુવાલ પર બરફ નાખીને તેનો શેક લઇ શકો છો.

3. પેપરમિન્ટ : જો તમારા પેઢા સંવેદનશીલ થઇ રહયા છે અને દુખાવો થાય છે અથવા ઠંડા કે ગરમ લાગે છે તો પેપરમિન્ટ તેલ અથવા પેપરમિન્ટ ટી-બેગ કામમાં આવી શકે છે. આ માટે, પીપરમિન્ટ તેલના થોડા ટીપાં પાણીમાં મિક્સ કરીને કોગળા કરો અથવા જો તમે ટી-બેગનો ઉપયોગ કરી રહ્યાં હોય તો ટી-બેગને ઠંડુ થવા દો અને જ્યારે તે સહેજ ગરમ હોય ત્યારે તેને પેઢા પર લગાવો અને તેને શેક કરો. જો તમને ગરમ બિલકુલ નથી જોઈતું તો તમે આ જ પદ્ધતિનો ઉપયોગ ઠંડા પાણીથી પણ કરી શકો છો.

4. લસણ : લસણ પણ દાંતના દુખાવામાં રાહત આપવા માટે સારું સાબિત થઈ શકે છે. લસણની પેસ્ટ બનાવીને દાંત કે પેઢામાં દુખાવો થાય છે તેના પર લગાવો. પરંતુ તમને જણાવી દઈએ કે તેનો સ્વાદ ખૂબ જ ખરાબ હોઈ શકે છે તો તમે કાચા લસણની કળીને પણ ચાવી શકો છો.

5. માઉથ વોશ અને ફ્લોસ : જો તમને તમારા દાંતની વચ્ચે કંઈક અટવાઈ ગયું છે અને તેના કારણે દુખાવો થાય છે તો તેને દૂર કરવા માટે માઉથ વૉશ અને ફ્લોસ એક સારો ઉપાય હોઈ શકે છે.

6. લવિંગ : લવિંગ તેલ અને લવિંગ બંને દાંતના દુઃખાવાને દૂર કરે છે. લવિંગના તેલના થોડા ટીપાં રૂમાં નાખીને દાંત પર લગાવો. તમે લવિંગને દાંતની વચ્ચે દબાવી શકો છો. જે દાંત દુખે છે તેની નીચે લવિંગ મૂકો અને તેને બીજી બાજુના દાંત વડે દબાવો. લવિંગનો રસ એ દાંત પર લગાવવો જોઈએ. પેઢામાં દુખાવો થતો હોય તો લવિંગનું તેલ ફાયદાકારક છે.

7. મીઠાના પાણીના કોગળા : મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાના દુખાવાની સાથે તે દાંતના દુખાવામાં પણ અસરકારક છે. હકીકતમાં તે કુદરતી જંતુનાશકની જેમ કામ કરે છે. જો તમારા દાંતમાં કંઈક ફસાઈ ગયું હોય અને તેના કારણે દાંતમાં દુખાવો થતો હોય અથવા પેઢા પર સોજો આવી ગયો હોય તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1/2 ચમચી મીઠું નાખીને કોગળા કરો.

8. જઉં : જઉંનું પાણીમાં અનેક ગુણો હોવાનું જાણવા મળે છે. તે દવા તરીકે કામ કરી શકે છે અને જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો જઉંના જ્યુસનો ઉપયોગ માઉથ વોશ તરીકે કરી શકાય છે.

9. દબાણ કરો : જો દાંતમાં તીવ્ર દુખાવો થતો હોય તો પછી દાંત પર થોડું દબાણ કરો. અંગૂઠાની મદદથી આ કામ કરો. દબાણ કરવાથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે અને પીડામાં થોડી રાહત થાય છે.

જો તમને ઘદાંત દુખાવાની વધારે તકલીફ હોય તો તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. જો તમને અહીં ઉપયોગમાં લેવાતી કોઈપણ સામગ્રીથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરશો નહીં. જો દુખાવો બે થી ત્રણ દિવસથી વધારે ચાલુ રહે છે તો તમારે દાંતના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી આયુર્વેદીક ટિપ્સ ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા