bhojan pachi ungh ke alas avavi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે જાણીશું કે બપોરના ભોજન પછી આપણને ઊંઘ કેમ આવે છે: ઘણી વાર ભોજન કર્યા પછી ઘણા લોકોને ઊંઘ આવતી હોય એ આપણે જોયેલું અને અને ઘણા લોકોએ તેને અનુભવ્યું પણ હશે. એવું કહેવામાં આવે છે કે ખોરાક એનર્જી આપે છે, તેમ છતાં કેટલીક વાર આપણે આળસ અનુભવીએ છીએ.

બપોરના ભોજન પછી ઊંઘ કેમ આવે છે: શરીરના સર્વાંગી વિકાસ માટે ખોરાક લેવો ખૂબ જરૂરી છે, જે આપણને એનર્જી આપે છે અને આપણે દિવસના તમામ કામો યોગ્ય રીતે કરી શકીએ છીએ. પરંતુ કેટલીકવાર જમ્યા પછી આપણને આળસ આવવા લાગે છે અને આવી સ્થિતિમાં આપણને નિંદ્રા અથવા તો ઊંઘ જેવું લાગે છે.

પરંતુ શું તમે જાણો છો કે આવું વારંવાર કેમ થાય છે અને તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? ખોરાક લીધા પછી આળસ અને ઊંઘ એકદમ સામાન્ય બાબત છે, કેમ કે શરીરમાં તમામ પ્રકારના ખોરાકને પચાવવું સરળ નથી, પરંતુ આના કેટલાક કારણો છે.

ખાધા પછી તમારા એનર્જી સ્તરમાં ઇન્સ્યુલિન મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. જ્યારે તમે ખોરાક ચાવતા હો ત્યારે, તમારું ઇન્સ્યુલિનનું સ્તર વધી .આ સ્તર વધવાનું કારણ એ છે કે તે ખાતરી કરે છે કે તમારા શરીરમાં બ્લડ સુગરનું સ્તર જ્યાં હોવું જોઈએ ત્યાં તે સમયે છે કે નહીં.

જ્યારે તમે તમારૂ ભોજન કરીને ઉભા થાઓ , ત્યારે ઇન્સ્યુલિનનું સ્તર ઘટે છે. આ જ કારણ છે કે તમે જમ્યા પછી આળસ , થાક અને ઊંઘ અનુભવો છો. જો આવું તમને કોઈક વાર જ થાય છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ જો તમને લાંબા સમય સુધી આવું થાય છે અથવા લાગે છે, તો પછી તમારે કોઈ ડાયેટિશિયનની સલાહ લેવી જોઈએ.

અહીંયા જણાવીશું કે ઊંઘ આવવાનું કારણ અને તેનું નિવારણ શું હોઈ શકે. રોજિંદા કાર્ય કરવાથી લઈને વર્કઆઉટ્સ સુધી અને શ્વાસ સુધી, તમારા શરીરને કાર્ય કરવા માટે એનર્જીની જરૂર હોય છે. આપણને માત્ર ખોરાકમાંથી ઉર્જા મળે છે. શરીરમાં હાજર પાચક સિસ્ટમ આપણા ખોરાકને ગ્લુકોઝમાં ફેરવે છે .

પ્રોટીન જેવા પોષક તત્વો ખાધા પછી જ આપણા શરીરમાં કેલરી આપે છે, જે આપણને શક્તિ આપે છે. હવે જાણીએ કે તમારે આ સમસ્યાથી દૂર રહેવું હોય તો શું કરવું. 1) ભારે ખોરાક ટાળવો : ખાધા પછી ઊંઘ કે આળસ આવવાનું કારણ ભારે ખોરાક કે ભૂખ કરતા વધારે ભોજન કરવું એ પણ હોઈ શકે છે.

એટલા માટે જેટલી ભૂખ હોય એટલુ જ ભોજન કરવું જોઈએ. આપણે કંઈક નવી સ્વાદિષ્ટ વસ્તુ બનાવી હોય તો આપણે ભૂખ કરતા પણ વધારે ખાઈ લેતા હોઈએ છીએ પરંતુ તેના ચક્કર માં ભૂખ કરતા વધુ ભોજન ન કરવું. તમે જેટલો વધારે ભારે ખોરાક લેશો તેટલું શરીર તેને પચાવવામાં વધારે એનર્જી જરૂર પડે છે અથવા તો એનર્જી લગાવવી પડે છે.

સવારના નાસ્તામાં ફક્ત ફાઈબરથી ભરપુર ખોરાક લેવાનો રાખો . નાના ટુકડાઓમાં ખોરાકનો ચાવવાનું રાખો નહિ કે એકી સાથે મોંમા બધો ખોરાક નાખવો અને ચાવવો. હવે જાણીલો કે કઈ વસ્તુઓ ખાવાથી ઊંઘ આવી શકે છે.

1) પ્રોટીનથી ભરપૂર આહાર પ્રોટીનથી ભરપૂર આહારમાં સેરોટોનિન હોઈ શકે છે જે તમારા મગજમાં નિંદ્રા પ્રેરિત સંકેતોને મોકલે છે જેથી તમને ખાતા પછી તરત જ ઊંઘ આવવાની કે આળસ આવવાની શરુ થઇ જાય છે. તેથી જો તમારે જમ્યા પછી સૂવાનું ટાળવું હોય, તો તમે ઇંડા, પાલક, માછલી, અને બીજા ખોરાક જેમાં સેરોટોનિન હોઈ શકે તેવા ખોરાક થી દૂર રહેવું.

2) ચેરી અને કેળા જેવા ફળોને ટાળવા: આ સીવાય ચેરી અને કેળા જેવા ફળોને ટાળવા કારણ કે તેમાં મેલાટોનિન હોય છે જે બ્લડ સુગર લેવલ ને ઘટાડે છે અને તમારા સ્નાયુઓને આરામ કરવા માટે ના સંકેતોને પણ એક્ટિવ કરે છે. જો રાત્રે પૂરતી ઊંઘ ન લીધી હોય તો પણ તમને ખાધા પછી ઊંઘ કે આળસ આવી શકે છે

જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન મળી હોય, તો બીજા દિવસે તમે આખો દિવસ સૂતા હોય તેવું અનુભવો છો એટકે કે કામ કરતા હોય તો પણ ઊંઘમાંજ કરતા હોય તેવો અનુભવ થાય છે. જો થાય છે તો તમારે તમારી દિનચર્યાને બદલવાની જરૂર છે. સારા ખોરાક સાથે તમારા શરીર ને પૂરતી ઊંઘની પણ જરૂર હોય છે તેથી તમારા શરીર ને પૂરતી ઊંઘ આપવી.

3) શારીરિક પ્રવૃત્તિ કરવી:  તમારી દિનચર્યામાં કસરત ને શામેલ કરવાથી તમે ભોજન કર્યા પછી અનુભવાયેલી આળસ કે ઊંઘમાંથી છૂટકારો મેળવી શકો છો. દરરોજ વ્યાયામ કરવાથી ઉર્જા વધે છે અને થાક ઓછો લાગે છે. વ્યાયામ અને યોગ તમારા શરીર ને ફીટ રાખે છે. શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમને રાતે સારી ઊંઘ પણ આવે છે જે તમારા શરીર માટે ખુબજ મહત્વની બાબત છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા