Bred Pakoda recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા(Bred Pakoda). બ્રેડ પકોડા આમ તો બધાના પ્રિય હોય છે, પણ જો બરાબર માપ સાથે બનાવામાં આવે તો ખાવામાં બહુજ મજા આવે છે. જો તમારે બ્રેડ પકોડા માં તેલ રહી જતું હોય તો એની પણ આજે તમને ટીપ્સ આપીશું. આ પકોડા એકદમ ક્રિસ્પી બંને છે તો  રેસિપી એકવાર જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર કરજો.

બ્રેડ પકોડા નો માવો બનાવવા માટે

  • ૨ ચમચી તેલ
  • ચપટી હીંગ
  • ૧ નંગ લસણ ની કરી
  • ૧ નાનો આદુનો ટુકડો
  • ૧ નાનાં લીલા મરચાનો ટુકડો
  • ગરમ મસાલો
  • ૨ મીડિયમ સાઇઝ ના મેશ કરેલા બટેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ધાણાજીરું પાઉડર
  • લાલ મરચું પાઉડર
  • હળદળ
  • લીંબૂ નો રસ
  • કોથમીર

પકોડા માટેનું બેટર બનાવવા માટે

  • ૧/૪ કપ ચણાનો લોટ
  • ૧/૪ કપટ મેદા નો લોટ
  • પાણી
  • હળદળ
  • લાલ મરચું
  • હીંગ
  • સ્વાદ પ્રમાણે મીઠું

પકોડા ભરવા માટે

  • નાની સાઇઝ ની બ્રેડ
  • સેઝવાન ચટણી
  • મસાલો

બ્રેડ પકોડાનો મસાલો બનાવાની રીત

bred pakoda recipe

એક પેન મા તેલ લઈ પેનને  ગેસ પર ગરમ કરવા મુકો. હવે તેમા હીંગ, લસણ, આદુ અને મરચાંની ટુકડાં એડ કરો. હવે તેમા ગરમ મસાલો એડ કરી, અડધી મીનીટ માટે તેને સાંતળી લો. હવે તેમા મેશ કરેલા બટાકા, સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાઉડર, લાલ મરચું, હળદળ અને લીંબુ નો રસ  અને કોથમીર એડ કરો. અહિયાં બધો મસાલો એડ થઈ ગયો છે તો તેને બરોબર હલાવી મિક્ષ કરી લો. મસાલો બરાબર થઈ જાય પછી તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડો થવા દો.

બ્રેડ પકોડા માટે બેટર બનાવવા

bred pakoda recipe

એક બાઉલ માં અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ મેદા નો લોટ એડ કરો. અહિયા મેદા નો લોટ લેવાથી તમારે પકોડા પર જે તેલ રહી જાય છે તે તેલ રહેસે નહિ. હવે તેમા હળદળ, મરચુ, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે પાણી થોડું થોડું એડ કરતા જાઓ અને બેટર ને તૈયાર કરતા જાઓ. થોડીવાર હલાવતાં જસો એટલે બેટર તૈયાર થઈ જસે.

પકોડા ભરવા માટેની રીત

bred pakoda

સૌ પ્રથમ ૨ બ્રેડ લો. બ્રેડ પર સેઝવાન ચટણી લગાવી લો. આ ચટણી તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ કે ઓછી લગાવી શકો છો. તમે લીલી ચટણી નો ઉપયોગ કરી શકો છો. હવે એક બ્રેડ પર તૈયાર કરેલો મસાલો લગાવો. મસાલો બરાબર લગાઈ જાય પછી બીજી બ્રેડ તેના મૂકી દો. અહિયાં તમારું એક બ્રેડ પકોડા માટેનુ બ્રેડ પકોડું તૈયાર થઇ ગયુ છે. આજ પ્રમાણે તમે બાકીના બ્રેડ પકોડા તૈયાર કરી લો.

પકોડા ને તરવા માટે

bred pakoda

એક પેન માં તેલ લઇ પેન ને ગેસ પર મુકો. તેલ ગરમ થઈ જાય પછી તેલ માં થોડુંક મીઠું એડ કરો. તેલ માં મીઠું એડ કરવાથી પકોડા મા જરાય તેલ નહિ રહે અને પકોડા ક્રિસ્પી બનશે. હવે જે પકોડા બનાવ્યા છે તેને બનાવેલાં બેટર માં ડુબાડી તેને તેલ માં તરવા માટે મુકો. અહિયાં તમારું તેલ બરાબર ગરમ થવું જરૂરી છે. પકોડા જ્યારે જાતે તરીને ઉપર આવે ત્યારે તેને બીજી બાજુ ફેરવી દો. બંને બાજુ પકોડા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને બહાર પ્લેટ માં કાઢી લો.

bred pakoda recipe

તો અહિયાં તમારાં ગરમા ગરમ પકોડા બનીને તૈયાર થઇ ગયાં છે. મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા