pressure cooker safety tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

લગભગ દરેક ભારતીય ઘરમાં પ્રેશર કૂકરનો ઉપયોગ થાય જ છે અને આવી સ્થિતિમાં તમે પણ દરરોજ તેમાં કંઈક ને કંઈક રાંધતા જ હશો. પ્રેશર કૂકર જેટલું સુવિધાજનક છે તેટલું તે ખતરનાક પણ હોય છે અને પ્રેશર કૂકર ખરાબ થવું એ જ મોટી સમસ્યા બની શકે છે.  મોટાભાગના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે પરંતુ તેના સંબંધિત કેટલીક સેફટી ટિપ્સની અવગણતા કરે છે.

પ્રેશર કૂકરના રબરથી લઈને તેની વ્હિસલ અને સેફ્ટી વાલ્વથી લઈને પાણીના સ્તર સુધી બધું જ પરફેક્ટ હોવું જોઈએ નહીંતર કુકર ખરાબ થઇ શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. તો ચાલો જાણીયે કે પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે આપણે સુરક્ષિત રીતે કેવી રીતે ઉપયોગ કરી શકીયે.

1. કૂકરમાં રાંધતા પહેલા બધી વસ્તુઓ તપાસી લો : એના પહેલા જયારે તમે તમારું પ્રેશર કૂકર ચાલુ કરો તે પહેલાં તમારે બધા તેના સાધનોને યોગ્ય રીતે તપાસવા જોઈએ. જેમ કે તેનું રબર ગાસ્કેટ, તેના ઢાંકણનું ફિટિંગ, વ્હિસલનું ફિટિંગ, સેફટી વાલ્વ વગેરે. વર્ષમાં એકવાર રબર ગાસ્કેટને બદલવું વધારે સારું હોય છે.

2. પ્રેશર કૂકરને વધારે ના ભરો, નહીંતર ફૂટી શકે છે : પ્રેશર કૂકરની સૌથી મોટી અને સૌથી સામાન્ય ભૂલ એ હોય છે કે લોકો પ્રેશર કૂકરને ઓવરફિલ એટલે પૂરું ભરે છે. તમારી આ પદ્ધતિ યોગ્ય નથી અને આ નાની ભૂલ પણ પ્રેશર કૂકર ફાટવાનું એક કારણ હોઈ શકે છે.

જો પ્રેશર કૂકરમાં વધારે પડતો ખોરાક ભરવામાં આવે તો તે પ્રેશર કૂકરના રીલીઝ વેન્ટમાં ખોરાક ફસાઈ જાય છે અને જો વરાળને બહાર નીકળવાની જગ્યા નહિ મળે તો તે અંદર દબાણ બનાવવાનું ચાલુ રાખશે અને કુકર ફૂટી પણ શકે છે.

આવા સમયે ઈલેક્ટ્રિક પ્રેશર કૂકર ખૂબ જ વરાળ બને ત્યારે તે આપોઆપ બંધ થઈ જાય છે, પરંતુ જો પ્રેશર કૂકરને ગેસ રેગ્યુલેટરમાં રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે.

3. પ્રેસર રિલીઝ થયા પહેલા કુકરનું ઢાંકણું ખોલવાનો પ્રયાસ ના કરો : ઢાંકણની ટોચ પર આપવામાં આવેલી સીટીનો ઉપયોગ કરો અને પ્રેસર રિલીઝ થયા વગર ક્યારેય ઢાંકણ ખોલવાનો પ્રયાસ કરશો નહીં. ઢાંકણને બળપૂર્વક ખોલવાથી ઘણી બધી વરાળ એકસાથે નીકળી જાય છે અને ખોરાક બહાર આવે છે અને તમે વરાળથી બળી પણ શકો છો અને જો દબાણ ખૂબ વધારે હોય તો તે કુકર વિસ્ફોટ કરી શકે છે.

કૂકરનું ઢાંકણું પાણી પતી ગયા પછી પણ જામ થઈ જાય છે ત્યારે અંદર વરાળનું પ્રેશર ખૂબ જ વધારે હોય છે અને એટલા માટે જરૂરી છે કે તમે તે સમયે સીટી કાઢી લો અને કૂકરને વહેતા પાણીની નીચે રાખો અને તેને આમ જ રહેવા દો. તે સમયે પણ ઢાંકણ ખોલવાનો પ્રયાસ કરવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

4. ફૂલવાવાળા ખોરાકનું ધ્યાન રાખો : ફૂલવાવાળો ખોરાક પ્રેશર કૂકરના ઢાંકણને સરળતાથી ચોંટી શકે છે અને તેમાં ઢોકળા, ઈડલી, કેક, ચોખા, મકાઈ, કઠોળ વગેરેનો સમાવેશ થાય છે જેને રાંધવામાં આવે ત્યારે તે ફૂલી જાય છે અને તમારે તેને બાકીના કરતા ઓછા ભરવા જોઈએ. આવા સમયે તમે તે ખોરાક રાંધતા હોય જેમાં વધારે આથો હોય તો સીટી કાઢીને તેને જ રાંધો.

5. તિરાડોનું ધ્યાન રાખો : તમારે પ્રેશર કૂકરના કોઈપણ ભાગ પર કોઈપણ તિરાડોની કાળજી લેવી જોઈએ અને જો રબર પર થોડી પણ તિરાડ હોય તો તેને બિલકુલ ના લગાવો. કારણ કે જો તિરાડોને કારણે વરાળ બહાર નીકળે તો તે પણ ખોટું સાબિત થઈ શકે છે. પ્રેશર કુકરની વરાળથી લોકો દાઝી ગયા હોય તેવા પણ રિપોર્ટ સામે આવ્યા છે.

શું જરૂર કરવું જોઈએ? પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો. દર વર્ષે તમારા કૂકરનું રબર બદલો. કૂકરની વ્હીસલ અને સેફ્ટી વાલ્વ દર 6 મહિને સાફ કરવો જોઈએ. જો તમે કૂકરને ધોતી વખતે રબર કાઢી લીધું હોય, તો તેનો ફરીથી ઉપયોગ કરતા પહેલા તેને ઢાંકણ પર સારી રીતે ફિટ કરો. જો જરા પણ ઉપર નીચે થાય તો તેનો ઉપયોગ કરશો નહીં.

આ કુકર સબંધિત બધી ટિપ્સ તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને તમારે તેનું જરૂરથી પાલન કરવું જ જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી કિચન ટિપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા