baraf na fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતા બરફનો ઉપયોગ લગભગ બધા ના ઘરે થતો હોય છે ક્યારેક પાણીમાં, શરબતમાં અથવા અન્ય કોઈ વસ્તુ માં બરફ વપરાતો હોય છે. પણ બરફનો ઉપયોગ પાણીને ઠંડુ કરીને પીવાના પણ નુકસાન ઘણા છે અને તેની સામે બરફના તેટલા જ ફાયદા દવા તરીકે પણ કરી શકાય છે. તો ચાલો ક્યારેય ન સાંભળેલા બરફનાં મુખ્ય ફાયદાઓ જાણી લો.

ગઠિયા વા:- ગઠીયા વા ના દુખાવા માં દુખાવો થતો હોય તે જગ્યા પર બરફનો ટુકડો થોડી વાર રાખી મૂકો, પછી લઈ લો. ફરી પાછો મૂકો અને થોડીવાર રાખી ને લઈ લો. આમ સાતથી આઠ વાર કરવાથી દુખાવામાં રાહત થશે.

ઓઇલ ફ્રી સ્કિન માટે: ગરમીમાં ચહેરા પર તેલ નીકળે છે. ખાસ કરીને કિચન વર્ક હોય કે સૂઈ ને ઉઠીએ ત્યારે ચહેરા પર તેલ જોવા મળે છે. તેવામાં આઇસ ક્યૂબ લગાડવાથી ચહેરા પરનું ઓઇલ દૂર થશે અને સ્કિન ગ્લો કરશે.

અળાઈ દૂર કરવા: ઉનાળામાં લગભગ બધા અળાઈ થી પરેશાન હોય છે અને શરીર પર ઝીણી અળાઈઓ નીકળી આવે છે. તેવા માં બરફનો ટુકડો લઈ હળવા હાથે અળાઈઓ ઉપર રગડવાથી બેસી જશે અને ખંજવાળ પણ નહિ આવે.

માથાના દુખાવા માટે: મુસાફરી દરમિયાન અથવા તો આખા દિવસના કામના કારણે જો તમે માથું દુખતું હોય બરફના ટુકડાને રૂમાલમાં લપેટીને માથા પર રાખવાથી માથાના દુખાવામાં રાહત થશે.

પિંપલ માં રાહત માટે: જો તમે તમારા ચહેરા પર થતા ખીલની પરેશાન છો તો બજારૂ ક્રીમ નો ઉપયોગ કરવાને બદલે એક મલ મલ નું કપડું લઈ લો. તેમાં એક બરફનો ટુકડો નાંખીને હળવાથી ચહેરા પર માલિશ કરો. તમે તેનાથી મળતા પરિણામથી ચોંકી જશો.

ચહેરા ની ચરબી ઓછી કરવા: એક બરફ નો ટુકડો તમારા ચહેરાની ચરબી ઓછી કરવામાં તમારી ઘણી સહાયતા કરી શકે છે. એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. બે થી ચાર અઠવાડિયા સુધી તમારા ચહેરાને બરફના ટુકડા પાણીથી ધુઓ. તમારા ચહેરાની ચરબી ઘણી ઓછી થઈ જશે.

નસકોરીમાં રાહત: તમને કે પરિવારમાં કોઈને નસકોરી ફૂટતી હોય અથવા નાક માંથી લોહી નીકળતું હોય તો તેવામાં બરફને કપડામાં લપેટીને નાકની આજુબાજુ ફેરવવાથી થોડીવારમાં લોહી નિકળતું બંધ થઈ જશે અથવા તો બરફના ઠંડા પાણીને તરત માથા પર રેડવાથી પણ નસકોરીમાં રાહત મળે છે.

સ્કિન ટાઈટ કરવા: જો તમારી પાસે મેકઅપ નો સમય ન હોય અથવા તમારી ત્વચા ઢીલી પડતી હોય તો બરફનો એક નાનો ટુકડો લઈને તેને કોઈ કપડામાં લપેટીને ચહેરા પર લગાવો. તેનાથી તમારા ચહેરાની ત્વચા ટાઇટ થશે અને ત્વચામાં નિખાર આવશે.

આંખની બળતરા: વધારે સમય કમ્પ્યુટર કે મોબાઈલના વપરાશને લીધે આંખો દુખતી હોય છે તો આવામાં બરફનો ટુકડો પાતળા રૂમાલમાં લપેટીને આંખો પર રાખવાથી આંખોને બળતરામાં રાહત થશે.

પગની એડી માટે: જો તમને પગની એડીમાં દુખાવો થતો હોય તો એડી પર બરફ ઘસવાથી ખૂબ જ ઝડપથી આરામ મળશે. આમ પગની એડી ના દુખાવા માટે ઉપાય છે.

આંખના કુંડાળા માટે: ખાસ કરીને જે બહેનો કે દીકરીઓને કામનો ભાર વધારે હોય કરતી હોય કે ઊંઘ પૂરી થતી ન હોય તો તેવામાં આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ જતા હોય છે. તો કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને તેના આઈસ ક્યૂબ બનાવી લેવા. તેને આંખોની આસપાસ ઘસવાથી એક જ અઠવાડિયામાં કાળા કૂંડાળા દૂર થઈ જશે.

નંબર દાઝ્યા પર ઠંડક માટે મિત્રો કિચનમાં કે કોઈપણ રીતે દાઝી ગયા હોય તો તે ભાગ ઉપર તુરંત જ બરફ લગાડવાથી બળતરા બંધ થઈ જશે અને ફોલ્લા નાં ડાઘ ગાાટા નહિ થાય.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા