જ્યોતિષમાં કાળા રંગને શનિ ગ્રહનો રંગ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શનિ અનેક દુઃખોનું કારણ બની શકે છે, પરંતુ બીજી તરફ કોઈ પણ ગ્રહ શનિ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવતો નથી કારણ કે તે આપણી અંદરના ગુસ્સાને કંટ્રોલ કરે છે, વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવવામાં અને બાળકોને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે.
એવું માનવામાં આવે છે કે શનિ ગ્રહ નાના બાળકોને ઉર્જા પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે બાળકોને નજર ખુબ લાગી જતી હોય છે. તેથી વડીલો બાળકોની કમરની આસપાસ કાળો દોરો બાંધવાની સલાહ આપતા હોય છે.
હકીકતમાં બાળકોની કમરમાં કાળો દોરો બાંધવાના એક કરતા વધારે કારણો છે. તો ચાલો જાણીએ કે કયા કારણો છે જેના કારણે બાળકોની કમરમાં કાળો દોરો બાંધવામાં આવે છે અને તેના શું શું ફાયદા બાળકને થાય છે.
કાળો દોરો બાળકોને એક્ટિવ રાખે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે કમરમાં કાળો દોરો પહેરવાથી બાળકોને એક્ટિવ બનાવી શકાય છે. તે બાળકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને કાળા દોરાની અસરથી બાળકોના શરીરની નીરસતા પણ દૂર થાય છે.
કાળો દોરો બાળકોને ખરાબ નજરથી બચાવે છે
એવું માનવામાં આવે છે કે નાના બાળકોને ખરાબ નજર જલ્દી લાગી જાય છે અને તેનાથી બાળકો પ્રભાવિત થાય છે અને બીમાર પડે છે. પરંતુ જો તેમની કમરમાં કાળો દોરો બાંધવામાં આવે તો તેમને ખરાબ નજર લાગતી નથી અને બાળકો હંમેશા સકારાત્મકતાથી ભરેલા દેખાય છે.
કાળો દોરો દુષ્ટ આત્માઓથી રક્ષણ આપે છે
જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે બાળકો પર દુષ્ટાત્માઓની અસર બહુ જલ્દી થઇ જાય છે. પરંતુ જો બાળકોની કમરમાં કાળો દોરો બાંધેલો હોય તો તેની આસપાસ કોઈ દુષ્ટ આત્મા નથી આવતી. તેથી તેઓને હંમેશા કમરમાં કાળો દોરો પહેરાવો જોઈએ.
આ પણ વાંચો: ગળામાં કાળો દોરો કેમ પહેરવામાં આવે છે ખબર ના હોય તો જાણી લો
કાળો રંગ શનિનું પ્રતીક છે
શનિના કાળા રંગની અંદર નકારાત્મક ઊર્જાને શોષવાની તાકાત હોય છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે બાળકોને હંમેશા તેમની કમરમાં કાળો દોરો પહેરવો જોઈએ જેથી કરીને તેમને કોઈપણ પ્રકારની નકારાત્મકતાથી બચાવી શકાય અને ખરાબ પ્રભાવથી દૂર રહે.
કાળો દોરો કાળા જાદુથી બચાવે છે
ઘણી વખત લોકો બાળકોની આસપાસ કાળો જાદુ કરતા હોય છે અને એવું પણ માનવામાં આવે છે કે કાળો જાદુ બાળકોને ઘણી રીતે અસર કરે છે. તેથી તેમની કમરમાં કાળો દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે જેથી તેમના પર આવા કોઈ જાદુની અસર ન થાય.
કાળો રંગ ગરમીને શોષી લે છે
એવું માનવામાં આવે છે કે કાળો રંગ ગરમીને શોષવાની શક્તિ રહેલી છે, તેથી જો આપણે બાળકોની કમરમાં કાળો દોરો બાંધીએ તો તે ગરમીને શોષી લે છે અને શરીરને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને બાળકોને રોગોથી રક્ષણ મળે છે.
આ રીતે જો તમે પણ બાળકને આ બધી સમસ્યાઓથી બચાવવા માંગતા હોય તો તમે તેની કમરમાં કાળો દોરો બાંધી શકો છો. જો તમને આ જાણકરી ગમી હોય અને આવી જ માહિતી વાંચવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.