Bombay Ice Halwa Recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.

પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય. તો આજે અમે તમને બોમ્બે આઈસ હલવો ઘરે જ બનાવતા શીખવીશું. આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે. તો ચાલો જોઈલો બોમ્બે આઈસ હલવો બનાવવાની રીત.

બોમ્બે આઈસ હલવો બનાવવા માટે જરૂર સામગ્રી

  • ½ કપ ઠંડુ દૂધ
  • ½ કપ ઘી
  • ½ કપ મેંદો
  • 1 કપ આખી ખાંડ
  • 8-10 કેસરના તાર ને 2 ચમચી ગરમ દૂધમાં પલાળીને રાખવા અથવા પીળો ફૂડ કલર
  • ¼ ટીસ્પૂન એલચી પાવડર
  • ¼ ટીસ્પૂન એલચીના દાણા
  • 2-3 ચમચી પિસ્તાના ટુકડા
  • 2-3 ચમચી બદામના ટુકડા

બોમ્બે આઈસ હલવો બનાવવાની રીત

એક કડાઈમાં દૂધ, મેલ્ટ કરેલું ઘી, મેંદો અને આખી ખાંડ લો. બધું સારી રીતે મિક્સ કરી દો.
હવે હલવાને પીળો કલર આપવા માટે કેસરનું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હલવાને પાથળવા બટર પેપરને ઘીથી ગ્રીસ કરીને બાજુ પર રાખો. (1/4 કપ ઘી લેવું).

હવે હલવો બનાવવા માટે તૈયાર કરેલા મિક્સરને ગેસ પર, એક કડાઈ મૂકી ને ધીમા ગેસમાં હલાવતા રહો. મિક્સરમાં ખાંડ હોવાથી ખાંડ ઓગળવાથી શરૂઆતમાં મિક્સર ઢીલું થયેલું દેખાશે. 10 થી 15 મિનિટ સતત હલાવતા રહો.

10 થી 15 મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે અને પેનની સપાટી છોડવા લાગશે. અહીંયા તમારે મિક્સરને થોડી સાઈન આપવી હોય તો તમે એક ચમચી ઘી એડ કરી શકો છો. હવે ગેસ બંધ કરી બનાવેલા મિક્સરને બટર પેપરમાં સ્થાનાંતરિત કરો. તેને ઝડપથી ફેલાવો. હવે મિક્સરને ઝડપથી ગ્રીસ કરેલા વેલણનો ઉપયોગ કરી તમારા માપ પ્રમાણે જાડુ કે પાતળું ફેલાવો.

હવે હલવા પર એલચી પાવડર, એલચીના થોડા આખા દાણા, પિસ્તાની ચીરી અને બદામની ચીરી નાંખો. હવે તેના પર ગ્રીસ કરેલા બટર પેપરની બીજી શીટ મૂકો અને મિશ્રણને હળવા હાથે વેલણની મદદથી ફેલાવો. આમ કરવાથી બધા ડ્રાયફ્રૂઇટ સારી રીતે હલવા પાર સ્ટિક થઇ જશે. બીજા બટર પેપરને ઉપરથી લઇ લઇ લો.

આ મિશ્રણને 2 કલાક માટે ઠંડુ થવા દો અથવા 15 થી 20 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. હવે હલવો બરાબર સેટ થઈ જાય પછી તેને ચોરસ પીસમાં કાપી લો. તો અહીંયા તમારો બોમ્બે બરફનો હલવો રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા માટે સર્વ કરવા અથવા સ્ટોર કરવા માટે તૈયાર છે.

બોમ્બે આઈસ હલવો બનાવતા પહેલા આટલી નોંધ લો

  • હલવા માટે માત્ર ઓગળેલા ઘીનો જ ઉપયોગ કરવો.
  • ખાંડ આખા દાણાવારી જ લેવી. દળેલી ખાંડનો ઉપયોગ ન કરવો.
  • દૂધ, ઘી અને લોટ સરખી માત્રામાં લો.
  • હલવાના મિશ્રણને મધ્યમ-ધીમી આંચ પર રાંધો, ઊંચા તાપમાને રાંધશો નહીં.
  • મિશ્રણને હલાવો અને પકાવો જ્યાં સુધી તે પેનની બાજુઓ છોડે નહીં.
  • હલવાના મિશ્રણને ખુબજ ઝડપથી ફેલાવો.
  • ડ્રાયફ્રૂટ્સ અને એલચીને વેલણની મદદથી દબાવો, જેથી તે હલવા સાથે સરળતાથી ચોંટી જાય.

જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂર જણાવશો, અને અને આવીજ રેસીપી દરરોજ જાણવા અને શીખવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા