કમરની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી કેમ પહેરવામાં આવે છે, જાણતા ના હોય તો જાણી લો

0
3323
benefits of wearing gold and silver

ઘરેણાં પહેરવા એ સદીઓથી ચાલી આવતી હિંદુ પરંપરાનો એક મોટો ભાગ છે. લગ્ન હોય કે બીજો કોઈ પ્રસંગ, દાગીના પહેરવાનું એક પોતાનું અલગ મહત્વ છે. દુલ્હનની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું અને તેને સુંદર બનાવવાનું કામ ઘરેણાં જ કરે છે.

તમે ઘણી વાર પરિણીત મહિલાઓના પગમાં પાયલ પહેરેલી જોઈ જ હશે. સામાન્ય રીતે મહિલાઓ સોનાના દાગીના પહેરવાનું ખુબ જ પસંદ હોય છે, પરંતુ પગમાં કોઈપણ ઘરેણાં હંમેશા ચાંદીના જ પહેરે છે. જો કે ઘરેણાં પહેરવાનું મુખ્ય સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરવાનું છે, પરંતુ આપણી આ પરંપરા અને પ્રથાઓ પાછળના મૂળ કારણો પણ જોઈ શકે છે.

આપણી હિંદુ માન્યતાઓ અનુસાર કમરથી નીચે સોનાના ઘરેણાં ના પહેરવા જોઈએ. આ માન્યતાને જોઈને તમે ઘણીવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે પગમાં પાયલ અને ખીજડો સોનાનો ના પહેરો. તો આવો જાણીયે તેની પાછળના કારણો.

વૈજ્ઞાનિક કારણો શું છે : આ પ્રથા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે કે જો માન્યતાઓને બાજુ પર રાખીને જોઈએ તો સોનાના દાગીના શરીરને ગરમ રાખે છે અને ચાંદી ઠંડક આપે છે, તેથી ચાંદીના દાગીના શરીરને શીતલતા આપવાનું કામ કરે છે. આમ, કમરની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે, જેનાથી તમે એંક રોગોથી બચી શકો છો.

આ રીતે ઘરેણાં પહેરવાથી ઉર્જા માથાથી પગ સુધી અને પગથી માથા સુધી વહેતી રહે છે. બીજી તરફ જો સોનાના દાગીના માથા અને પગ બંને પર પહેરવામાં આવે તો તેનાથી શરીરમાં ઉર્જાનો સરખો પ્રવાહ થાય છે જેનાથી શરીરને ઘણી બીમારીઓ થઈ શકે છે.

શું છે જ્યોતિષ કારણો : પગ અને પગના સાંધા કે જેમાં પાયલ પહેરવામાં આવે છે તે કેતુનું સ્થાન હોય છે. જો કેતુમાં શીતળતા ના હોય તો તે હંમેશા નકારાત્મક વિચારસરણી સાથે જ વાત કરશે. તેથી સહનશક્તિ વધારવા માટે ચાંદીને પગમાં પહેરવું જરૂરી છે.

ધાર્મિક કારણો : ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને સોનુ ખૂબ પ્રિય છે કારણ કે સોનું લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. એટલા માટે શરીરના નીચેના ભાગો જેમ કે પગમાં પાયલ પહેરવું એ ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવતાઓનું અપમાન સમાન ગણાય છે.

બીજા લાભો : મહિલાઓને જો પગના હાડકામાં દુખાવાની સમસ્યા હોય તો તેઓ ચાંદીની પાયલ પહેરી શકે છે કારણ કે પાયલ પગ પર ઘસારો થવાથી હાડકા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. આના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે જેના કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

બીજી તરફ જોઈએ તો ચાંદીની વીંટી પહેરવાથી માસિક ધર્મ નિયમિત રહે છે કારણ કે વીંટી પગમાં એક્યુપ્રેશરનું કામ કરે છે. પાયલમાં લાગેલી ઘૂઘરીઓના અવાજથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આ કારણોસર ક્યારેય પણ પગમાં સોનાના દાગીના ન પહેરવા જોઈએ કારણ કે જ્યારે તમે પગમાં ચાંદીના ઘરેણા પહેરો છો અને આખા શરીર પર સોનાના દાગીના પહેરો છો તો મા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે છે.

જો તમને આ જામકારી ગમી હોય અને આવી જ જાણકરી વાંચવાનો રસ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.