bharela marchana samosa banavavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું મરચાના સમોસા. આપણે મરચામાં એકદમ ટેસ્ટી મસાલો ભરીને આ સમોસા બનાવીશું. તમે ભરેલા મરચા તો ઘણા ખાધા હશે પણ આવા એકદમ ટેસ્ટી મરચાના ભરેલા સમોસા ક્યારેય નહી ખાધા હોય. આ સમોસા બનાવામાં ઉપર નું પડ એકદમ ક્રિસ્પી અને અંદર ભરેલા મરચાનો સ્વાદ આવે છે. તો ચાલો જોઇલો એકદમ સુપર ટેસ્ટી એવા મરેલા મરચાના સમોસા બનાવવાની રીત.

  • સામગ્રી: ૬-૭ લીલા મોટાં જાડા મરચા
  • સમોસાનો લોટ બાંધવા માટે: દોઢ કપ મેદાનો લોટ,
  • અડધી ચમચી મીઠું, ત્રણ ચમચી ઘી

સમોસા માટે મસાલો બનાવવા માટે:

  • એક ચમચી તેલ,
  • એક ચમચી જીરૂ,
  • એક ચમચી અડકચરા વાટેલા આખા ધાણા,
  • એક ચમચી વરિયાળી,
  • ૧/૪ ચમચી હિંગ,
  • ૩-૪ બાફેલા મેશ કરેલા બટાકા,
  • એક ચમચી આદુ મરચાની પેસ્ટ,
  • અડધી ચમચી મરી પાઉડર,
  • એક ચમચી ધાણાજીરૂ પાઉડર,
  • અડધી ચમચી લાલ મરચું,
  • અડધી ચમચી હળદળ,
  • એક ચમચી ચાટ મસાલા,
  • એક ચમચી આમચૂર પાઉડર,
  • ૧/૪ કપ સીંગદાણા નો ભુક્કો, સ્વા
  • મીઠું,
  • એક લીંબુ નો રસ,
  • થોડી સમારેલી કોથમીર,

સ્લારી તૈયાર કરવા: એક ચમચી મેદાનો લોટ, પાણી

સમોસા બનાવવાની રીત: સૌ પ્રથમ દોઢ કપ મેદાનો લોટ લઈ તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી ને ચારણી વડે લોટ ચાળી લો. હવે મોણ બનાવવાનું છે, તો તેના માટે તમારે લોટ મા ત્રણ ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેર્યા પછી હાથની મદદથી લોટ ને સારી રીતે મિક્ષ કરી લો. હવે થોડું થોડું પાણી એડ કરતા જાઓ અને લોટ ને એકદમ કઠણ બાંધી લો.( તમારે લોટ એકદમ કઠણ જ બાંધવાનો છે.) લોટ બંધાઈ જાય એટલે તેને ૩૦ મીનીટ માટે ઢાંકીને બાજુમાં મૂકી દો. લોટ ને રેસ્ટ આપવો ખુબજ જરૂરી છે.

હવે મસાલો બનાવવા માટે: એક પેન મા એક ચમચી તેલ ઉમેરીને તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, ઘાના, વરિયાળી,અને હીંગ ઉમેરો. હવે બધું સારી રીતે મિક્સ કરી લો. જ્યારે મસાલા સંતળાઈ જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ, અને મેશ કરેલા બટાકા ઉમેરો. હવે તેના પર મસાલા માટે મરી પાઉડર, અને ધાણાજીરૂ પાઉડર ઉમેરો.

હવે તેમાં લાલ મરચું, હળદળ, લીંબુનો રસ, સિંગ દાણાનો ભૂકો, આમચૂર પાઉડર, ચાટ મસાલા, કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી લો. સારી રીતે મિક કરશો એટલે સમોસા માટે મસાલો તૈયાર થઈ જશે. હવે આ મસાલાને થોડો ઠંડો થવા દો.

મસાલો ઠંડો થાય ત્યાં સુધી સ્લારી તૈયાર કરી દો. સ્લારી તૈયાર કરવા માટે એક બાઉલ માં એક ચમચી મેદાનો લોટ લઈ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાઓ. પાણીની ઉમેરતાની સાથે ચમચીની મદદ થી લોટ ને હલાવતા જાઓ. તમારે એક અહિયાં એકદમ થીક સ્લારી બનાવવાની છે.

