7 parenting tips to deal with a naughty child
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

7 વર્ષનો પિન્ટુ છેલ્લા કેટલાક મહિનાથી ઘણો બદલાઈ ગયો છે. વાત વાત પર ચિડાઈ જવું, માતા-પિતાની વાત ન માનવી, જાત જાતના બહાના કાઢવા, આ બધું જાણે કે દરરોજની આદત પડી ગઈ છે. પહેલા તે બાળકો સાથે રમતો હતો, પરંતુ હવે દર બીજા દિવસે તેની ફરિયાદ આવવા લાગી છે. દરેક જવાબદાર માતા-પિતાની જેમ પિન્ટુના માતા-પિતાને પણ તેના આ વર્તનથી ખુબ જ ચિંતામાં હતા.

મોટાભાગે મા-બાપ બાળકોની જીદ કે ગુસ્સાની આદતને તેમના ઉછરનો એક ભાગ સમજીને અવગણતા હોય છે. માતા-પિતા દ્વારા તેમના બાળકના ગેરવર્તનને અવગણવું ખોટું છે અને તે તમારા બાળકના વ્યક્તિત્વ માટે પણ એટલું જ ખરાબ છે. અમે તમને અહીં બાળકોના વર્તનને લગતી કેટલીક સમસ્યાઓ જણાવી રહ્યા છીએ જેને તમારે ક્યારેય ના અવગણવી જોઈએ.

દરેક વાત પર સામે જવાબ આપવો : માતા-પિતાનું કામ છે કે બાળકને સાચો રસ્તો બતાવવો અને તેમના માટે શું યોગ્ય છે અને શું નથી તે સમય-સમય પર જણાવવાનું. પરંતુ મોટા થતા બાળકો પાસે દરેક વાતના જવાબો હોય છે. ઘણી વખત તમે તમારા મિત્ર સાથે વાત કરતા હોય, ત્યારે તેની તરફ ધ્યાન ખેંચવા માટે, વાતની વચ્ચે બોલે છે તો, આવી આદતને પ્રેરિત કરવાને બદલે, બાળકને જણાવો કે આ વર્તન યોગ્ય નથી.

કેટલાક માતાપિતા બાળકોની વાત વાતમાં સામે બોલવાની આદતને સ્માર્ટનેસ અને કેટલાક તેને ઓવર-સ્માર્ટનેસ કહે છે. ક્યાં બોલવું અને ક્યાં ચુપચાપ સાંભળી રહેવું, જો આ વાત બાળકમાં બાળપણથી જ ખાબર પડી જાય તો ભવિષ્યમાં તેના માટે વસ્તુ ઘણી હદ સુધી સરળ બની જશે.

જાતે જ બધા નિર્ણય લેવા : બાળકોના વિકાસ અને આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે જરૂરી છે કે તેઓને કેટલીક બાબતો સ્વતંત્ર રીતે કરવા દેવામાં આવે. પછી ભલે તે તેમના મિત્રો સાથે સમસ્યાઓને ઉકેલવા વિશે હોય અથવા કેટલાક નાના નિર્ણયો લેવા વિશે હોય.

પરંતુ જો તમને લાગે છે કે બાળક દરેક બાબતમાં પોતાના માટે નિર્ણયો લઈ રહ્યું છે, તો તેને સમજાવવું જરૂરી છે કે આ તબક્કે તેણે માતાપિતા દ્વારા જાણવેલ માર્ગ પર ચાલવાનું છે. જ્યારે બાળકોની ભૂલોને સતત નજરઅંદાજ કરવામાં આવે તો તેનાથી બાળકોને વધુ પ્રોત્સાહન મળે છે, જેના પરિણામે તેઓ તેમની ઉંમર અને સમય પહેલા પોતાના માટે મોટા નિર્ણયો લેવાનું શરૂ કરે છે જે તેમના માટે નુકસાનકારક સાબિત પણ થઇ શકે છે.

બીજા બાળકો સાથે ગેરવર્તન કરવું : બાળકોમાં લડાઈ ઝગડા થતા રહે છે તે એક જવાબદાર માતાપિતા તરીકે તમે સારી રીતે જાણો છો અને સમજો છો કે રેખા ક્યાં ક્રોસ થઈ રહી છે. જ્યારે કોઈ બાળક અન્ય બાળકો અથવા તેમના પોતાના સગા ભાઈ-બહેન સાથે ધક્કો મારે, મારતું હોય અથવા આક્રમક વર્તન કરે છે તો તમારે તેની અવગણના ક્યારેય ના કરવી જોઈએ.

ઘણી વખત ‘બાળક છે, બાળક તો આવું કરે જ’ એમ કહીને..ક્યાંક ને ક્યાંક માતાપિતા અજાણતા જ બાળકોના ખોટા વર્તનને પ્રોત્સાહન આપે છે, તેથી જ્યાં કાર્યવાહી અને કડકતા જરૂરી હોય ત્યાં તરત જ તેની સામે પગલાં લો.

પસંદગીયુક્ત સુનાવણી : જ્યારે બાળકો નાના હોય છે ત્યારે માતા-પિતાની દરેક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળે છે, પરંતુ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ બહારના સમાજ અને ટીવીના સંપર્કમાં આવવાથી ઘણી વસ્તુઓ શીખે છે. તેમાંથી એક છે પસંદગી પ્રમાણે કરવું.

એટલે કે તમને જે ગમે તે જ સાંભળવું અને બાકીનું એક કાનથી સાંભળો અને બીજા કાનથી કાઢી નાખવું. જો તમે બાળકમાં આ પ્રકારનું વર્તન જોવો છો તો તેને જવા દો નહીં. તેની પાસે બેસો અને સમજાવો કે આ યોગ્ય નથી અને ભવિષ્યમાં આવી વર્તન ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

વાત વાત પર ગુસ્સે થવું : ખોટી વાત પર પ્રતિક્રિયા આપવી કે ગુસ્સે થવું એ ઠીક છે, પરંતુ જો બાળક વારંવાર દરેક વાત પર ગુસ્સે થઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક મોટી સમસ્યા છે. કાં તો તેને તેના મિત્રો સાથે એડજસ્ટ થવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા ઘરનું ખરાબ વાતાવરણ તેના પર અસર કરી રહ્યું છે. કારણ ગમે તે હોય, પરંતુ બંને કિસ્સાઓમાં તેની સાથે બેસીને આ મુદ્દાને સમજવા અને તેને કઈ રીતે સુધારી શકાય તેના વિશે વિચારો.

આક્રમક વલણ : બાળકોમાં ઘણા પ્રકારની આક્રમકતા હોય છે. તેમના મિત્રોને હેરના કરવાથી લઈને પ્રાણીઓને હેરાન કરવા, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવું, શાળામાં ના જવું, શાળામાંથી ભાગી જવું, આ બધું વિકૃતિની શ્રેણીમાં આવે છે. આ વલણ બાળપણ અથવા કિશોરાવસ્થા બંનેમાં વિકાસ કરી શકે છે.

જો આ પ્રકારના વલણને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે તો તે બાળકના શૈક્ષણિક, સામાજિક અને પારિવારિક જીવનને ચોક્કસ અસર કરી શકે છે. તેથી આ પ્રકારના વર્તનને બાળપણમાં જ અટકાવવું જરૂરી છે, નહીંતર ભવિષ્યમ પણ તેમને મોટું નુકસાન થઇ શકે છે.

બીજા લોકોને દોષ દેવો : જો કે બાળકો મનના ખૂબ જ સાચા હોય છે પરંતુ ધીમે ધીમે તેઓ સમાજની રીતોને સમજવામાં અને અને અપનાવવામાં સમય લાગતો નથી. ભલે તે કોઈ વાતને વધારીને બીજાને કહેવાની હોય અથવા તમારી ભૂલ માટે બીજાને દોષી ઠેરવવાની વાત હોય, બંને કિસ્સાઓમાં સત્ય જાણી લીધા પછી, તમારે તેના વર્તનને પ્રોત્સાહિત ના કરવું જોઈએ.

જ્યાં પણ ભૂલ છે, તેને તે ભૂલનો અહેસાસ કરાવો અને બતાવો કે ભૂલ સ્વીકારવી અને તેને સુધારવાથી, વસ્તુઓ વધુ સારી બને છે. આ વસ્તુઓ નાની લાગે છે પરંતુ તે તમારા બાળકોના સ્વાસ્થ્યમાં અને તેના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જો તમારા બાળકમાં પણ આ 7 પ્રકારના વર્તન જોવા મળે છે તો તેને અવગણશો નહીં. આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે. આવી વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા