અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા શરીરને સ્વાસ્થ્ય અને નિરોગી રાખવા માટે આપણા શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન અને મિનરલ્સ નું ખુબજ મહત્વ રહેલું છે. જો આપણા શરીરમાં કોઈ પણ એક ની ઉણપ હોય તો શરીરમાં નાની મોટી બીમારી આવી શકે છે.

અહિયાં આપણે વાત કરીશું કેલ્શિયમ વિશે. કોઈ વ્યક્તિ મોટી ઉંમરે પણ પોતાના હાડકા મજબૂત રાખવા માગતા હોય, શરીરમાં થતા દુખાવા જેવા કે કમળ, ગોઠણ, અને સાંધાના દુઃખાવા માટે, દાંત વગેરેમાં કેલ્શિયમ ખુબજ જરૂરી છે.

અહિયાં આપણે કેટલીક વસ્તુઓ જોઈશું જે વસ્તુઓમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે, જેને તમે કેલ્શિયમ નો ખજાનો કહી શકો છો.

૧) રાગી: રાગીને કેલ્શિયમ નો ખુબજ સારો સ્ત્રોત ગણવામાં આવે છે. ૧૦૦ ગ્રામ રાગીમાંથી ૩૫૦ મિલિગ્રામ કેલ્શિયમ મળી રહે છે. રાગીમાં આયર્નનું પ્રમાણ ખુબજ સારી માત્રામાં રહેલું હોવાથી હીમોગ્લોબીનને પણ વધારે છે.

૨) ચિયા સિડ: ચીયા સિડને કેલ્શિયમનો ખુબજ મોટો ખજાનો ગણવામાં આવે છે. ૧૦૦ ગ્રામ ચિયાસિડમાં ૬૩૦ મીલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. સાથે સાથે ચીયાં સિડ ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમ થી ભરપુર છે.

૩) તલ: તલ દેખાવમાં ખુબજ નાના હોય છે પણ તેનું કામ ખુબજ મોટું છે. તલ કેલ્શિયમ નો ખુબજ સારો સ્ત્રોત ગણી શકાય છે. ૧૦૦ ગ્રામ તલમાંથી ૯૭૫ મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. ઉપરાંત આયર્ન અને મેગનેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે.

૪) સોયાબીન: સોયાબીનને પણ કેલ્શિયમ નો સારો સ્ત્રોત ગણી શકાય છે. એક કપ બાફેલા સોયાબીનમાંથી ૧૭૫ મિલિગ્રામ કેલ્શિયમ મળે છે સાથે સાથે તે પ્રોટીનથી ભરપૂર હોય છે.

૫) અળસી : અળસીનો ઉપયોગ ખુબજ સારા પ્રમાણમાં જુદી જુદી રીતે થતો હોય છે. તમને જણાવી દઈએ કે ફકત ૧૦૦ ગ્રામ અળસીમાથી ૨૫૫ મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. અળસીમાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. તે કોલેસ્ટ્રોલને બહાર કાઢી હાર્ટ એટેકથી બચાવે છે.

૬) રાજમા: મગ, ચણા, દાળ વગેરે માં સારા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન અને મિનરલ્સ રહેલા હોય છે એજ રીતે ૧૦૦ ગ્રામ રાજમામાંથી ૧૪૩ મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. આ ઉપરાંત રાજમાં માં આયર્ન ખૂબ સારા પ્રમાણમાં રહેલું હોવાથી તે હિમોગ્લોબીનને વધારે છે.

૭) અંજીર: અંજીર વિશે બધા લોકો પરિચિત જ હશે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ૧૦૦ગ્રામ અંજીર માં ૧૬૨ ગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. અંજીર ફાઈબર થી ભરપુર હોવાથી તે કબજીયાત ને મટાડવા માટે ખુબજ ફાયદકારક સાબિત થાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા