mix things bath
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક મહીલા ઇચ્છતી હોય છે કે તેની ત્વચા ચમકદાર અને સુંદર દેખાય. મહિલાઓ તેના માટે અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. કેટલીકવાર તો આ બધામાં ઘણા પૈસા ખર્ચે થઇ જાય છે. જો તમે તમારી ત્વચાને કેટલીક સસ્તી વસ્તુનો ઉપયોગ કરીને નિખારવા માંગો છો, તો તમારા નહાવાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓને ઉમેરીને તમે ત્વચા પર કુદરતી ચમક મેળવી શકો છો.

આયુર્વેદ અનુસાર જો તમે નહાવાના પાણીમાં કેટલીક જરૂરી વસ્તુઓ મિક્સ કરીને સ્નાન કરો છો તો તેનાથી ત્વચાને ડ્રાય થવાથી બચાવી શકે છે. એટલું જ નહીં આ વસ્તુઓને ભેળવવાથી ત્વચા પર ચમક આવે છે અને થાક પણ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.

આ વસ્તુઓના ઉપયોગથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રક્ષણ મળે છે. આવો જાણીએ કે કઈ કઈ વસ્તુઓને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી આપણને ફાયદા મળે છે. નોંધ: આ તમામ સામગ્રી વિવિધ વૈજ્ઞાનિક સંશોધનના આધારે પસંદ કરવામાં આવેલી છે.

ગ્રીન ટી : ગરમ પાણીની એક ડોલમાં છ ટી બેગ નાખીને તેને છોડી દો. હવે તેમને 15 થી 20 મિનિટ માટે પાણીમાં ડુબેલા રહેવા દો. ગ્રીન ટી એન્ટી-ઓક્સિડન્ટ અને ડિટોક્સિફાયર ગુણોથી ભરપૂર ગોય છે. NCBI (નેશનલ સેન્ટર ઑફ બાયોટેક્નોલોજી ઇન્ફર્મેશન) દ્વારા કરાયેલ સંશોધન કહે છે કે ગ્રીન ટી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને એટલું જ નહીં તમે સ્કિન કેર રૂટિનને સુધારવા માટે તેને દરરોજ પી પણ શકો છો.

દૂધ : નહાવાના પાણીમાં દૂધ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે તો તેનાથી ત્વચાને ઘણી રીતે ફાયદો થાય છે. દૂધમાં રહેલું લેક્ટિક એસિડ મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે અને તેનાથી ત્વચામાંથી જમા થયેલા મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે.

ત્વચાને તાજી અને સોફ્ટ બનાવામાં મદદ મળે છે, તેનાથી ત્વચાની ચમક પણ વધે છે. પૌરાણિક કથાઓ અનુસાર માનીએ તો જે વિશ્વની સૌથી સુંદર કહેવાય છે તે ગ્રીસની રાણી, ક્લિયોપેટ્રા પણ દૂધથી સ્નાન કરતી હતી. સ્કિન કેર માટે તેનું ઉદાહરણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

નારંગીની છાલ : નારંગીની છાલને ફેંકી ના દો પણ તેને નહાવાના પાણીમાં તેનો ઉપયોગ કરો. નવશેકા પાણીની ડોલમાં બે નારંગીની છાલના ટુકડા કરીને નાખી દો. લગભગ 10 મિનિટ પછી આ છાલને બહાર કાઢી નાખો અને તે પાણીથી સ્નાન કરો. નારંગીના પાણીથી સ્નાન કરવાથી શરીરના દુખાવા અને સ્કિન ઇન્ફેક્શન બંનેથી રાહત મળે છે.

નારંગીની છાલ વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ મોટાભાગે ફેસ પેક બનાવવા માટે થતો હોય છે. મોસંબીની ગંધ એરોમાથેરાપી માટે પણ સારી માનવામાં આવે છે અને તેથી જ નારંગીની છાલને નહાવાના પાણીમાં ઉમેરવાથી ફાયદો થઇ શકે છે.

લીમડાના પાન : તમારા ઘરની આસપાસ લીમડાનું ઝાડ તો હશે જ. 8 થી 10 લીમડાના પાનને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને ગાળીને એક ડોલ પાણીમાં મિક્સ કરીને આ પાણીથી નહાવાથી દરેક પ્રકારના સ્કિન ઈન્ફેક્શનથી છુટકારો મળે છે.

જો કોઈ પ્રકારનો સોજો હોય તો આ પાણીથી સ્નાન કરવાથી તે પણ દૂર થઇ જાય છે. વિવિધ સંશોધનો કહે છે કે લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સ્કિનને બેક્ટેરિયાથી બચાવે છે. આ સ્થિતિમાં નહાવાના પાણીમાં લીમડાના પાંદડાનું પાણી મિક્સ કરવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે.

ફટકડી : જયારે તમે ન્હાવા જાઓ ત્યારે એક ડોલ પાણીમાં ફટાકારીની સાથે એક ચમચી સેંધા મીઠું નાખીને મિક્સ કરો. આનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે અને તેની સાથે દર્દ અને તણાવમાંથી પણ રાહત મળે છે.

તો તમે જોયું ને કે તમે ઘરે મળતી વસ્તુઓથી તમારી ત્વચાને કેટલી સરળતાથી કોમળ અને ચમકદાર રાખી શકો છો, સાથે જ તમારી જાતને ફ્રેશ કરવા માટે પણ આ રીતો ખૂબ જ અસરકારક છે. જો કે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જો તમને આમાંથી કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ બિલકુલ કરશો નહીં.

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે સ્કિન કેર વ્યક્તિ-વ્યક્તિએ બદલાય છે અને આ સ્થિતિમાં કંઈપણ નવું ટ્રાય કરતા પહેલા તમારે નાનો ટેસ્ટ કરવો જોઈએ અને જો તમને તેમાંથી કોઈ એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા