2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી બિસ્કીટ ભાખરી બનાવવાની રીત

0
634
biscuit bhakri banavani rit

બિસ્કીટ ભાખરી બનાવવાની રીત: આજે આપણે જોઇશું એકદમ નવી રેસિપી. આ રેસિપી નું નામ છે “બિસ્કીટ ભાખરી”. આ ભાખરી તમે બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ ભાખરી બનવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. ચા કે અથાણાં સાથે તમેં આ ભાખરી ને ખાઈ શકો છો. તો ચાલો આ રેસિપી બનાવવાની રીત જોઇ લઈએ.

  • સામગ્રી:
  • એક વાટકી ઘઉંનો કરકરો લોટ
  • એક વાટકી રોટલીનો લોટ
  • એક ચમચી તલ
  • ૧/૪ ચમચી અજમો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી કાળા મરીનો ભુકો
  • એક ચમચી આદુ અને મરચાની પેસ્ટ
  • ત્રણ ચમચી તેલ
  • એક વાટકી સમારેલી કોથમીર
  • પાણી
  • ઘી

બિસ્કીટ ભાખરી બનાવવાની રીત:  

એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ, રોટલીનો લોટ, તલ, હાથથી મશરેલો અજમો, કાળાં મરીનો ભૂકો સ્વાદ પ્રમાણે મીઠું, આદું મરચાની પેસ્ટ, તેલ અને કોથમીર એડ કરી ને બધું હાથની મદદથી મિક્સ કરી લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જઈને સારી રીતે કઠણ લોટ તૈયાર કરી લો.

અહિયાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ ઢીલો નાં થઈ જાય. તો અહિયાં કણક બનીને તૈયાર થઈ ગઈ હશે. હવે આ કણક ને ૫ મીનીટ માટે બાજુમાં ઢાંકીને રાખી લો.

૫ મીનીટ પછી કણક માંથી નાના નાના લુવા લઈ ને પુરીની જેમ થોડી જાડી ભાખરી ને વણી લો. અહિયાં તમારે ભાખરી ને થોડી જાડી જ રાખવાની છે. વધુ પાતળી ભાખરી વણવી નહિ.

હવે દરેક ભાખરી ને ચમચી વડે કે ચપ્પા ની મદદ થી ઉપર ની બાજુથી કટ કરી લો( કાના પાડવા). ભાખરી ને કટ કરવાથી તે ફૂલતી નથી અને ક્રિસ્પી બને છે.

હવે એક તવી ને ગેસ પર ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે તેમાં એક એક કરીને વણેલી ભાખરી એડ કરતા જાઓ. હવે આ ભાખરી ને ઘી મા શેકવાની છે તો તેના માટે થોડું ઘી તવીમાં એડ કરો.

ઘી એડ કર્યાં પછી તેને સારી રીતે બંને બાજુ શેકી લો. આ ભાખરી ને તમારે થોડી લાલ રંગ ની થાય ત્યાં સુધી શેકવાની છે. તો અહિયાં તમારી આ બિસ્કીટ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે.

તમે આ ભાખરી તમારા બાળક ને નાસ્તા માં ડબામાં કે ટિફિન માં પણ આપી શકો છો. આ ભાખરી તમે બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો, તો આ રેસિપી ઘરે બનાવવાનો જરૂર થી પ્રયત્ન કરજો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.