સમોસા બનાવવાની રીત: સૌ પ્રથમ જાડા મોટાં મરચાને લઈ તેને એક બાજુમાં ચપ્પા થી કટ લગાવી. હવે મરચામાંથી તેના બી અને નશો નો ભાગ બહાર કાઢી લો. હવે તૈયાર કરેલ મસાલાને આ મરચામાં સારી રીતે હાથની મદદથી ભરી દો. મરચામાં બધો મસાલો બરાબર ભરી દેવો. હવે આ મરચાં ભરીને બાજુ માં રાખી લો.

હવે જે લોટ બાંધેલો છે તેના બે લુવા તૈયાર કરી લો. એક લુવાને ઢાંકીને મૂકી દો અને બીજા લૂવાને વેલણ ની મદદથી રોટલીની જેમ વણી લો. એક વાત નું ઘ્યાન રાખવું કે જ્યારે પણ તમે રોટલી વણો છો ત્યારે થોડો પણ બીજો લોટ ઉમેરવાનો નથી એટલે કે અટામણ કરવાનુ નથી

રોટલી ની જેમ વણાઈ જાય એટલે ચપ્પાની મદદ થી તેની ઊભી પટ્ટીઓ તૈયાર કરી લો.(ઉભુ કાપીને ૬-૭ ભાગ કરી લો). આ પટ્ટીઓને એમજ રહેવા દો અને તૈયાર કરેલી આપણી સ્લારી લઈ આ પટ્ટીઓ પર લગાવો. હવે ભરેલું મરચું હાથમા લઇ તેની પર કાપેલી પટ્ટી લગાવવાની છે તો તેના માટે મરચાના ઉપર ના ભાગ માં પટ્ટી ને મરચાની આજુ બાજુ ગોળ ફેરવતા જાઓ.

જ્યાં પણ આ પટ્ટી પતિ જાય ત્યાં થોડી બીજી સ્લારી લગાવી( બીજી પટ્ટી ચોંટી જાય એટલે) અને બીજી પટ્ટી લઈ મરચા પર ગોળ વીંટી દો. આમ આખા પરચા પર પટ્ટીઓ વીંટી દો અને સમોસા માટે મરચું તૈયાર કરી લો. અહિયાં ધ્યાન રાખવું કે મરચાનો છેલ્લો એટલે કે નીચે જે પાતળો ભાગ છે ત્યાં પટ્ટી ને વિટવાની નથી, કારણકે જ્યારે મરચું તળીશું ત્યારે ત્યાંથી હવા જવાની ભાગ રહે જેથી મરચું ફૂટે નહિ.

હવે બધા મરચાને વ્રેપ કરી ને ૧૦ મીનીટ માટે ફ્રીઝર માં રાખી લો જેથી સ્લારી બરાબર ચોંટી જાય અને પટ્ટીઓ એકબીજા પર ચોટાડી જાય અને તરતા સમયે સમોસો ખુલી નાં જાય. હવે સમોસાને તળવાના છે. તો તેના માટે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં મરચાના સમોસા તળવા માટે મુકો.

ધ્યાન રાખવું કે તમારું તેલ મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ. જ્યારે પણ તળવા મુકો ત્યારે ૬-૭ મીનીટ માટે સમોસાને બીજી બાજુ ફેરવવાનો નથી. ૬-૭ મીનીટ પછી સમોસાને બીજી બાજુ માં ફેરવો. ૬-૭ મીનીટ સમોસા તલાસે એટલે તે એકદમ ક્રિસ્પી બની જશે.

અહિયાં તમારે ૧૫ મીનીટ જેટલો સમય સમોસા ને તળતા લાગશે તો તમારે જરા પણ સમોસા તળાવમાં ઉતાવળ કરવાની નથી. સમોસા નો કલર બ્રાઉન રંગ નો થાય એટલે તેને એક પ્લેટ માં લઇ લો. તો અહિયાં તમારા ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવા મરચાના સમોસા બનીને તૈયાર છે

આ સમોસાને તમે ગ્રીન ચટણી કે ખજૂર ની ચટણી સાથે સર્વ કરશો તો તમને ખાવાની બહુજ મજા આવી જશે. જો રેસિપી સારી લાગી હોય તો મિત્રો ને જરૂર થઈ શેર કરજો જેથી તે પણ આ રેસિપી ની લાભ લઈ શકે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા