ajma na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહિયાં પાચનતંત્રને મજબૂત બનાવવા માટેનો એક ખુબ જ સરસ અને એકદમ ઘરગથ્થુ અને એકદમ સચોટ ઈલાજ જણાવીશું. શરીરમાં જે કંઈ પણ બીમારીઓ થાય છે નાની – મોટી તેમાં મોટાભાગની બીમારીઓ પેટને લીધે થતી હોય છે અને પાચન તંત્રને લીધે થતી હોય છે. તમારું પેટ ખરાબ હોય, પાચન તંત્ર નબળું હોય, પાચન સિસ્ટમમાં ગરબડ હોય તો શરીરમાં ઘણી બધી બીમારીઓ થઈ શકે છે.

મોટા ભાગની બીમારીઓનું મૂળ છે એ પેટ થી શરૂ થાય છે. એટલે કે પેટની સમસ્યા જેમાં ગેસ થાય, કબજિયાત થાય, અપચો થાય, પેટ ભારે ભારે લાગે, આંતરડામાં તકલીફ થાય. આ બધી પાચનને લગતી સમસ્યાઓ છે. આજે તમને જે ઉપાય બતાવીશું એ તમે નિયમિત કરશો તો તમારું પાચનતંત્ર લોખંડ જેવું મજબૂત બની જશે અને ગમે તે વસ્તુ એટલે તરત જ પાચન થઈ જશે. ક્યારેય અપચો નહિ થાય, ગેસ કે એસીડિટી નહિ થાય.

કબજિયાત અને એસિડિટી થવાનું મૂળ કારણ આપણો ખોરાક રહેલો છે. ખાસ કરીને આપણે જે બહારનો ખોરાક ખાઈએ છીએ તેમાં મોટાભાગે મેંદાનું પ્રમાણમાં હોય છે. આજે મેંદો છે તે પેટ માટે શરીર માટે ખૂબ જ ખતરનાક છે. એટલે કે ખૂબ જ જોખમી છે. કારણ કે મેંદોએ આંતરડામાં ચોંટી જાય છે અને મેદાન નું પાચન પણ બરાબર થતું નથી. 

જેથી તે મળમાં પણ ઝડપથી નીકળી શકતો નથી અને આંતરડામાં ચોટી જાય છે.અને શરીરમાં ખૂબ ગંભીર રોગો ને આમંત્રણ આપે છે. તો તમે બહારનું ખાવાની ટેવ હોય તો એને બંધ કરી દેજો. એ સિવાય તમે જે ખોરાક ખાઓ છો, છતાં પણ પાચન ન થતું હોય તો એની માટે ખૂબ જ પાવરફૂલ ઉપાય છે અને તમને કોઈપણ સમસ્યા હોય તો પણ તમે આ બે ત્રણ ચાર દિવસે એકવાર આ ઉપાય કરો એટલે તમારું પાચનતંત્ર લોખંડ જેવું મજબૂત બની જશે.

તો આ દેશી અને ઘરગથથુ ઉપાય તો સૌ પ્રથમ તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને એક ચમચી અજમો લેવાનો છે. અજમો એ ભારતીય રસોડામાં મસાલામાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અજમો એ સ્વાદ વધારવાની સાથે સાથે પેટને લગતી બધીજ સમસ્યાઓમાં રામબાણ છે. અને પેટ સિવાયની જે હૃદયને લગતી સમસ્યાઓ અને હૃદયને પણ ખૂબ મજબૂત બનાવે છે.

અજમાનું નિયમિત સેવન એ ગમે તેવા પેટના રોગ હોય તેને દૂર કરે છે કારણ કે અજમામાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ, આયોડિન અને પ્રોટીન જેવા મહત્વના પોષક તત્વો હોય છે. જે તમારા પેટને લગતી સમસ્યાઓમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. ખુબજ ફેક્ટરી પરિણામ આપે છે.

અજમો પાચનતંત્ર ની બધી જ સમસ્યાઓને દૂર કરતું એક પાવરફૂલ છે. તો એની માટે તમારે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખી  હલાવી રાખી દેવાનું છે. સવારે જાગીએ એટલે ખાલી પેટે સેવન કરવાથી પાચન તંત્રને મજબૂત બનાવવાનો ખૂબ જ એમ કહેવાય કે લોખંડી તમારું પાચનતંત્ર બની જસે, ખૂબ જ પાવરફૂલ બની જશે.

આ સિવાય બીજો પણ એક ઉપાય છે. જે તમારું પાચનતંત્ર ખૂબ જ મજબૂત બનાવી દેશે અને ખાધા પછી ક્યારેય પણ અપચો, એસિડિટી, કે કબજિયાત નહિ થાય.

તો તેની માટે તમારે 25 ગ્રામ ઈલાયચી લેવાની સાથે ૫૦ ગ્રામ સાકર લેવાની છે. બને વસ્તુને મિક્સ કરી મિક્સર મા પાઉડર બનાવી લેવાનો છે અન એ તેને એક ડબ્બી માં ભરી દેવાનો છે.

એક ગ્લાસ પાણી ની અંદર નોર્મલ તાપમાન વારું પાણી લેવાનું. ઠંડુ ફ્રીજનું પાણી બિલકુલ લેવાનું નથી, નહીંતર પાચનતંત્રને ડેમેજ કરી નાખશે અને પાચન સિસ્ટમ ખોરવાઈ જશે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી આ ચૂર્ણ નાખી હલાવી અને દિવસમાં ગમે ત્યારે તમારે બે વાર પી જવાનું છે.

આનું સેવન કરવાથી પાચનતંત્ર ખૂબ જ પાવરફુલ બનાવી દેશે જેથી તમને ભવિષ્યમાં પણ ક્યારેય પેટની સમસ્યા નહીં થાય. આ ચૂર્ણ તેમને કોઈ આડઅસર કરતું નથી એટલે તમને કોઈ તકલીફ ન હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા