coconut benefits for health
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને જણાવી એ કે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર નારિયેળ પાણીનું સેવન છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકપ્રિય પસંદગી બની ગયું છે. પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સાથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી, નારિયેળ પાણીમાંથી તમામ પ્રકારના સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ છે.

આયુર્વેદ અનુસાર, નાળિયેર પાણી પાચન અને પેશાબની સમસ્યાઓ ઘટાડવાની સાથે વીર્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર નારિયેળ પાણીમાં રહેલા પ્રાકૃતિક ઈલેક્ટ્રોલાઈટ્સ સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક બનાવે છે.

તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પણ ઓછું હોય છે. નિષ્ણાતો અનુસાર, શરીરને અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર કરવા માટે દરરોજ નાળિયેર પાણીનું સેવન કરી શકાય છે. ડાયાબિટીસ જેવા દર્દીઓ માટે નારિયેળ પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ નારિયેળ પાણીથી થતા અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે.

પોષક તત્વોથી ભરપૂર: નારિયેળના પાણીમાં 94 ટકા પાણી અને બહુ ઓછી ચરબી હોય છે. આ સિવાય શરીરને જરૂરી અનેક પ્રકારના પોષક તત્વો તેના સેવનથી સરળતાથી મેળવી શકાય છે. એક કપ (240 મિલી) નાળિયેર પાણીમાં 60 કેલરી હોય છે.

આ ઉપરાંત, તેમાં કાર્બોહાઇડ્રેટ્સ (15 ગ્રામ), ખાંડ (8 ગ્રામ), કેલ્શિયમ (દૈનિક જરૂરિયાતના 4 ટકા), મેગ્નેશિયમ (દૈનિક જરૂરિયાતના 4 ટકા), ફોસ્ફરસ (દૈનિક જરૂરિયાતના 2 ટકા) અને પોટેશિયમ (દૈનિક જરૂરિયાતના 15 ટકા) મેળવી શકાય છે. આ બધા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરે: નારિયેળ પાણીમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફ્રી રેડિકલ્સ, ઓક્સિડેટીવ સ્ટ્રેસની સમસ્યામાં વધારો કરે છે, જે કોષોને નુકસાન પહોંચાડે છે અને ઘણા પ્રકારના રોગોનું જોખમ વધારે છે.

તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટી શકે છે. શરીરમાં ફ્રી રેડિકલ્સ પણ ઘણા પ્રકારના ગંભીર ચેપનું કારણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક: નાળિયેર પાણીનું સેવન બ્લડ કેન્સરનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નાળિયેર પાણી મેગ્નેશિયમના સારા સ્ત્રોત તરીકે જાણીતું છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારી શકે છે.

નારિયેળ પાણીનું સેવન હ્રદયના રોગોમાં ફાયદાકારક છે: નારિયેળ પાણી પીવાથી હૃદયરોગના જોખમને ઓછું કરવામાં મદદ મળે છે. એક અભ્યાસ પ્રમાણે નાળિયેર પાણી હાઈ બ્લડ પ્રેશરથી પીડિત વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર ઘટાડવા માટે ફાયદાકારક હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગનું જોખમ વધારે છે.

આ સિવાય નારિયેળ પાણીમાં પોટેશિયમની હાજરી તેને હૃદયની બીમારીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક બનાવે છે. તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા