Sunday, October 2, 2022
Homeસ્વાસ્થ્યહૃદયના રોગોનું એક મુખ્ય કારણ, કોઈ પણ દવા વગર બ્લડ પ્રેશરને નિયંત્રિત...

હૃદયના રોગોનું એક મુખ્ય કારણ, કોઈ પણ દવા વગર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની 7 સ્માર્ટ રીતો

ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઘેરી લે છે. આ સમસ્યાને કારણે ચક્કર આવવા, કોઈપણ કામમાં રસ ન લાગવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે દિવસેને દિવસે ચિડ઼ચિડ઼ા થઇ જવાય છે, કામ કરવાની ક્ષમતા ઘટી જાય અને અનિદ્રાનો શિકાર થઇ જાય છે.

ઘણી વાર કંઈ પણ કરવા છતાં આ સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. તો આજે આ લેખમાં અમે તમને એવી કેટલીક સ્માર્ટ રીતો વિશે જણાવીશું, જેના દ્વારા તમે તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત રાખી શકો છો.

આજકાલ જીવન જીવવાની રીત બદલાઈ ગઈ છે. આ વધતા જતા મશીનો પરની વધતી જતી નિર્ભરતાને જીવન સરળ બની ગયું છે, પરંતુ તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી ગઈ છે. હાઈ બ્લડ પ્રેશર એક છે. આ રોગ ભલે નાનો લાગે,પરંતુ તે હૃદય સંબંધિત રોગોનું એક મહત્વનું કારણ છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખુબ જ જરૂરી છે.

1. દરરોજ લસણની 2 કળી ખાઓ : લોહીનું જાડું થવું એ હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ હોય છે. પરંતુ લસણ લોહીના ગઠ્ઠાને જામવા દેતું નથી અને તે કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરે છે. આ રીતે, લસણ બ્લડ પ્રેશરને ઠીક કરવામાં ખૂબ જ સારો ઘરેલુ ઉપચાર છે.

4

2. લીંબુ સરબત : લીંબુનો રસ રક્તવાહિનીઓને નરમ અને લવચીક બનાવે છે. જેના કારણે બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. હૂંફાળા પાણીમાં એક-એક ચમચી આદુ,લીંબુનો રસ અને થોડું ઠંડુ પડ્યા પછી મધ ભેળવીને અઠવાડિયામાં બે-ત્રણ વાર પીવો.

3. ડુંગળીનો રસ અને મધ : ડુંગળીનો રસ લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. ડુંગળીનો રસ લોહીને શુદ્ધ કરે છે અને નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડુંગળીનો રસ અને મધ સરખા માત્રામાં ભેળવીને દિવસમાં બે ચમચી લેવાથી બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

4. આદુનો એક નાનો ટુકડો : એન્ટીઑકિસડન્ટવાળું આદુથી રક્ત પરિભ્રમણને સુધારે છે, ધમનીઓની આસપાસના સ્નાયુઓને આરામ મળે છે, જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે.

5. મેથીના દાણા ચાવીને ખાઓ : રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવો અને મેથીના દાણાને ચાવીને ખાઈ જાઓ. આ ઉપાયથી બ્લડ પ્રેશર ઝડપથી ઘટી જશે.

6. દરરોજ અડધી ચમચી તજ ખાઓ : દરરોજ સવારે અડધી ચમચી તજનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે અને આ કુદરતી રીતે દવા કરવાની સારી રીત છે.

7. નિયમિત 200 ગ્રામ મોટી ઈલાયચી ખાઓ : ઈલાયચી એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન-સી અને જરૂરી મિનરલ્સથી ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી શરીર ટોક્સિન ફ્રી રહે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે. આ માટે 200 ગ્રામ ઈલાયચી લઈને તેને તવા પર શેકી લો. આ રાખને પીસીને ગાળી લો અને તેને સ્વચ્છ શીશીમાં ભરી લો. હવે તેનું મધ સાથે સેવન કરો.

તો તમે પણ આ ઉપર જણાવેલી 7 ઘરેલુ ઉપાયોન અજમાવીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -