daily routine for healthy skin
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે નાના હોય કે મોટા, તંદુરસ્ત હોય કે બિનઆરોગ્યપ્રદ, આપણી આદતો મળીને રૂટિન બનાવે છે. લાંબા સમય સુધી ફિટ અને સુંદર દેખાવા માટે આપણી દિનચર્યાને સારી બનાવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ, આપણે ઘણીવાર આ તરફ ક્યારેય ધ્યાન આપતા નથી. કેટલાક લોકો એવું પણ માને છે કે દિનચર્યા બનાવવી અને તેનું નિયમિતપણે પાલન કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ નાના ફેરફારો તમારામાં મોટા તફાવત લાવી શકે છે. આ ચોક્કસપણે સાચું છે.

હકીકતમાં, તમારી જે પણ આદતો હોય છે, તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. હેલ્દી ટેવોને જો નિયમિત અને સતત અપનાવવામાં આવે તો તે તમને સ્વસ્થ બનાવવાની સાથે સુંદરતામાં પણ વધારો કરે છે. જો કે દરેક વ્યક્તિની જીવનશૈલી અલગ હોય છે, પરંતુ કેટલીક સામાન્ય સારી આદતો છે જેને દરેક વ્યક્તિ તેના સારા સ્વાસ્થ્ય માટે અપનાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by dt.ramitakaur (@dt.ramitakaur)

એટલા માટે આજે અમે તમને આવી જ 3 ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને રોજ રાત્રે સૂતા પહેલા અપનાવીને તમે તમારામાં ઘણો બદલાવ જોઈ શકો છો. આ માહિતી મૈટરનલ અને ચાઈલ્ડ ન્યૂટ્રિશિયન્ટ ડોક્ટર રમિતા કૌરે આપી છે.

પહેલું કામ

તમારી સવારની તંદુરસ્ત શરૂઆત કરવા માટે 5 બદામ, 2 અખરોટ અને 1 ચમચી કોળા અને સૂર્યમુખીના બીજને પલાળી રાખો. આ સાથે જ તાંબાના વાસણમાં 1 ગ્લાસમાં પાણી નાખીને રાખો.

બદામ ના ફાયદા

બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીનની સાથે-સાથે ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામીન-ઈ હોય છે. બદામમાં રહેલા વિટામિન-એ અને ઇ તમારી ત્વચા માટે ખૂબ સારા હોય છે. ઉપરાંત, બદામ એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે અને જ્યારે આપણે તેને પલાળી દઈએ છીએ, ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે.

અખરોટના ફાયદા

અખરોટમાં કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. આ તમામ પોષક તત્વો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે .

કોળુ અને સૂર્યમુખીના બીજના ફાયદા

સૂર્યમુખીના બીજમાં મિનરલ્સ, વિટામીન-ઈ, મેગ્નેશિયમ, મેંગેનીઝ વગેરે જેવા પોષક તત્વો હાજર હોય છે. જયારે કોળાના બીજમાં સૂર્યમુખીના બીજ કરતાં થોડી ઓછી કેલરી હોય છે. જો કે, કોળાના બીજમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ થોડી વધુ માત્રામાં જોવા મળે છે.

બીજું કામ

don't use Mobile
Image credit – freepik

સારી ઊંઘ આવે તે માટે, સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા તમામ ગેજેટ્સને સ્વિચ ઓફ કરી દો. ગેજેટ્સમાંથી નીકળતી બ્લુ લાઇટ તમારી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. સ્માર્ટફોન, લેપટોપ અથવા તેના જેવા ગેજેટ્સની સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ સ્લીપ હોર્મોન મેલાટોનિનને દબાવી દે છે. જેના કારણે ઉંઘ મોડી આવે છે અને બીજા દિવસે સવારે પણ થાકનો અનુભવ થાય છે.

સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ જ નહીં, ફોનમાંથી સતત આવતી બીપનો અવાજ પણ ઊંઘ બગાડી શકે છે. દર વખતે જ્યારે કોઈ નવી નોટિફિકેશન આવે છે, ત્યારે આપણને ઘભરાહટ થવા લાગે છે.

ત્રીજું કામ

તમારા મનને શાંત કરવા માટે ઓછા પ્રકાશમાં 10 મિનિટ ઊંડા શ્વાસ લો. જ્યારે ઊંડા શ્વાસ લેવામાં આવે, ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ ઓક્સિજન લોહીની સાથે આખા શરીરમાં વહે છે. આના કારણે શરીરના તમામ અંગો પોતાનું કામ સારી રીતે કરી શકે છે, કારણ કે તેમને લોહી, ઓક્સિજન અને આયર્ન મળે છે.

આ અવશ્ય વાંચો: દૂધમાં આ પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવી લો, માત્ર 20 મિનિટમાં અપ્સરા જેવા દેખાવા લાગશો

ઊંડા શ્વાસ લેવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. તે ગુસ્સો ઘટાડે છે, તણાવ ઘટાડે છે, ધ્યાન રાખવાની શક્તિ વધારે છે, ઊંઘ સુધારે છે અને પાચન સુધારે છે. આ સિવાય તે ત્વચા પર ચમક પણ લાવે છે અને વાળ ખરતા ઘટાડે છે.

તમે પણ દરરોજ રાત્રે આ 3 કામ કરીને પોતાને ફિટ, સુંદર અને યુવાન રાખી શકો છો. જો તમને અમારો આજનો આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો

35 વર્ષની ઉંમરે પણ 30 ના દેખાશો, અઠવાડિયામાં એકવાર સવારે કરી લો આ 4 કામ

લાખોની રૂપિયાની દવા અસર નહીં થાય ત્યાં આ જ્યુસ અસર કરશે

આયુર્વેદ મુજબ શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે આ પૌષ્ટિક આહારને ખાવાનું ચાલુ કરો

ગૃહિણીઓ દરરોજ ઘરનું પોતું કરવાની સાથે કરો આ કામ, તમારા કમરની અને પેટની આસપાસની જમા થયેલી ચરબી માખણની જેમ પીગળી જશે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા