મિત્રો આજે હું તમને એવા શાકભાજી વિશે જણાવીશ કે કયા શાકભાજી આપણે વાયુ કરનાર છે. કયું શાકભાજી કફ કરનાર છે. કયું શાકભાજી પિત કરનાર છે. કયા શાકભાજી પિતને મટાડનાર છે. કયા શાકભાજી ખાવાથી આપણું પેટ સાફ થાય છે. કયા શાકભાજી ખાવાથી આપણું કબજિયાત મટે છે અને કયા શાકભાજી ખાવાથી આપણું કબજિયાત વધે છે. આ બધી સરળ માહિતી તમારી સાથે શેર કરીશું.
મિત્રો આપને વાત કરીશ કે કફ વધારનાર શાકભાજી કયા છે એ પેહલા જાણી લઇએ તો કાકડી, ચીભડા, દુધી, બટાકા, ગલકા, ગુવાર, તુરીયા, ચીભડાં, ભીંડો અને રતાળું. શરદી તથા કફ વાળા લોકોએ શાકભાજી સમજી વિચારીને ખાવા જોઈએ. આ શાકભાજી વધારે પડતું સેવન કરવાથી કફમાં વધારો થાય છે.
હું હવે તમને જે વાત કરીશ કે કયા શાકભાજી ખાવાથી એસિડિટી એટલે કે પિત્ત વધે છે. તો ચીભડું, ડુંગળી, મેથીની ભાજી, રતાળુ, લુણી ની ભાજી અને સરગવો આ બધા શાકભાજી ખાશો તો તમને 100 % એસિડિટી એટલે કે પિત્ત માં વધારો થશે. માટે જે લોકો એસીડીટીની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોએ આ પ્રકારના શાકભાજી બિલકુલ ખાવાના નથી.
હવે હું તમને જે શાકભાજી ની માહિતી આપીશ તે કયા શાકભાજી ખાવાથી વાયુનો નાશ થઈ જશે એટલે કે વાયુને સમસ્યાઓથી પીડાતા વ્યક્તિઓ એ આ પ્રકારના શાકભાજી ખાવા જોઈએ તો એ શાકભાજીમાં છે લસણ, ડુંગળી, તાંદળજો, કંકોડા, ડોડી, મૂળા પરવળ, મેથીની ભાજી, કોળું, લુણીની ભાજી, રીંગણાં, સરગવો અને સુરણ આ તમામ શાકભાજી વાયુનો નાશ કરે છે અને વાયુને શાંત કરે છે માટે વાયુ નો પ્રોબ્લેમ હોય તેવા લોકોએ આ પ્રકારના શાકભાજીનું સેવન કરવું જોઇએ.
હવે એસિડિટીને કાબૂમાં કરનારા શાકભાજી વિશે તમને માહિતી આપો તો એ પીતો એસિડિટી એટલે કે પિત્તના શાકભાજીમાં કંકોડા, ગલકા, ગુવાર, ડોડી, તાંદળજો, દૂધી, પાલક, કોળું, કારેલા અને પરવળ. આ તમામ શાકભાજી ખાવાથી આપણી એસિડિટી એટલે કે આપણી પિત્તની સમસ્યા હશે તો તેમાં આ બધા શાકભાજીનું સેવન સરળતાથી કરી શકાશે.
પેટ સાફ લાવનાર શાકભાજી. આપણું પેટ કબજિયાતની સમસ્યા હોય તો તેવી સમસ્યા માં કયા શાકભાજીનું સેવન કરવાથી કબજિયાત મટી શકે છે તો કે લસણ, કંકોડા, કારેલા, ગલકા, ડુંગળી, તાંદળજો, પાલક, સરગવો અને સુરણ કેટલા પ્રકારના શાકભાજીનું સેવન કરશો તો આપણું પેટ સાફ આવશે અને કબજિયાતની સમસ્યામાંથી આપણે મુક્ત થઈ જઈશું માટે જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોએ આ પ્રકારના શાકભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ.
હવે હું તમને જે મિત્રો માહિતી આપી શકે કયા શાકભાજી કબજિયાત કરનાર છે. કબજિયાતને વધારનાર છે તો કે કાકડી, કોબી, ગાજર, ઘીસોડાં, બટેટા, ટમેટા, ચીભડું, તુરીયુ , રતાળુ અને મેથી આ તમામ મિત્રો આ શાકભાજી કબજિયાત કરનાર છે. તો વધુ પડતા બધાં શાક ખાશો તો આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા ઊભી થઈ શકે છે માટે આ પ્રકારના શાકભાજી, કબજીયાત વ્યક્તિઓ એ સમજી વિચારીને ખાવા જોઈએ.
મિત્રો જે લોકોને ભૂખ બરાબર લાગતી નથી. ખાધેલું પચતું નથી. પેટ ભર્યું ભર્યું લાગે છે તો એવી સમસ્યામાં અગ્નિ પેદા કરનાર શાકભાજી કયા કયા તો કુણી કાકડી, કારેલા, કંકોડા, સફેદ ડુંગળી, દોડી તાંદળજો, મૂળા, મેથીની ભાજી, લુણી ની ભાજી, મોગરી, રીંગણા, સરગવો આ પ્રકારના શાકભાજી ખાશો તો તે અગ્નિ પેદા કરનાર શાકભાજીના વર્ગમાં આવે અને આ બધા શાકભાજી ખાવાથી ભૂખ બરાબર લાગશે, પાચનશક્તિ મજબૂત થશે.
મિત્રો મે આજે તમને જે વાત કરી શાકભાજી વિશે તે બહુ જ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો બીજા લોકોને પણ શેર કરજો જેથી લોકોને પણ થોડી ઘણી માહિતી મળે. તો ઘરગથ્થુ પ્રયોગો દ્વારા જ સાજા થઇ જાય અને તેને પણ ખબર પડે કે કફ થયો હોય તો શું શું ખવાય. પિત્ત થયું હોય તો શું ખવાય. વાયુ થયું હોય તો શું ખવાય. આપણે કબજિયાતને મટાડવો હોય તો શું ખવાય. આ બધું ખાવાથી કબજિયાત થાય છે .આ બધું ખાવાથી કફ થાય છે. આ બધું ખાવાથી પિત્ત થાય છે. આ તમામ માહિતી તેમને મળી રહે તો તે પણ સરળતાથી તેના રોગો પણ સરળતાથી ઘર બેઠા જ કાબૂમાં આવી શકે. ધન્યવાદ તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ.
આ પણ વાંચો:
વાત-પિત્ત-કફને જડમૂળમાંથી મટાડી દેશે આ એક જ દવા -જે ઘરે જ બની જાય છે
હાડકાને નબળા ન પડવા દેવા હોય તો આ શાકભાજી ખાવાનું શરૂ કરી દેજો
ફ્રીઝ વિશે 99% ગૃહિણીઓ આ સત્ય હકીકત જાણતી નથી – આ જાણી લેજો
પાકી કેરી ખાવાથી થાય છે આ ફાયદાઓ