dant no dukhavo thavo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો હું તમને પૂછું કે તમે સવારે ઊઠીને સૌથી પહેલા શું કરો છો, તો તમારો જવાબ ચોક્કસ બ્રશ કરવું હશે. મૌખિક આરોગ્ય સંભાળમાં બ્રશ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી આપણને બાળપણથી જ દિવસમાં બે વાર બ્રશ કરવાની સલાહ આપવામાં આવેલી છે.

આ એક એવી પ્રથા છે જે આપણે વર્ષોથી દરરોજ કરતા આવ્યા છીએ. પણ તેમ છતાં આપણે અજાણતામાં એવી કેટલીક ભૂલો કરતા રહીએ છીએ અને પછી તે ભૂલોનું વારંવાર પુનરાવર્તન આપણી ટેવ પડી જાય છે.

પરંતુ આ ભૂલોને કારણે તમને બ્રશ કરવાનો પુરે પૂરો લાભ નથી મળતો અને અમને તેના વિશે ખબર પણ નથી હોતી. આ પછી તમારે દાંતોની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આજે આ લેખમાં અમે બ્રશની એ જ ભૂલો વિશે વાત કરી રહ્યા છીએ જે તમારે ખરેખર ભૂલથી પણ ના કરવી જોઈએ.

લાંબા સમય સુધી બ્રશ ના કરવું : આપણે બધા સવારે ઉતાવળમાં હોઈએ છીએ અને તેથી આપણે જલ્દીથી બ્રશ કરીએ છીએ. કેટલાક લોકો માત્ર 30 થી 40 સેકન્ડમાં બ્રશ કરે છે જેના કારણે તમારા દાંત અને મોં બરાબર સાફ થતું નથી. જો તમે દિવસમાં બે વાર સંપૂર્ણ બે મિનિટ સુધી તમારા દાંત સાફ કરો તો તે વધારે સારું રહેશે.

ખૂબ દબાણ આપીને બ્રશ કરવું : બ્રશ કરતી વખતે કરવામાં આવતી આ એક સામાન્ય ભૂલ છે. કેટલાક લોકો એવું વિચારે છે કે જો તેઓ બ્રશ કરતી વખતે વધારે જોર આપશે તો તેમના દાંત શ્રી રીતે સાફ થઇ જશે. જો કે આ એક ખોટી માન્યતા છે કે તમારા સ્ટ્રોકની શક્તિ તમારા દાંતને સાફ કરે છે.

તેના બદલે સત્ય એ છે કે તમારા બ્રશની ગતિ દાંતની સફાઈ કરે છે. તમે કદાચ તે જાણતા નહીં હોય પરંતુ તમારા દાંતને ખૂબ જોરથી ભાર આપીને બ્રશ કરવાથી તમારા દાંતના પેઢાને નુકસાન થઈ શકે છે અને દાંતની સંવેદનશીલતા વધી શકે છે.

બ્રશને અમુક સમય પછી ના બદલવો : આ પણ એક સૌથી મહત્વપૂર્ણ પગલું છે જેની આપણે કાળજી લેવી જોઈએ. કેટલાક લોકો એકવાર બ્રશ ખરીદે છે અને જ્યાં સુધી તેના બરછટ બહાર ના આવી જાય અને તે સંપૂર્ણપણે ખરાબ ના થઇ જાય ત્યાં સુધી તેઓ તેને બદલવાનું જરૂરી નથી સમજતા.

જો કે તમારે આવું કરવાનું બંદ કરવું જોઈએ. સારી ઓરલ હેલ્થ માટે એવું માનવામાં આવે છે કે તમારે દર ત્રણ મહિને તમારા બ્રશને બદલવો જોઈએ. ભલે તે બરછટ ના થયો હોય, તે સામાન્ય રીતે ત્રણ મહિના પછી તેની અસરકારકતા ગુમાવી બેસે છે.

ખોટી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો : જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે તે ખૂબ જ મહત્વનું છે કે તમે યોગ્ય ટૂથપેસ્ટને પસંદ કરો. આજના સમયમાં દરેક બ્રાન્ડમાં અનેક પ્રકારની ટૂથપેસ્ટ બજારમાં મળે છે, જેના કારણે તમારા માટે યોગ્ય ટૂથપેસ્ટ પસંદ કરવી મુશ્કેલ છે.

એટલા માટે ટૂથપેસ્ટ પસંદ કરતી વખતે તમે તેની સામગ્રી પર વિશેષ ધ્યાન આપો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક ટૂથપેસ્ટમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારા દંતવલ્કને અને પેઢાને નુકસાન પહોંચાડી શકે છે અને પછીથી સમસ્યા ઊભી કરી શકે છે.

દરેક વખતે એક જ પેટર્નમાં બ્રશ કરવું : તમે કદાચ આ ભૂલને ક્યારેય ધ્યાનમાં નહીં લીધી હોય, પણ આપણામાંથી મોટાભાગના લોકો દરરોજ આ ભૂલને વારંવાર કરે છે. જો તમે હંમેશા તમારા દાંત ઉપર જમણી બાજુથી બ્રશ કરવાનું શરૂ કરો છો અને તળિયે ડાબી બાજુએ સમાપ્ત કરો છો તો તમે બ્રશ કરતી વખતે ફક્ત તમારા દાંતનો એક જ ભાગ સાફ કરી રહ્યા છો.

તેનાથી બચવા માટે તમે તમારા દાંત સાફ કરવાની રીતને બદલો. આ સુનિશ્ચિત કરશે કે તમારા બધા દાંત સારી રીતે સાફ થાય છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો રસોઈનીદુનિયા સાથે આવા જ બીજા લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા