પાર્લરમાં જઈને મોંઘો ખર્ચો કર્યા વગર, 10 મિનિટમાં ચણાના લોટથી ફેશિયલ કરીને ગ્લોઈંગ સ્કિન મેળવો


પ્રાચીન સમયથી બેસનનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. આપણામાંના ઘણા લોકો આજે પણ ચહેરાને ચમકદાર બનાવવા માટે ઉપયોગ કરે છે. ચણાના લોટમાં આવા અનેક પ્રાકૃતિક ગુણો જોવા મળે છે જે ચહેરાની ડેડ સ્કિનથી લઈને ગંદકીને સાફ કરી શકે છે.

અત્યારના સમયમાં મહિલાઓમાં ફેશિયલનો ખુબ જ વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણી વાર તે વિચારીને ફેશિયલ નથી કરાવતી નથી કારણ કે ખૂબ ખર્ચાળ હશે. પરંતુ તે એવું નથી. તમે ઘરે બેસીને પણ 10 મિનિટમાં ચણાના લોટની મદદથી સરળતાથી ફેશિયલ કરી શકો છો.

ચણાનો લોટ લગાવવાથી તમારા ચહેરા પર ચમક આવી જશે અને તમારી ત્વચા પણ ચમકવા લાગશે. તો હવે પાર્લરમાં જવાની ઝંઝટ છોડો અને આ વખત તમે આ રીતે ફેશિયલ ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીયે ચણાના લોટથી ફેશિયલ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત.

1 ક્લીઝર : ફેશિયલ માટેનું પહેલું પગલું ચહેરો સાફ કરવાનું હોય છે. તેથી, તમે ચણાના લોટમાં દહીં મિક્સ કરીને તમારા ચહેરાને સારી રીતે અને ઊંડાઈથી સાફ કરી શકો છો. આ માટે જરૂરી સામગ્રી 1 ચમચી બેસન અને 1 ચમચી દહીં.

4

વિધિ : એક બાઉલમાં બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર સારી રીતે લગાવો. લગભગ 20 મિનિટ રાખ્યા પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.

2 ચહેરાને ટોન કરો : હવે તમારા ચહેરાને ટોન કરવાનો છે. એટલે કે તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનો છે. ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી તમારા ચહેરા પર ભેજ જળવાઈ રહે છે. આ માટે તમારે ચણાના લોટમાંથી ટોનર બનાવીને તેનો ઉપયોગ કરવો પડશે.

આ માટે જરૂરી સામગ્રી : 1 ચમચી બેસન, 1/2 નાની ચમચી હળદર અને થોડું ગુલાબજળ. વિધિ – એક બાઉલમાં ત્રણેય સામગ્રીને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન બંને જગ્યાએ લગાવો. ટોનરને 20 મિનિટ માટે લગાવેલું રાખો. પછી પાણીથી ધોઈ લો.

3 સ્ક્રબ કરો : ચહેરાને એક્સફોલિએટ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી ચહેરા પરથી ડેડ સ્કિન નીકળી જાય છે, તેથી તમે ચણાના લોટમાંથી બનાવેલા સ્ક્રબથી તમારા ચહેરા પરની ગંદકી અને ડેડ સ્કિનને સાફ કરી શકો છો. જરૂરી સામગ્રી – 2 ચમચી બેસન, 1 ચમચી ગ્રાઉન્ડ કરેલા ઓટ્સ, 2 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી કાચું દૂધ.

વિધિ : બધી સામગ્રીને સરખા ભાગમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટથી તમારા ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરો. હળવા હાથે નહીં કરો તો તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. લગભગ 5 મિનિટ સુધી તમારા ચહેરાને ગોળ ગતિમાં મસાજ કરો.

4 ફેસ પેક : ફેશિયલનું છેલ્લું સ્ટેપ એ ફેસ પેકને ચહેરા પર લગાવવાનું હોય છે. તમે પણ બેસનનો ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવીને ચમકદાર ત્વચા મેળવી શકો છો. આ માટે જરૂરી સામગ્રી – 1 ચમચી બેસન, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મલાઈ.

વિધિ : એક બાઉલમાં 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મલાઈ મિક્સ કરો. હવે તેને બ્રશથી ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ રાખ્યા પછી તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. લો થઇ ગયું બેસન ફેશિયલ. આ ફેસિયલ કર્યા પછી લગભગ અડધા કલાક સુધી તમારા ચહેરાને સ્પર્શ કરશો નહીં.

ચહેરા પર ચણાનો લોટ લગાવવાથી થતા ફાયદા : બેસનમાં પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તેના ઉપયોગથી ત્વચા યુવાન દેખાય છે. ચણાનો લોટ લગાવવાથી ત્વચાનું સીબમ લેવલ સંતુલિત રહે છે. કારણ કે તે કુદરતી ભેજને છીનવી લીધા વગર વધારાનું તેલ દૂર કરે છે અને તમારી ત્વચાને નરમ બનાવે છે.

ચણાનો લોટ ત્વચા પરના અનિચ્છનીય વાળને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેથી ચહેરા પર નિયમિતપણે ચણાના લોટનો ઉપયોગ કરતા રહો. ચણાનો લોટ ચહેરાની ગંદકી દૂર કરીને ચહેરાને એકદમ સાફ કરે છે.

જો તમે પણ પાર્લરમાં ગયા વગર ઘરે જ સસ્તામાં ફેશિયલ કરાવવા માંગતા હોય તો તમે ઉપ[ર જણાવ્યા પ્રમાણે ઘરે બેઠા ફેશિયલ કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.


રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા