આપણા માટે સુંદર વાળની વ્યાખ્યા એટલે જાડા, મજબૂત અને લાંબા વાળ. પરંતુ એવું બને છે કે વાળ કાં તો જાડા અથવા લાંબા જ હોય છે. કેટલીકવાર બંને વસ્તુઓ હોય તેવું ભાગ્યેજ જોવા મળે છે. વાળ ખરવાને કારણે તે પાતળા થઈ જાય છે જેના કારણે વાળ સારા દેખાતા નથી.
જો તમને પણ જાડા વાળ ગમે છે અને મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરો છો તેમ છતાં હજુ પણ તમને ખાસ ફાયદો નથી મળ્યો તો તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. એલોવેરા ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ તેને પોતાની હેર કેર રૂટીનમાં સમાવેશ કરે છે.
તમે બજારમાં એલોવેરાની ઘણી હેર પ્રોડક્ટ્સ જોઈ હશે પરંતુ હવે તમારે બજારમાંથી પ્રોડક્ટ ખરીદવાની જરૂર નહીં પડે કારણ કે અમે તમને એલોવેરાનો ઉપયોગ કરીને તમે કેવી રીતે જાડા વાળ મેળવી શકો છો તે વિષે જણાવીશું. તો આવો જાણીએ કઇ રીતે એલોવેરાનો ઉપયોગ કરીને જાડા વાળ માટે મેળવી શકાય છે.
(1) માસ્ક માટે સામગ્રી : 1 કપ મેથીના દાણા અને 2 ચમચી એલોવેરા જેલ. કેવી રીતે બનાવવું – હેર માસ્ક બનાવવા માટે 1 કપ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે મિક્સરમાં નાખીને પીસી લો. પછી તેમાં 2 ચમચી તાજી એલોવેરા જેલ ઉમેરો. જેલ તમને બજારમાં પણ મળી જશે. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. તમારો હેર માસ્ક તૈયાર છે.
કેવી રીતે લગાવવું : આ માસ્કને બ્રશથી વાળ અને માથાની ચામડી પર લગાવો. તે પછી વાળ પર કાંસકો કરો અને માથાને શાવર કેપથી ઢાંકી દો. લગભગ 1 કલાક પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરવાથી એક મહિનામાં તેની અસર જોશો.
(2) આમળા અને એલોવેરા જેલ : આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળ ખરતા અટકાવે છે અને વાળની રચનાને પણ સુધારે છે. તેથી આમળા અને એલોવેરાનું મિશ્રણ જાડા વાળ બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે.
જરૂરી સામગ્રી : 1 ચમચી આમળાનો પલ્પ અને 1 ચમચી એલોવેરા જેલ. વિધિ – એક બાઉલમાં 1 ચમચી આમળાનો પલ્પ અને 1 ચમચી એલોવેરા જેલ નાખીને ચમચીથી મિક્સ કરો. તૈયાર છે જાડા વાળ માટેનો ઘરેલુ ઉપાય.
કેવી રીતે લગાવવું : આ પેસ્ટને તમારા વાળમાં લગાવો અને પછી માથું શાવર કેપથી ઢાંકી દો. લગભગ અડધા કલાક સુધી રાખો અને પછી વાળ ધોઈ લો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં 3 વખત આ પેસ્ટનો ઉપયોગ કરો.
વાળમાં એલોવેરા લગાવવાના ફાયદા : જો તમારા વાળ ફ્રિજી હોય તો એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. એલોવેરાના ઉપયોગથી સુકા વાળની સમસ્યા છે તો તે ઓછી થાય છે. એલોવેરા વાળને લાંબા વાળ બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમારા વાળ વધુ ખરતા હોય તો તમારે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. આવા વધુ લેખો વાંચવા માટે કૃપા કરીને રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.