અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માનવ શરીર જુદા જુદા અંગોનું બનેલું છે. દરેક અંગો શરીરમાં જુદી જુદી રીતે કામ કરે છે. કોઈ પણ એક અંગ વગર તમારું શરીર પૂર્ણ ન કહેવાય.શરીરમાં રહેલા દરેક અંગને કાર્ય કરવા માટે લોહીની જરૂર પડે છે એટલા માટે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય તેટલું જ જરૂરી છે.

આ માટે શરીરમાં પૂરતું લોહી હોવું એટલું જ જરૂરી છે. ઘણા લોકોના શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે. જો શરીરમાં લોહીની ઉણપ થાય તો ઘણી નાની મોટી સમસ્યા શરીરમાં થવા લાગે છે. જો આ બધી સમસ્યા ન થવા દેવી હોય અને શરીરને લોહીથી ભરપૂર રાખવું હોય તો કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

આ વસ્તુઓ શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને શરીરમાં લોહીની ઉણપ થવા દેતું નથી અને લોહીમાં વધારો કરે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે. સૌ પ્રથમ જાણીએ કે શરીરમાં લોહીની ઉણપ હોય તો શરીરમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે.

જો શરીરમાં લોહીની ઉણપ હોય તો વધુ પડતો થાક લાગે છે, શરીરમાં ઓછી ઉર્જા રહે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, માથાનો દુખાવો થવા લાગે છે, ચક્કર આવવા, ત્વચા પીળી થવી અને પગ દુખવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. હવે જાણીએ કે લોહીની ઉપન દૂર કરવા શું કરવું જોઈએ.

કિસમિસ: કિસમિસ તમારા શરીરમાં લોહી વધારવામાં ઘણી મદદ કરે છે. થોડાક કિસમિસ લઇ તેને હુંફાળા પાણીમાં સારી રીતે ધોઈ લેવા. ત્યારબાદ તેને દૂધમાં નાખીને ઉકાળી અને પછી તેનું સેવન કરવું. જો દિવસમાં બે થી ત્રણ વાર પીવામાં આવે તો તમને ઘણો ફાયદો થાય છે .

આ સાથે તે શરીરમાં થાક અને નબળાઈ દૂર કરે છે. કિસમિસમાં ફાઈબર સારા પ્રમાણમાં જોવા મળે છે જે કબજિયાત વારા દર્દી માટે નો રામબાણ ઈલાજ છે. રાત્રે પાણીમાં કિસમિસને પલાળી અને તેને સવારે ચાવી ચાવીને ખાવામાં આવે તેમજ તે પાણી પીવામાં આવે તો આંતરડા અને પેટ સાફ રહે છે.

પાલક: પાલકનું સેવન શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન જોવા મળે છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરી અને લોહીની માત્રામાં વધારો કરે છે. પાલકનું સેવન તમે જુદી જુદી રીતે કરી શકો છો જેમ કે કઢી બનાવી અથવા અન્ય રીતે ખાઈ શકો છો.

જે લોકોની યાદશક્તિ નબળી છે તે લોકો પાલકનું નિયમિત સેવન કરે તો યાદશક્તિ મજબૂત થાય છે. માટે ખાસ વિદ્યાર્થીઓ માટે પાલકનું સેવન ખુબજ ફાયદાકારક છે.

ટામેટા: ટામેટા શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. ટામેટા ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે ત્વચા પણ સુધરે છે. ટામેટા કાચા ખાઈ શકો છો અથવા તો સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો. પાકા ટમેટા નો રસ બનાવી અને દરરોજ તે રસ પીવાથી આતરડામાં જામેલો સુકો મડ છૂટો પડે છે અને જૂનામાં જૂની કબજીયાત પણ દૂર થાય છે.

કેળા: કેળા ને પોટેશિયમનો ભંડાર કહેવામાં આવે છે, તેથી તેનું સેવન કરવાથી શરીરમાં શક્તિ સાથે શરીરની ચરબી વધે છે. જો હાડકા નબળા પડી ગયા હોય તો કેળા જરૂર ખાવા જોઈએ. કેળા ખાવાથી શરીરને તુરંત એનર્જી પ્રાપ્ત થાય છે આ સાથે કેળા ત્વચામાં પણ સુધારો કરે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા