bhavnagar na pav gathiya
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઈશું ભાવનગરના ખુબજ પ્રખ્યાત લચ્છુના પાવ ગાંઠિયા. આ પાંવ ગાંઠિયા એટલા બધા પ્રખ્યાત છે જ્યારે પાવ ગાંઠિયા ની વાત આવે ત્યારે ભાવનગરની યાદ જરૂર આવે. આમ તો ભાવનગર ખાસ તો ગાંઠિયા માટે ખૂબ જ જાણીતું છે. કારણ કે, ભાવનગરી ગાંઠીયા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ એટલા જ ફેમસ છે.

તો આજે આવાજ પાવ ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા તે જઈશું. સાથે આપણે લસણીયા પાંવ ગાંઠિયા સાથે સર્વ ચટણી ની રેસીપી પણ જોઈશું. આ ચટણી અને પાંવ ગાંઠિયા બનાવવામાં એકદમ સરળ જ છે તો ચલો રેસિપી જોઈલો અને જો તમે આ ગાંઠિયા ખાદ્યા હોય તો કોમેન્ટ માં જરૂર જણાવજો કે તમને આ આ પાવ ગાંઠિયા ટેસ્ટ માં કેવા લાગ્યા હતા.

પાણી બનાવવા માટે : 1/4 કપ આંબલી, પાણી, 2-3 ગોળ ના નાના ટુકડા, 2 મોટી ડુંગળી, એક લીલું મરચું, 3-4 લસણ ની કરી એક, ચમચી લાલ કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી સંચળ, કોથમીર ના પાન

પાણી બનાવવાની રીત : એક પેન માં ઠળિયા વગર ની આંબલી લઇ તેમાં એક કપ થી વધુ પાણી અને 2-3 નાના ગોળ ના ટુકડા ઉમેરી ધીમા ગેસ પાર 5-7 મિનિટ માટે મિશ્રણ ઉકળવા દો. 5-7 મિનિટ પછી તેને નીચે ઉતારી ઠંડુ થવા દો . હવે એક ચોપર માં ડુંગળીના ટુકડા અને લીલા મરચાના ટુકડા ઉમેરી સારી રીતે જીણી કરી લો.

હવે ખાયણી અને દસ્તા વડે 3-4 લસણ ની કરી, એક ચમચી લાલ કશ્મીરી મરચું અને એક ચમચી ધાણાજીરું એડ કરી પેસ્ટ બનાવી લો .
હવે એક બાઉલમાં અડધો કપ પાણી લઇ તેમાં આ પેસ્ટ ઉમેરો. હવે તેમાં મીઠું, સંચળ અને ધાણાજીરું પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ચટણી બનાવી લો.

હવે આંબલી અને ગોળ ના મિશ્રણ ને ચારણી વડે ગાળી લઇ લો. હવે તેમાં બનાવેલી ચટણી ઉમેરી દો અને સારી રીતે મિક્ક્ષ કરી લો. હવે તેમાં જીણી કરેલી ડુંગળી અને લીલા મરચાને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરી સારી મિક્સ કરી અને એક બાઉલમાં રાખી ફ્રિજ માં સ્ટોર કરી દો.

લસણીયા ગાંઠિયા બનાવવા માટે સામગ્રી : 3 કપ બેસન ( ચણાનું બેસન જે બજાર માં મળે છે ), અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ, એક ચમચી મરચું, અડધી ચમચી હળદળ, 10-12 લસણ ની કરી, દોઢ ચમચી ચીલી ફ્લેક્સ, જરૂર પ્રમાણે તેલ, પાણી, એક ચમચી લીંબુ નો રસ, લાદી પાવ

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત:  એક મોટા વાસણ માં ચણાનું બેસન (ચાળીને લેવું ), અડધી ચમચી હાથેથી મશળેલો અજમો, મીઠું, ચપટી હિંગ, ચમચી મરચું અને અડધી ચમચી હળદળ ઉમેરો. હવે કૃશ કરેલું લસણ (મિક્સિંગ બાઉલમાં લસણ ને કૃશ કરી લેવું ) અથવા જો તમને લાગે કે લસણ સારી રીતે પિસાયું નથી તો તમે લસણ વારુ પાણી ઉમેરી શકો છો.

હવે તેમાં દોઢ ચમચી ચીલી ફ્લેક્સ, 2 ચમચી તેલ, લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી હાથની મદદ થી બધું સારી રીતે મિક્સ કરી લો. અહીંયા લોટ બરાબર સારી રીતે તૈયાર કરવાનો છે, ક્યાંય પણ લોટમાં કણી રહેવી ના જોઈએ. લોટ સારી રીતે તૈયાર થઇ ગયા પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.

તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી દો. હવે ગાંઠિયા નો જારો લઇ તેના પાર થોડો લોટ મૂકી હાથ થોડો ભીનો કરી હથેરીના આગળ ના ભાગે વધુ ભાર આપી જારાનો આખો ભાગ કવર થઇ જાય તે રીતે મોટા ગાંઠિયા પાડો. અહીંયા જારા પર હાથને લાંબો ફેરવવાનો છે.(જો તમારી પાસે ગાંઠિયા નો જારો ન હોય તો તમે સંચામાં તમે ગાંઠિયાની રિંગ ચેન્જ કરી થોડા પાતરા ગાંઠિયા બનાવી શકો છો.

ગાંઠિયા કડાઈમાં પરી જાય એટલે ગેસ ને થોડો ફાસ્ટ કરી ગાંઠિયા ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રાય કરો. (ધ્યાન રાખો કે ગેસ વધુ ફાસ્ટ કરવાનો નથી). 2-3 મિનિટ મા તમારા ગાંઠિયા બનીને તૈયાર થઇ જશે.

હવે એક સર્વિંગ પ્લેટમાં લાદી પાવ ના નાના નાના ટુકડા કરી લો. હવે તેમાં બનાવેલા ગાંઠિયા ને ઉમેરો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા પાવ ના ટુકડા કે ગાંઠિયા લઇ શકો છો. હવે તેમાં બનાવેલ ચટણી ઉમેરી ખાઈ શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા