cooker saf kevi rite karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બજારમાં આજકાલ ઘણા પ્રકારના વાસણો આવી ગયા છે પરંતુ મોટાભાગની ગૃહિણીઓને નોન-સ્ટીક વાસણો વધારે ગમે છે. તેનું એક મોટું કારણ એ છે કે ખૂબ જ ઓછા તેલ અને ઘી થી નોન-સ્ટીક વાસણોમાં ખોરાક બનાવી શકાય છે.

આ વાસણો દેખાવમાં પણ સુંદર લાગે છે પરંતુ તેમની સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને નોન સ્ટિક કૂકરનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ અને તેને સ્વચ્છ પણ રાખવું જોઈએ.

વાસ્તવમાં નોન-સ્ટીક વાસણોને સાફ રાખવા કોઈ મુશ્કેલ કામ નથી તેને પણ સરળતાથી સાફ કરી શકાય છે, પણ જો તેમાં ખોરાક બળી જાય કે ખોરાક તેમાં ચોંટી જાય તો તેને સાફ કરવું ખુબ મુશ્કેલ બની જાય છે. પ્રેશર કૂકરનો ઉપયોગ લગભગ દરરોજ થતો હોય છે.

કેટલીકવાર કૂકર પણ બળી જાય છે અથવા ખોરાક તેમાં ચોંટીને એક પડ બની જાય છે. જો સામાન્ય કૂકરમાં આવું થાય તો તમે તેને લોખંડના સ્ક્રબથી સાફ કરી શકો પણ નોન-સ્ટીક પ્રેશર કૂકરને લોખંડના સ્ક્રબથી સાફ કરવાથી તે ખરાબ થઇ શકે છે. તેથી જ તમે કેટલીક સરળ ટિપ્સને અપનાવીને નોન-સ્ટીક પ્રેશર કૂકરને સાફ કરી શકો છો.

બેકિંગ સોડા અને વિનેગર : બેકિંગ સોડા અને વિનેગર બંનેમાં એક્સ્ફોલિએટિંગ ગુણો રહેલા છે. આ બંનેને મિક્સ કરીને એક જાડું બેટર તૈયાર કરો. આ બેટરને પ્રેશર કૂકરમાં એવી જગ્યાએ લગાવો જ્યાં વધારે દાઝી ગયું હોય, ડાઘા હોય અથવા ખોરાક ચોંટી ગયો હોય.

આ પછી મિશ્રણને કુકરમાં 15 થી 20 મિનિટ માટે આમ જ છોડી દો. થોડી વાર પછી તમે જોશો કે ડાઘ હળવા થઈ જશે અને ચોંટેલો ખોરાક પણ સરળતાથી દૂર થઈ જશે. પછી તમે ડીશવોશરથી કૂકર સાફ કરી શકો છો.

ઓલિવ તેલ અને મીઠું : નોન-સ્ટીક કૂકરની ચમક જાળવી રાખવા અને ડાઘને હળવા કરવા માટે તમે ઘરે જ ડીશવોશર બનાવી શકો છો અને આ માટે તમારે નીચે મુજબ જણાવેલ સામગ્રીની જરૂર પડશે-

સામગ્રી : 1 ચમચી ઓલિવ તેલ, 1 ચમચી મીઠું, 1 ચમચી ડીશવોશર

બનાવવાની રીત : એક બાઉલ લો અને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું અને ડીશવોશરને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ફોમના સ્ક્રબમાં લગાવીને કૂકર સાફ કરો. તેનાથી કુકરમાં તેલ, ઘી અને બળી ગયેલા નિશાન બધું ગાયબ થઈ જશે.

જો કૂકરમાં ખોરાક ચોંટી ગયો છે અને તેને કાઢવામાં કોઈ સમસ્યા હોય તો કુકરમાં 5 મિનિટ માટે ગરમ પાણી ભરીને રાખો. તેના પછી કુકરને હોમમેઇડ ડીશવોશરથી સાફ કરો. તમારું કૂકર નવા જેવું ચમકવા લાગશે.

ગરમ પાણી અને લીંબુ : જો કૂકરમાં ભાત, દાળ કે ખીચડીને રાંધવામાં આવી છે અને બળવાને કારણે તે કૂકરના તળિયે ચોંટી જાય તો દેખીતી રીતે તે સરળતાથી દૂર નહીં થાય. તો તમે પાણીને ગરમ કરો અને તેમાં એક લીંબુનો રસ નાખો.

લીંબુનો રસ કાઢ્યા પછી છાલને ફેંકી દો નહીં પણ તમે પાછળથી તેનો ઉપયોગ કૂકરને સાફ કરવા માટે કરી શકો છો. કૂકરમાં ગરમ ​​પાણી ભરીને 10 મિનિટ સુધી રાખો. આમ કરવાથી કૂકરમાં અટવાયેલો બધો ખોરાક ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. જો કૂકરમાં ચીકાશ અથવા તેલ અને હળદરના ડાઘ લાગ્યા છે, તો તે જગ્યા પર લીંબુની છાલને હળવા હાથેથી ઘસો.

આમ કરવાથી તે ડાધ અને ચીકાશ દૂર થઇ જશે. જો તમને પણ આ નોન-સ્ટીક કૂકર સાફ કરવા માટેની ટિપ્સ સારા લાગ્યા છે તો આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા