આજે હું તમને જણાવીશ કે કેવી રીતે બેસન બ્રોકલી બનાવવાની રેસિપિ, જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. બ્રોકલીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને એવું પણ કહેવાય છે કે બ્રોકલી કેન્સર થી પણ બચાવે છે.
ઇન્ડિયા માં હજુ બહુ પ્રચલિત નથી આ બ્રોકલી, પણ હવે આ બ્રોકલી ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે. તો જોઈએ કે બેસન બ્રોકલી ફ્રાય રેસીપી માટે કઈ સામગ્રી જરૂરી છે.
- બેસન બ્રોકલી બનાવવા સામગ્રી :
- બ્રોકલી = 200 ગ્રામ
- બેસન = 3 ચમચી
- હીંગ = એક ચપટી
- લસણ = 6 થી 7 કળીઓ બારીક કાપીને
- આદુ = 1 ઇંચનો ટુકડો છીણેલું
- ડુંગળી = 1 મધ્યમ કદ બારીક કાપીને
- જીરું = 1 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર = ½ ચમચી
- ધાણા પાવડર = ½ ચમચી
- હળદર પાવડર = ½ ચમચી
- ગરમ મસાલા પાવડર = ½ ચમચી
- આમચૂર પાવડર = ½ ચમચી
- મીઠું = સ્વાદ પ્રમાણે
- તેલ = 2 ચમચી
બેસન બ્રોકલી બનાવવાની રીત :
બ્રોકલીને ફ્રાય કરવા માટે, પહેલા બ્રોકલીને ટુકડા કરીને કાપી લો. તે પછી બ્રોકલીને પાણીથી ધોઈ લો. હવે એક વાસણમાં પાણી એડ કરીને પાણી ને ઉકળવા દો. પાણી ઉકાળ્યા પછી, બ્રોકોલી ઉમેરો અને બ્રોકલીને 2 મિનિટ માટે ઉકાળો. જેથી તે નરમ બને અને તેમાં રહેલ તમામ ખરાબ પદાર્થ પણ દૂર થઇ જાય છે અને બનાવવામાં જલ્દી બની જાય છે.
2 મિનિટ પછી, ગરમ પાણીથી બ્રોકલીને કાઢી ને તેને ઠંડા પાણીમાં મૂકો. આમ કરવાથી, તમારી બ્રોકલીનો કલર બગડશે નહીં અને બ્રાઇટ રહેશે. ઠંડા પાણીથી બ્રોકલીને કાઢીને અને તેને એક સ્ટેનરમાં રાખો.
એક કડાઈ માં ચણાનો લોટ નાખો અને ધીમા તાપે ચણાનો લોટ હળવા સોનેરી રંગનો થાય ત્યાં સુધી સાંતળો. ચણાના લોટને વધારે શેકશો નહીં.જ્યારે ચણાના લોટમાંથી સુગંધ આવે લાગે ત્યાં સુધી શેકવો.
ચણાનો લોટ શેક્યા પછી, તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, ધાણા પાવડર અને આમચૂર પાઉડર નાખીને ગેસ બંદ કરીને બરાબર મિક્ષ કરી લો ( ગેસ બેન્ડ કરી દેવો નહીંતર મસાલા બળવા લાગશે ). હવે આ મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી લો.
હવે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ નાંખો અને તેને ગરમ કરવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હીંગ અને જીરું નાખો અને જીરુંને થોડું ચટકવા દો. ત્યારબાદ તેમાં લસણ અને આદુ નાંખો અને થોડું ફ્રાય કરો. જેથી લસણ હળવા સોનેરી રંગમાં ફેરવાય.
ત્યારબાદ તેમાં ડુંગળી નાંખો અને ડુંગળી આછી બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. પછી બાફેલી બ્રોકલી ઉમેરો અને 2 મિનિટ માટે કુક કરો. પછી બ્રોકલીને ઢાંકીને 2 મિનિટ માટે પકાવો. 2 મિનિટ પછી, ઢાંકણને દૂર કરો અને બ્રોકલીમાં મીઠું ઉમેરીને તેને હલાવો.
હવે તેમાં શેકેલા ચણાનો લોટ ઉમેરો જેમાં તમે મસાલા મિક્સ કાર્ય હતા તેને બ્રોકલીમાં નાખો અને બરાબર મિક્સ કરો. જેથી તમારા બ્રોકલી પર ચણાનું બેસન ખૂબ જ સારી રીતે મિક્સ થઇ જાય.
હવે ગેસની ફ્લેમ ને ફૂલ કરો અને એક સ્પેટુલા ની મદદ થી 3 મિનિટ માટે મિશ્રણને હલાવો. તે પછી, ગેસ બંધ કરો. ત્યારબાદ એક પ્લેટમાં ચણાનો લોટ ફ્રાય બ્રોકલી કાઢી લો. તો તૈયાર છે બેસન બ્રોકલી ની શાક ની રેસિપી.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.