benefits of tulsi in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેની દરરોજ પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાનૂ છો કે તે સુંદરતા વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીનો ઉપયોગ ચહેરા પર ઘણી રીતે કરી શકાય છે.

આજે અમે તુલસીની એક ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ઘરે જ તુલસીનું પાણી બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. તુલસીના પાણીમાં વિટામીન-સી હોય છે અને જો તમે તેનો ઉપયોગ રાત્રે કરો છો તો તમને ત્વચાના ઘણા ફાયદા મળી શકે છે.

બ્યુટી એક્સપર્ટ પ્રમાણે, તુલસી દરેક રીતે ત્વચા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, પરંતુ ચહેરા પર તેનો ઉપયોગ કરવાનો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે ત્વચાની સંભાળ રાખવા માટે તેના પાણીનો ઉપયોગ કરવો.

તુલસીનું ફેસિયલ પાણી માટે સામગ્રી

  • 1 કપ તુલસીનું પાણી
  • 1/2 કપ ગુલાબજળ
  • 1 મોટી ચમચી એલોવેરા જેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 5 ટીપાં નાળિયેર તેલ

વિધિ

1 મુઠ્ઠી તુલસીના પાનને એક કપ પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. પછી બીજા દિવસે આ પાણીને 5 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખો અને પછી પાણીને ગરણીથી ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો.

આ પછી આ પાણીમાં એલોવેરા જેલ, લીંબુનો રસ, ગુલાબ જળ અને નારિયેળ તેલના 5 ટીપ્પાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. પછી તમે આ પાણીનો ઉપયોગ, સીધો ચહેરા પર સ્પ્રે કરીને ચહેરાની ટોનિંગ કરી શકો છો અથવા તમે આ પાણીને ફેસ પેકમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

તમે ઈચ્છો તો આ પાણીનો ઉપયોગ ઘરે બનાવેલા સ્ક્રબમાં પણ કરી શકો છો. આ ખાસ પાણીને રાત્રે સુતા પહેલા તમારા ચહેરા પર લગાવીને આખી રાત માટે સૂઈ શકો છો અને તેનાથી તમારા ચહેરા પર ચમક આવી શકે છે.

આ પણ વાંચો: તુલસીના પાન ખાતા પહેલા જાણી લો આ 5 નુકસાન વિશે

તુલસીના પાણીથી શું થશે ફાયદા?

તુલસીની સૌથી સારી વાત એક છે કે તેમાં વિટામીન A અને C તેમજ બીજા ઘણા પોષક તત્વો હોય છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે અને ત્વચાના કોષોને રિપેર કરવાની તાકાત ધરાવે છે.

તુલસીમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે તુલસીનું પાણી ત્વચામાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. તુલસીના પાણીને ત્વચા પર લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને તેનાથી ત્વચામાં નિખાર આવે છે અને ડાર્ક સ્પોટ્સ ઓછા થાય છે.

તુલસીમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ હોય છે તેથી ચહેરા પર તેનું પાણી લગાવવાથી ચહેરાની ત્વચા કડક થાય છે. જો તમારી ત્વચા પર વૃદ્ધત્વના નિશાન એટલે કે કરચલી પડી હોય તો આનાથી તે પણ ઓછી થઇ જશે.

તુલસીનું પાણી ચહેરામાંથી નીકળતું વધારાનું તેલ ( ઓઈલી સ્કિન) પણ ઘટાડે છે અને તેના કારણે તમારી ત્વચા ઓઈલી નથી લાગતી. જો તમને ખીલની સમસ્યા હોય તો આ પ્રકારનું પાણી લગાવવાથી ખીલ પણ ઓછા થાય છે અને તેના ડાઘ પણ દૂર થાય છે.

સાવચેતીનાં પગલાં

તમે તુલસીના પાનને સારી રીતે ધોઈ છે કે નહિ તે ચકાશો કારણ કે તુલસીમાં નાના નાના જંતુઓ પણ હોય છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તુલસીને ક્યારેય સીધી ત્વચા પર ન લગાવો કારણ કે તેમાં પારો હોય છે. તેનાથી ત્વચામાં દાણા થઈ શકે છે.

દરેક વ્યક્તિની ત્વચા અલગ અલગ છે તેથી કોઈપણ નાનો પેચ ટેસ્ટ કર્યા વિના ત્વચા પર તુલસીનું પાણી ન લગાવો. આમ કરવાથી સંવેદનસીલ ત્વચાવાળા લોકોને ફોલ્લીઓ પડી શકે છે. અમને આશા છે કે દરેક મહિલાઓને આ લેખ ગમ્યો હશે, આવી જ બ્યુટી ટિપ્સ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા