dahi no upyog gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેલ્શિયમ ઉપરાંત મેગ્નેશિયમ, વિટામિન બી5, વિટામિન ડી, પ્રોટીન જેવા તત્વો દહીંમાં મળી આવે છે, જ્યારે તમે દહીંને ત્વચા પર લગાવવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે.

પરંતુ શું તમે જાણો છો કે દહીંથી વાળ ધોવાથી વાળને ઘણા ફાયદા થાય છે. શેમ્પૂને બદલે જો તમે દહીંથી વાળ ધોશો તો તેનાથી વાળ ખરતા અટકે છે અને ચમકદાર, મજબૂત બને છે. ચાલો જાણીએ દહીંથી વાળ ધોવાના શું ફાયદા છે?

ડેન્ડ્રફ દૂર કરો : દહીંમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણોને કારણે તે ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. ડેન્ડ્રફ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક નાની ચમચી ચણાનો લોટ અને અડધો કપ દહીં મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે તેને 20 મિનિટ સુધી વાળમાં લગાવીને રાખો અને પછી તેને પાણીથી ધોઈ લો.

વાળનો ગ્રોથ : દહીં વાળને મજબૂત કરવાની સાથે વાળના વિકાસમાં પણ મદદ કરે છે, વાળનો વિકાસ વધારવા માટે વાળમાં દહીં લગાવી શકો છો. તેનાથી વાળ મજબૂત થાય છે અને વાળના ગ્રોથમાં પણ વધારો થાય છે.

ખંજવાળ ઓછી કરે છે : ઘણી વખત ઋતુ બદલવાને કારણે માથામાં ખંજવાળ આવવા લાગે છે. પરંતુ વધુ પડતી ખંજવાળ માથાની ચામડીને નુકસાન થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે દહીંથી વાળ ધોઈ શકાય છે, જો તમે ઇચ્છો તો દહીંમાં લીંબુ પણ મિક્સ કરી શકો છો.

દહીંનો હેર માસ્ક : દહીંનો ઉપયોગ વાળ પર હેર માસ્ક તરીકે પણ કરી શકાય છે, આ માટે, નહાવાના અડધો કલાક પહેલા વાળમાં દહીં લગાવીને છોડી દો, હવે 30 મિનિટ પછી વાળને ધોઈ લો. આમ કરવાથી વાળ મજબૂત બને છે અને ચમકદાર પણ બને છે.

તો હવે જો તમારે પણ વાળની કોઈ સમસ્યા છે તો તમે પણ શેમ્પુનો ઉપયોગ કરવાને બદલે દહીંનો ઉપયોગ કરી શકો છો. આવી જ જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા