aadu marcha limbu tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક ભારતીય રસોડામાં લીંબુ, આદુ અને મરચા જેવી વસ્તુઓ ઘરમાં હાજર હોય જ છે. ભલે કોઈ ડુંગળી-લસણ ન ખાતું હોય તો પણ આ ત્રણ વસ્તુઓ તેના ઘરમાં કોઈ ને કોઈ રીતે વપરાય જ છે. પરંતુ ઘણી વખત લોકો આ જડીબુટ્ટી તરીકે, તેના ઉપયોગ અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખતા નથી. આ ત્રણ વસ્તુઓને લગતી કેટલીક ટિપ્સ છે જે તમારા રોજિંદા કામને સરળ બનાવી શકે છે.

જો તમે રસોઈ કરો છો, તો તમને ચોક્કસપણે આ ત્રણ જડીબુટ્ટીઓ સંબંધિત કેટલીક સરળ ટિપ્સ પસંદ આવશે અને આ ટિપ્સ તમારા કામને ચોક્કસ સરળ બનાવશે. તો વિલંબ શું છે, ચાલો જાણીએ આ ત્રણ સાથે સંબંધિત હેક્સ.

1. લીંબુ

લીંબુ એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ આપણે માત્ર ખોરાક માટે જ નહિ પણ તેનો ઉપયોગ ત્વચા ની સંભાળ લેવા, સફાઈ કરવા અને વાળની ​​સંભાળ માટે પણ થઈ શકે છે . લીંબુ સંબંધિત કેટલીક સરળ ટિપ્સ નીચે સરળ જાણી લો.

જો તમે એક સફરજનને કાપીને રાખેલું છે, તો થોડા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સફરજન પર રેડવું. આમ કરવાથી સફરજન કાળા નહીં થાય અને લાંબા સમય સુધી તાજા પણ રહેશે.

જો તમે કટીંગ બોર્ડનો ઉપયોગ કરો છો, તો તેના પર ખાવા -પીવાના લાગેલા ડાઘને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકાય છે. તમે તેમાં અડધા લીંબુને ઘસો અને પછી તેને 20 મિનિટ માટે આ રીતે આમ જ છોડી દો. પછી તેને સ્વચ્છ પાણી અને સાબુથી ધોઈ લો. આ રીતે તમારું કટીંગ બોર્ડ સારી રીતે સાફ થઇ જશે.

હાથમાંથી ડુંગળી અને લસણની દુર્ગંધ દૂર કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. જો બેકિંગ સોડા અને લીંબુના રસને મિક્સ કરીને તેને રસોડાના સિંકમાં નાખવામાં આવે તો તેને ખૂબ જ સરળતાથી સાફ કરી શકાય છે.

2. લીલું મરચું અને લાલ મરચું 

લીલા મરચાં અને લાલ મરચાંનો ઉપયોગ ખોરાકમાં વધુ તીખું બનાવવા માટે થાય છે અને તમે તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની વાનગી કે વસ્તુમાં કરી શકો છો, પરંતુ શું તમે આ ટિપ્સ જાણો છો?

બ્રાઉન સ્પોટવાળા લીલા મરચાને બાકીના મરચાથી અલગ રાખો. કારણ કે સૌથી પહેલા તે ખરાબ થશે, પરંતુ તેને સૌથી સરળ રીતે ઉગાડી પણ શકાય છે. તમે તેના બીજ બહાર કાઢીને તેને પંખા નીચે 1-2 કલાક માટે ટીશ્યુ પેપેર મૂકીને સુકવી કાઢો અને પછી તેને સીધા જમીનમાં રોપી કાઢો. મરચાંના બીજ થોડા દિવસોમાં અંકુરિત થવા લાગશે.

લીલા મરચાં હોય કે લાલ મરચાં પણ જો તમે તેની શેલ્ફ લાઇફ વધારવા માંગતા હોય તો, તેની ડંડી નીકળીને તેને સ્ટોર કરો.
જો ખોરાકમાં લીલા મરચાં કે લાલ મરચાં વધુ પડી ગયા હોય તો તેમાં ઘી અથવા લીંબુનો રસ ઉમેરી શકાય છે. સૂકા શાકમાં તીખાશ ને ઓછી કરવા માટે આ ખૂબ જ શ્રી ટિપ્સ છે.

સૌથી સરળ, મરચાંની ચટણી બનાવવા માટે, તમે લીલા મરચાં અને લસણને થોડા તેલમાં શેકી લો અને પછી તેમાં મીઠું નાખીને પીસી લો. આ ચટણી ઘણા દિવસો સુધી ચાલશે.

3. આદુ

મોટાભાગના લોકો ચામાં આદુનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ, પરંતુ તેને બીજી ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે, જાણો તેના સંબંધિત કેટલીક ટિપ્સ. છરીથી આદુ છાલવાને બદલે, ફ્રિજમાં રાખેલા આદુને ચમચીથી છોલવાનો પ્રયત્ન કરો. તમે જોશો કે તેની છાલ વધુ સરળતાથી નીકળી જશે.

રસોઈ કરતી વખતે છીણેલું આદુ ઉમેરવાને બદલે તેને ક્રશ કરીને ઉમેરવાથી, સ્વાદ વધુ સરસ આવે છે. તમે તમારા આહારમાં આદુનો ઉપયોગ કરવા માટે સૂકા આદુનો પાઉડરનું પાણી પણ પી શકો છો. આદુ સ્ટોર કરતી વખતે, તેના મૂળને અલગ કરીને તેને નાના ટુકડા કરો. પછી એર ટાઈટ બેગમાં સ્ટોર કરો. આમ કરાવથી તેની શેલ્ફ લાઇફમાં નોંધપાત્ર વધારો થશે.

આ બધી ટીપ્સ તમને રોજિંદા કામોમાં મદદ કરી શકે છે અને જો તમને આદુ, લીલા મરચાં, લીંબુ વગેરેનો સ્વાદ ગમતો હોય તો ચોક્કસપણે તેને આ રીતે અપનાવી શકો છો.

તમને અમારી આ રસોઈ ટિપ્સ પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આદુ, લીંબુ અને મરચાને સબંધિત કેટલીક ટિપ્સ, જે તમારા રસોડાના કામને સરળ બનાવી શકે છે”

Comments are closed.